Anchor: આણંદ જિલ્લાના વિદ્યાનગર ખાતે


Anchor:     આણંદ જિલ્લાના વિદ્યાનગર ખાતે જામનગરના પ્રખ્યાત બાંધણીના કલાકારો દ્વારા બનાવવામાં આવેલી અને લગ્ન પ્રસંગે ઉપયોગમાં લઈ શકાય તેવા વસ્ત્રો પરિધાનનું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનના તમામ વસ્ત્રો કોરોના કાળમાં નવરા પડેલા કારીગરો પાસેથી તૈયાર કરાવડાવી, નહીં નફો, નહીં નુકસાનના ધોરણે વેચાણ અર્થે મૂકી કારીગરોને સાચવી લેવાનું ઉમદા કામ કર્યું છે. 

 V.O.-1         જામનગરના ઘરચોળા વિના નવવધૂના સોળ શણગાર અધૂરા ગણાય અને રાજકોટના પટોળા વિના લગ્ન પ્રસંગ અધૂરો ગણાય. હાલની યુવાપેઢીને પાનેતરને બદલે દુલ્હન સ્પેશ્યલ "બ્રાઈડલ લહેંગા"નું ઘેલુ લાગ્યું હોય, ત્યારે વિદ્યાનગરમાં હીરાબા મહિલા મંડળ ખાતે યોજાનાર "દિપાલી'ઝ ડીઝાઈન" શા પ્રદર્શનમાં અવનવી ડિઝાઇનના વસ્ત્રો જોવા મળી રહ્યા છે. 

 Bite: 1   દિપાલી વ્યાસ સંચાલિકા, દિપાલી'ઝ ડિઝાઇન, જામનગર. 

V.O.: 2             આ એક્ઝિબિશનમાં પટોળા, સાડી, ચણિયા-ચોળી, લહેંગા, જામનગરની બાંધણી, રાજકોટના પટોળા, પૈઠણી સાડીની સાથે સાથે કુર્તી, લેગીંગ, પ્લાઝો, શરારા સહિતના ઉડીને આંખે વળગે તેવા વસ્ત્રો પરિધાનનું પ્રદર્શન જોવા મળ્યું હતું. 
દુનિયાભરમાં પાટણના પટોળા જગવિખ્યાત છે અને એટલે જ શુધ્ધ રેશમથી રાજકોટમાં બનાવેલા પટોળા પાટણ જાય,  એટલે તેની કિંમત લાખોમાં થઇ જાય. કચ્છના જાણીતા અને પ્રખ્યાત ડિઝાઇનરો જે વસ્ત્રો પંચાવન થી સાઠ હજારમાં વેચાણ કરે, તેવા વસ્ત્રો જામનગર સ્થિત "દિપાલી'ઝ ડિઝાઇન"માં છથી સાત હજારમાં ભાવે-ભાવ વેચી, આપણા પરંપરાગત વસ્ત્રો બનાવનારા કારીગરોને  કોરોનાના અઘરો કાળમાં કામ સોંપી તેઓને પગભર બનાવવાનું કાર્ય કરવામાં આવ્યું છે.

Bite: 2 ભાવના બ્રહ્મભટ્ટ કરમસદ 

  Ending V.O.:3       કોરોના મહામારીના સમયમાં લોકડાઉનમાં મળેલા ફુરસદના સમયનો સદુપયોગ કરીને ભરતકામના અને હાથ-વણાટના કારીગરોને પાસે બાંધણી અને ભરતકામવાળા "વેડિંગ માસ્ક" પણ બનાવવાનું કામ સોંપી તેઓના ઘર-પરિવારને આર્થિક ટેકો પુરો પાડ્યો છે.

Comments

Popular posts from this blog

The Indian Premier League (IPL) has been the most exciting and highly anticipated T20 cricket tournament in the world.

પરંપરાગત વાદ્ય અને આધુનિક વાદ્ય

એવા વિભીષણ દરેક રાજ્યમાં ચુંટણી સમયે મોટા અને #કદાવર નેતાઓ ગયેલા છે.