ભાઈ વાહ.... ચાલો મને પણ નૃત્ય કરતા આવડી ગયું..

ડિજીટલ ટેક્નોલોજીની કમાલ તો છે જ. એક આખી આભાસી દુનિયા ઉભી થઈ ગઈ છે. જે દેખાય છે, છતાં નથી. અને જે નથી, છતાં છે. ડિજીટલ દુનિયામાં એક નિર્જીવ પડેલા એક સામાન્ય ફોટોગ્રાફમાં પણ જીવ રેડી દે તેવી ટેકનોલોજી જોઈ મન ખુશ ખુશ થઈ ગયું.  આપણને આમેય કોઈ દિવસ નૃત્ય કરતાં આવડ્યું નથી અને આવડવાની હવે કોઇ ગુંજાઇશ પણ નથી. પરંતુ આ ડિજીટલ ટેકનોલોજી એ મારી તસવીરને જે રીતે નાચ નચાવ્યા છે. તે જોઈ પહેલી નજરે તો માન્યામાં જ ના આવે. પણ આ જોયા બાદ હાશકારો થયો કે... ભાઈ વાહ.... ચાલો મને પણ નૃત્ય કરતા આવડી ગયું...

#sohangbrahmbhatt #sohangdigital

Comments