ભાષાની અશુદ્ધિ ન આવી જાય

લોકોને એક સાહિત્યકાર અને શિક્ષક પાસે શું અપેક્ષા હોય?... કે તે આપણને શુદ્ધ ભાષા દ્વારા આપણને સાચું માર્ગદર્શન  આપે. હવે જ્યારે શિક્ષક જ લોકોને અવળે ગધેડે બેસાડે, ત્યારે બહુ દુઃખ થાય છે.  જ્યારે આપણું લખેલું લાખો હજારો આપણા ચાહકો, શુભેચ્છકો તેને અનુસરતા હોય ત્યારે આપણે કરેલી ભૂલને એ લોકો સાચી માની લેતા હોય છે.  આ જ સત્ય છે એમ માનીને આ રીતે જ લખાય તેવું માનીને તેઓ પણ આ પ્રકારની ભૂલ કરી રહ્યા હોય છે. એટલે જ શિક્ષક અને સાહિત્યકારની જવાબદારી ખૂબ વધી જાય છે. કે તેણે સાચું લખવું જોઈએ. ક્યાંય ભાષાની અશુદ્ધિ ન આવી જાય, જોડણી સાથે કોઈ છેડછાડ ન થવી જોઈએ, શબ્દોમાં હસ્વઈ અને દિર્ઘઈનું ધ્યાન રાખીએ. આપણને નાની જણાતી ભૂલ... લોકોના મગજમાં એ જ સાચી હોવાનો જે ભ્રમ પેદા કરી દે છે, તે ખૂબ જ ઘાતક છે.

Comments