પ્રકૃતિ અંગે લોકો નો અભિગમ
હિલ સ્ટેશન માં ફરવા જવું છે - ટ્રેકિંગ કરવું છે - વનવગડામાં ઘૂમવું છે - વોટરફોલ માણવો છે - આદિવાસીઓની રહેણીકરણી અને જીવનશૈલીને નજીકથી જોવી છે, જાણવી છે - untouched Natureને મનભરી માણવું હોય તો આ તમામ ગુણના સંયુક્ત પેકેજ માટે બારખાડીના જંગલની લટાર મારવા જવું પડે. ..... સૌથી મોટી વાત તો એ છે કે આવા અંતરિયાળ અને જંગલ વિસ્તારમાં પણ પાકા ડામરવાળા રસ્તા જોઈને ગુજરાત સરકારની કામગીરી માટેનું માન પહેલાં કરતાં પણ ઘણું વધી ગયું. રાજ્ય સરકાર છેવાડાના આદિવાસીઓ માટે ચિંતિત છે, તે આવા માર્ગો જોઈને પ્રદર્શિત થાય છે.. ગઈ કાલે અમે જે દેવાતરાના ધોધમાં જવાનું નક્કી કર્યું પછી બારખાડી ગામની શાળાએથી પગપાળા પ્રવાસ આદર્યો .... જેમાં ડુંગરાઓમાં માર્ગરૂપી કેડીની આજુબાજુમાં સ્થાનિક આદિવાસીઓએ પોતાના ખપ જોગી ખેતી કરી હતી, જેમાં જુવાર અને તુવેરનો પાક મુખ્ય હતો. તેઓના ઘરની બાંધણી પણ વિશેષ હતી. વાંસને ફાડીને તેની ચીપટો બનાવીને તેમાંથી ગૂંથેલી દીવાલોના બનાવેલા ઘરો જોઇને, આ વિસ્તારમાં પહેલીવખત આવતા મારા બાળકો આશ્ચર્યચકિત અને ખૂબ જ આનંદિત થયા. હવે બારખાડી ગામના આવા તેઓના પરંપરાગત આવાસો...