કોગ્રેસના ત્રેવીસ નેતાઓએ કેસરિયા કર્યા.

શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી.... આજે કોગ્રેસના ત્રેવીસ ખમતીધર નેતાઓએ કેસરિયા કર્યા. આમેય જંગે-એલાનમાં કેસરીયો જ કામ લાગે.... કોગ્રેસની હાલત દિન-પ્રતિદિન તળીયે પહોંચી રહેલી જોઇ ને કોઈ પણ સાચો કોંગ્રેસી કકળી ઊઠે. નેતા વિહીન અને જાહેર જનતાનો જનાધાર ગુમાવી રહેલી પોતાની પાર્ટીને ઉગારવાની મથામણ શરૂ થઈ ગઇ છે. અત્યારે તો કોગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે તેવી જણાતી હતી.... પણ અહીંયા તો એક સાથે ત્રેવીસ તૂટયા છે...અને આ ત્રેવીસે ત્રેવીસ નેતાઓએ કેસરીયો સાફો પહેરીને હાલની નેતાગીરીને પડકાર્યા છે. આ જોઈને ભાજપીઓને તો બગાસું ખાતાં, પતાસું મોં માં આવી ગયું છે...પણ આ લોકોએ બહું હરખાવાની જરૂર નથી... કારણકે આ તમામ કેસરિયા કોંગી નેતા ભવિષ્યમાં ભાજપને જ ભારે પડશે. 

Comments

Popular posts from this blog

freetmtemple શક્તિનાં કેન્દ્રોને પણ ખતમ કરાયા

દક્ષિણ-પશ્ચિમનો સુભગ સમન્વય

"લક્ષ્મી" લવજેહાદનું ઉત્કૃષ્ટ ઉદાહરણ