પપ્પુ તરીકે વધુ જાણીતા કોંગ્રેસના નેતાના સ્ટેટમેન્ટ


છેલ્લા કેટલાય સમયથી રાહુલ ગાંધી તરીકે ઓછા ઓળખાતા પરંતુ પપ્પુ તરીકે વધુ જાણીતા કોંગ્રેસના નેતાના સ્ટેટમેન્ટ... ભારતનો એક સામાન્ય સમજવાળો નાગરિક પણ જો સાંભળે ને તો તેને ચીડ જ ચડે. તે રાહુલ ગાંધીથી નફરત કરતો થઇ જાય. કોંગ્રેસથી દૂર થતો જાય. આ બધું છતી આંખે દેખાતું હોવા છતાં રાહુલ ગાંધીએ પોતાનું સ્ટેન્ડ આ પ્રકારનું કેમ હજુ સુધી જાળવી રાખ્યું છે? તો એ બાબતનું મારું નાનકડું અવલોકન.
         આ પપ્પુભાઈ સમજી ગયા છે કે ભણેલા ગણેલા તો કોંગ્રેસને હવે ક્યારેય વોટ આપવાના નથી જ. પરંતુ તે જાણી જોઈને એટલા માટે અવળા ચાલે છે. કારણ કે દેશમાં જેટલા મોદી વિરોધીઓ છે, તેમને તેની વાણી ગોળ જેવી મીઠી લાગે છે. એ ગોળ વોટમાં પરિવર્તન થાય એવી આશા રાખીને પપ્પુભાઈના સ્ટેટમેન્ટ હોય છે.  આવા લોકોની પણ સંખ્યા કંઈ નાનીસૂની નથી. છેવાડાના જે અમૂક લોકોનો જે આખો સમૂહ છે. તેઓને આજે પણ આ પપ્પુભાઇની વાણી જ બ્રહ્મવાક્ય સમાન લાગી રહી છે. આવા સમાજને તમે ક્યારેય સમજાવી ન શકો, પણ આવા પ્રયાસો થકી કે આવા સમાજના ટેકાથી કોંગ્રેસ ક્યારેય સત્તા તો નહીં હાંસલ કરી શકે. એ હકીકત છે. આ સમાજ કે સમૂહમાં શતરંજના ઊંટ જેવી ચાલ ધરાવતા શાંતિદૂતોની ગણત્રી ઉમેરવામાં નથી આવી... શું કહેવું છે તમારૂં???

Comments