"લક્ષ્મી" લવજેહાદનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
"લક્ષ્મી" લવજેહાદનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવું હોય તો "લક્ષ્મી" ફિલ્મ દ્વારા આપને તે મળી શકે છે. એના માટેનું પાત્ર પણ ફિલ્મ નિર્માતાએ એવું સરસ શોધી કાઢ્યું કે જે નરેન્દ્ર મોદીની નજીકનો પણ હોય અને હિન્દુ પણ હોય, એટલે ખાન બંધુઓમાંથી કોઈને પણ લેવાને બદલે અક્ષય કુમારને લક્ષ્મીના પાત્રમાં ફિટ કરીને એક કાંકરે બે પક્ષીનો શિકાર ચોક્કસ કરી દીધો છે. ફિલ્મનું લોકેશન પણ બહુ જ સમજી વિચારીને ગુજરાતની નજીકના કેન્દ્ર શાસિત પ્રદેશ "દમણ" ને પસંદ કર્યું છે. જેથી હિરોઇનનો બાપ ગુજરાતી પેપર વાંચી શકે અને માં સ્વભાવે સારી હોવા છતાં પણ દારૂ પી શકે. સમગ્ર ફિલ્મમાં તમને ડગને ને પગલે હિંદુ રીતી રિવાજો ... અને હિન્દુ - ધર્માધિકારીઓ કેવા લાચાર હોય છે..... અને કેવા મજબૂર હોય છે... તેનો તમને સતત અહેસાસ આ ફિલ્મ દરમિયાન થતો જ રહે તેવો પ્રયાસ કરાયો છે. જ્યારે સામે પક્ષે આસિફ કેટલો રૂડો રૂપાળો અને સર્વ ગુણ સમ્પન્ન છે. ૩૨ લક્ષણો છે તે દર્શાવ્યું છે. વળી ભૂત બનેલી લક્ષ્મીને પણ જ્યારે તેના હિન્દુ પરિવારે તરછોડી દીધો ત્યારે તેનો હાથ ઝાલનાર ...