લતા મંગેશકર

સુર સામ્રાજ્ઞી કોકિલ કંઠી લતા દીદી એટલે કે આપણા બધાના લતા મંગેશકર સાથેના સંસ્મરણો તાજા કરવાનો મોકો આજે ઉર્વીશભાઈએ મને આપ્યો છે, એ તમે સૌ.... મારી કોમેન્ટમાં પણ વાંચી શકો છો....

Urvishbhai લતા મંગેશકર સાથેનો તમારો લેખ વાંચ્યો અને તેમાં મૂકેલી તસવીર જોઈ મને ખૂબ જ આનંદ થયો કે ચાલો મારા દ્વારા લેવાયેલી તસવીરનો ફરી એકવાર સદ્ઉપયોગ થયો છે. હા એ વાત ખરી છે કે એ બધા ફોટા મેં જે તે સમયે ઠક્કર સાહેબના કહેવાથી અને એમના દ્વારા મને કાર્યક્રમમાં અંદર ઘુસાડવાથી પ્રાપ્ત થઈ હતી અને એના કારણે જ લતા મંગેશકરની નજીક જવાનો અને તેઓની તસવીરો ખેંચવાનો મોકો મળ્યો હતો. એટલે આ તસવીરો ઉપર પહેલો હક એમનો જ ગણાય.

ઉર્વીષભાઈ, જનક પટેલના સુર મંદિરના નવીનતમ સ્ટુડિયોના ઉદ્ઘાટનમાં લતા મંગેશકર આવવાના છે અને તેમની સાથે કાર્યક્રમની સભામાં ઠક્કર સાહેબ એટલે કે આપણા સલીલ દલાલ, હરીશ ભીમાણી સાથે મંચ પર ઉપસ્થિત રહેવા રહેનાર હોઇ, તેઓએ મને બોલાવ્યો હતો અને કહ્યું હતું કે અહીંયા મારી સાથે જ રહેજે. તારે મારી સાથે ફોટા પાડવા આવવાનું છે. હવે જનકભાઈએ ખૂબ જ લિમિટેડ આમંત્રિતોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાખવાના આગ્રહને કારણે મારી એન્ટ્રી કરવા માટે ઠક્કર સાહેબ પણ મક્કમ હતા કે ગમે તેમ થાય પણ સોહંગને તો અંદર લઈ જ જવો પડશે. એટલે જ્યારે સુરભી હોટલથી તેમની અને હરીશ ભીમાણી સાથેની કાર સુર મંદિર મોગર ખાતે જવા માટે રવાના થઇ એટલે મેં તેમનો પીછો કર્યો અને તેઓ તો સીધા વીઆઇપી ગેટ આગળ ઊભા રહેશે, ત્યારે મારે તો પાર્કીંગમાં ગાડી મૂકી દોટ મૂકીને એમની સમક્ષ હાજર થવાનું હતું. જો તેઓ મારી પહેલા અંદર ચાલ્યા જાય તો હું બહાર લટકતો રહી જઉં.  એટલે મેં પણ એડીચોટીનું જોર લગાવી ને ગમે ગમે તેમ કરીને તેમની આગળ પહોંચી જઈને ગેટ આગળ ઊભો રહ્યો. તેઓ હરીશ ભીમાણીની સાથે ગાડીમાંથી ઉતર્યા અને પોતાનો એન્ટ્રી પાસ મને આપી દીધો અને તેઓ હરીશ ભીમાણી સાથે વટથી અંદર ચાલ્યા ગયા અને મને પણ તેઓનો એન્ટ્રી પાસ મળ્યો હોવાથી હું પણ વટથી એમની પાછળ પાછળ ચાલ્યો ગયો અને આખરે લતા મંગેશકરના ઢગલા એક ફોટા પાડે રાખ્યા. હવે હું ઠક્કર સાહેબને તો સારી રીતે ઓળખતો હતો. પરંતુ ફોટા ખેંચવાના ઉત્સાહમાં એટલા બધા ફોટા ખેંચી લીધા કે છેલ્લે પછી મેં ઠક્કર સાહેબને એમ કહ્યું કે આપણે એક કામ કરીએ નેગેટિવ ધોવડાવી લઈએ અને પછી જે સારા લાગે તે ફોટા આપણે છપાવીએ પણ તેઓ પણ લતા મંગેશકરના એક પણ... ગમે તેવા ફોટા ... ગમે તેટલા ફોટાને ઠક્કર સાહેબ લતા દીદીની એક પણ તસવીરને મિસ કરવા ન માગતા હોય. તેમણે મને આદેશ કર્યો કે કંઈ વાંધો નહીં, બધા ફોટા છપાવી લે અને તાત્કાલિક છપાવી દે એટલે જેવો બારેક વાગ્યે કાર્યક્રમ પૂરો થયો અને સીધી લૅબમાં દોટ મુકી અને ફોટા છપાવી લાવ્યો, એનું આલ્બમ તૈયાર કર્યું. અને હવે વારો આવ્યો ઠક્કર સાહેબનો કે ચાલો હવે આ તૈયાર કરેલા ફોટા લતા મંગેશકરને બતાવીએ અને એમની પાસે વધુ વાત કરવાનો મોકો મેળવીએ. પરંતુ જ્યારે અમે જનકભાઈના ઘરે પહોંચ્યા ત્યારે તેઓની ગાડીઓનો કાફલો અનુપમ મિશન જવા માટે નીકળ્યો અને ત્યાં બધા સત્સંગીઓ લતા મંગેશકરને ઘેરી વળ્યા અને અમારે ત્યાં આગળ કોઈ મુલાકાતનો કે તસવીરો બતાવવાનો મોકો ના મળ્યો એટલે આખરે અમે લતા મંગેશકરજી વડોદરા એરપોર્ટ તરફ જતા હતા, એટલે અમે એમની પાછળ પાછળ ગયા અને વાસદ ટોલ નાકે પણ અમે તેઓની સાથે vipમાં પસાર કરી અને છેલ્લે ઍરપોર્ટ પહોંચ્યા. લતા મંગેશકર લતા દીદી તો બેઠા હતા એમના પ્લેનની રાહ જોતા. એમાં ઠક્કર સાહેબે કંઈક યુક્તિ લગાવી અને અંદર પહોંચી ગયા અને પછી તસવીરો બતાવવાનું ચાલુ કર્યું. આખું આલ્બમ એમણે જોવાનું શરૂ કર્યું. સાથે રુદયનાથજી પણ હતા અને તેઓએ આજના કાર્યક્રમના તાબડતોબ ફોટા જોવાનો મોકો મળવાથી, તેઓ પણ બહુ ખુશ થઈ ગયા. પોલીસ પ્રશાસન પણ હવે થોડાક કુણા પડ્યા અને ઠક્કર સાહેબે મોકો જોઇ એમના દીકરા સ્વપ્નિલને અને મને પ્રવેશ અપાવી દીધો. લતા દીદી સાથેના તસવીરો બતાવતો, એમનો વાતચીત કરતો ફોટા ખેંચવાનો મને મોકો મળ્યો. ખરેખર તે મારા માટે પણ આ પ્રસંગ અવિસ્મરણીય રહેશે. જેની સાથે છેક એરપોર્ટ સુધી અમે પહોંચ્યા. તેમની સાથે મળ્યા રુદયનાથજીએ પણ મારું નામ પૂછ્યું. એમણે કહ્યું કે તે આટલી ઝડપથી ફોટા છાપીને બતાવ્યા. ખુશ થયા. મારું પણ શૅર લોહી આ સાંભળીને ચડી ગયું હતું.  પછી તેઓ તો મુંબઈ કે પુના જવા માટે ઉપડી ગયા. છેલ્લે વધ્યા હરીશ ભીમાણી તેઓનું પ્લેન થોડું લેટ હતું એટલે તેઓ ઠક્કર સાહેબ સાથે વાતો કરતા થયા પછી થાક્યા એટલે અમે પણ વાતો કરવાની શરૂ કરી ... અને મહાભારતના સમયરૂપે અને તેઓનો  જે અવાજ સાંભળી,  અમે જેમને ચાહતા હતા, તેમની સાથે મનભરીને વાતો કરી. તેઓએ પણ મારા વિશે રસ રાખીને ઘણી બધી વાતો કરી. આ મુલાકાત ઠક્કર સાહેબની સાથે સાથે મને પણ જિંદગીભર યાદ રહી ગઈ છે.

https://m.facebook.com/story.php?story_fbid=102459761866539&id=100063075452312

Comments

Popular posts from this blog

The Indian Premier League (IPL) has been the most exciting and highly anticipated T20 cricket tournament in the world.

પરંપરાગત વાદ્ય અને આધુનિક વાદ્ય

એવા વિભીષણ દરેક રાજ્યમાં ચુંટણી સમયે મોટા અને #કદાવર નેતાઓ ગયેલા છે.