લગ્ન જીવનનું રજત જયંતિ વર્ષ

આજે અમારા લગ્ન જીવનનું રજત જયંતિ વર્ષ પૂર્ણ થયું.... આ પચીસ વર્ષમાં ભગવાનનો આભાર માનવો રહ્યો કે આ દરમિયાન અમારી વચ્ચે કયારેય સૂર ... બેસૂરો બન્યો નથી અને સંગીતની સુરાવલી હરદમ રેલાતી રહી .. જેના કારણે ઘરમાં ચાર દિશાઓ ઝગમગી ઉઠી છે.  અમારા સંસાર રથને કયારેક બેફિકરાઈથી કે ગફલતભરી રીતે હંકારવા છતાંય કોઇનેય હડફેટે લેવાયા ન હોવાથી કોઈ છાપા-અખબાર કે ચેનલને મસાલો મળી શક્યો નથી...  સુખ-દુ:ખ આવ્યા હોવા છતાં જીવનને કયારેય આઉટ ઑફ ફોકસ થવા દીધું નથી... કે જીવતરની તસવીર ઝાંખી થવા દીધી નથી...સમગ્ર ભારતભ્રમણના ઇરાદે સડસડાટ દોડ્યે જતી ગાડીને વિના કારણે બ્રેકો મારીને થોભાવી નથી... જીવનની કિતાબ કાના-માત્રાની ભૂલ વિનાની એવી સરસ લખાઇ કે પ્રૂફરીડીંગના સો ટકા માર્કસ્ આપવા પડે... આજના સમયમાં પણ ભલેને પ્રોગ્રામીંગ ખોટું થઈ જાય કે સર્વર હેંગ થઈ જાય...પરંતુ ઘરની વેબસાઈટ પર કોઈ અસર નથી થવા દીધી... અને હવે... જેમ ઉતરેલી બૅટરીને, ચાર્જર ચાર્જ કરી દે છે... તેવી રીતે મન-મસ્તિકને તરોતાજા કરી દેનારની પૂજા  કરવાનો સમય આવી ગયો છે...

Comments

Popular posts from this blog

વાતોના વડાં નહિં પણ નક્કર કામગીરી

રાજકોટ સ્થળોને

આપણે આશા રાખીએ કે ડાબી તરફ ઝૂકેલાં મકાનો પાછા સીધા થઈ જાય.