Posts

Showing posts from January, 2021

સુર સામ્રાજ્ઞી કોકિલ કંઠી લતા દીદી

સુર સામ્રાજ્ઞી કોકિલ કંઠી લતા દીદી એટલે કે આપણા બધાના લતા મંગેશકર સાથેના સંસ્મરણો તાજા કરવાનો મોકો આજે ઉર્વીશભાઈએ મને આપ્યો છે, એ તમે સૌ.... મારી કોમેન્ટમાં પણ વાંચી શકો છો.... Urvishbhai લતા મંગેશકર સાથેનો તમારો લેખ વાંચ્યો અને તેમાં મૂકેલી તસવીર જોઈ મને ખૂબ જ આનંદ થયો કે ચાલો મારા દ્વારા લેવાયેલી તસવીરનો ફરી એકવાર સદ્ઉપયોગ થયો છે. હા એ વાત ખરી છે કે એ બધા ફોટા મેં જે તે સમયે ઠક્કર સાહેબના કહેવાથી અને એમના દ્વારા મને કાર્યક્રમમાં અંદર ઘુસાડવાથી પ્રાપ્ત થઈ હતી અને એના કારણે જ લતા મંગેશકરની નજીક જવાનો અને તેઓની તસવીરો ખેંચવાનો મોકો મળ્યો હતો. એટલે આ તસવીરો ઉપર પહેલો હક એમનો જ ગણાય. ઉર્વીષભાઈ, જનક પટેલના સુર મંદિરના નવીનતમ સ્ટુડિયોના ઉદ્ઘાટનમાં લતા મંગેશકર આવવાના છે અને તેમની સાથે કાર્યક્રમની સભામાં ઠક્કર સાહેબ એટલે કે આપણા સલીલ દલાલ, હરીશ ભીમાણી સાથે મંચ પર ઉપસ્થિત રહેવા રહેનાર હોઇ, તેઓએ મને બોલાવ્યો હતો અને કહ્યું હતું કે અહીંયા મારી સાથે જ રહેજે. તારે મારી સાથે ફોટા પાડવા આવવાનું છે. હવે જનકભાઈએ ખૂબ જ લિમિટેડ આમંત્રિતોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાખવાના આગ્રહને કારણે મારી એન્ટ્રી કરવા મ