"લક્ષ્મી" લવજેહાદનું ઉત્કૃષ્ટ ઉદાહરણ

 "લક્ષ્મી" લવજેહાદનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવું હોય તો "લક્ષ્મી" ફિલ્મ દ્વારા આપને તે મળી શકે છે.  એના માટેનું પાત્ર પણ ફિલ્મ નિર્માતાએ  એવું સરસ શોધી કાઢ્યું કે જે નરેન્દ્ર મોદીની નજીકનો પણ હોય અને હિન્દુ પણ હોય, એટલે ખાન બંધુઓમાંથી કોઈને પણ લેવાને બદલે અક્ષય કુમારને લક્ષ્મીના પાત્રમાં ફિટ કરીને એક કાંકરે બે પક્ષીનો શિકાર ચોક્કસ કરી દીધો છે.  ફિલ્મનું લોકેશન પણ બહુ જ સમજી વિચારીને  ગુજરાતની નજીકના કેન્દ્ર શાસિત પ્રદેશ "દમણ" ને  પસંદ કર્યું છે. જેથી  હિરોઇનનો બાપ  ગુજરાતી પેપર વાંચી શકે  અને  માં  સ્વભાવે સારી હોવા છતાં પણ દારૂ પી શકે. સમગ્ર ફિલ્મમાં તમને ડગને ને પગલે હિંદુ રીતી રિવાજો ... અને હિન્દુ - ધર્માધિકારીઓ કેવા લાચાર હોય છે..... અને  કેવા મજબૂર હોય છે...  તેનો તમને સતત અહેસાસ આ ફિલ્મ દરમિયાન થતો જ રહે તેવો પ્રયાસ  કરાયો છે. જ્યારે સામે પક્ષે આસિફ કેટલો રૂડો રૂપાળો અને સર્વ ગુણ સમ્પન્ન છે. ૩૨ લક્ષણો છે તે દર્શાવ્યું છે.  વળી ભૂત બનેલી લક્ષ્મીને પણ જ્યારે તેના હિન્દુ પરિવારે તરછોડી દીધો ત્યારે તેનો હાથ ઝાલનાર પણ કોઈ મુસ્લિમ પાત્ર જ દેવદૂત બનીને તેની સામે આવી જાય છે. વળી એ ભૂતને ભગાડવા માટે જ્યારે હિન્દુ પંડિતો પણ હાથ હેઠા મુકી દે છે ...  ત્યારે એક મૌલવી આવીને તેને વશમાં લે છે. વળી વિલનના પણ પંડિત-તાંત્રિક  માત્ર તેને માર્ગ બતાવીને બેઠા રહે  છે.  વિલનને પણ હિન્દુ તાંત્રિકો બચાવી શકતા નથી..... વળી વિલન બુટ ચંપલ પહેરી મંદિરમાં દાખલ થઈને પોતાનો જીવ બચાવી રહ્યો છે.... ત્યારે દેવી શક્તિના કારણે ભૂત મંદિરમાં  દાખલ નથી થઈ શકતું  ત્યારે "હીરો?" કહે કે "લક્ષ્મી અંદર નહીં  આ સકતી હૈ ... ક્યા હુઆ... આસિફ તો અંદર આ સકતા હે ના"  એમ ડાયલોગ મારી એ ભાઈ સાહેબ મંદિરમાં આવી તેને માર મારી બહાર કાઢી પછી લક્ષ્મી ભૂતને હવાલે કરે છે. ફિલ્મમાં દમણના દરિયા કિનારે દમણ તેમજ આસપાસના એટલે કે ગુજરાત મહારાષ્ટ્રના કિન્નરો આવીને રાત્રે મહાદેવને અતિપ્રિય એવું  તાંડવ નૃત્ય કરે છે. જેમાં અક્ષય કુમારે  પોતાની જાન રેડી દીધી છે. એનર્જીથી ભરપૂર આ ગીતને વખાણવું પડે, પરંતુ મનમાં સવાલ એ થાય કે આ કિન્નરોએ બહુચર માની આરાધના છોડીને મહાદેવની ભક્તિ કરવાની ક્યારથી શરૂ કરી???  ખુબ સરસ .... અત્યંત વખાણવાલાયક???? શાંતિદૂતોને ખુશખુશાલ કરી દેશે આ ફિલ્મ ...!!!! અક્ષય કુમારે પણ આગળ પાછળ જોયા વગર મન મૂકીને અભિનય કર્યો છે. ત્યારે દર્શક તરીકે ચોક્કસ વિચારવાનું મન થાય ... કે કલાકારોનું શું  કોઈ moral નહીં હોય???? .જ્યાં પૈસા મળે... ત્યાં મુજરો કરવા બેસી જવાનું? કલાના નામે એંઠવાડ પીરસનારને કયાં સુધી સહન કરવા પડશે..???

Comments

Popular posts from this blog

વાતોના વડાં નહિં પણ નક્કર કામગીરી

રાજકોટ સ્થળોને

આપણે આશા રાખીએ કે ડાબી તરફ ઝૂકેલાં મકાનો પાછા સીધા થઈ જાય.