દિપાલી'ઝ ડિઝાઇન યોજાયું

જામનગરના ઘરચોળા વિના નવવધૂના સોળ શણગાર અધૂરા ગણાય અને રાજકોટના પટોળા વિના લગ્ન પ્રસંગ અધૂરો ગણાય. હાલની યુવાપેઢીને પાનેતરને બદલે દુલ્હન સ્પેશ્યલ "બ્રાઈડલ લહેંગા"નું ઘેલુ લાગ્યું હોય, ત્યારે વિદ્યાનગરમાં હીરાબા મહિલા મંડળ ખાતે યોજાનાર "દિપાલી'ઝ ડીઝાઈન" એક્ઝિબિશનની મુલાકાત લેવી પડે.
      આ એક્ઝિબિશનમાં પટોળા, સાડી, ચણિયા-ચોળી, લહેંગા, જામનગરની બાંધણી, રાજકોટના પટોળા, પૈઠણી સાડીની સાથે સાથે કુર્તી, લેગીંગ, પ્લાઝો, શરારા સહિતના ઉડીને આંખે વળગે તેવા વસ્ત્રો પરિધાનનું પ્રદર્શન જોવા મળશે.
       આ પ્રસંગે આણંદના સંગીતક્ષેત્રમાં પ્રખ્યાત એવા સંગીતકાર બ્રીજ જોષી અને આણંદ નગરપાલિકાના પૂર્વઉપપ્રમુખ અમીબેન દણાકના હસ્તે 23-જાન્યુઆરીના રોજ સવારે 10:00 કલાકે જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે.
      દુનિયાભરમાં પાટણના પટોળા જગવિખ્યાત છે અને એટલે જ શુધ્ધ રેશમથી રાજકોટમાં બનાવેલા પટોળા પાટણ જાય,  એટલે તેની કિંમત લાખોમાં થઇ જાય. કચ્છના જાણીતા અને પ્રખ્યાત ડિઝાઇનરો જે વસ્ત્રો પંચાવન થી સાઠ હજારમાં વેચાણ કરે, તેવા વસ્ત્રો જામનગર સ્થિત "દિપાલી'ઝ ડિઝાઇન"માં છથી સાત હજારમાં આસાનીથી મળી શકે છે. આમ જણાવતા દિપાલી વ્યાસે વધુમાં જણાવ્યું છે કે બ્રાઈડલ લહેંગામાં હિન્દુસ્તાનના ખ્યાતનામ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા અને પ્રિયંકા ચોપરાના લગ્નના વસ્ત્રો જેણે ડિઝાઇન કર્યા હતા તે સબ્યા સાચીના સ્ટુડિયોમાં જે અઢારલાખની કિંમતમાં મળે તેવા ડિઝાઇનર વસ્ત્રો જેવા હૂબહૂ વસ્ત્રો તમે "દિપાલી'ઝ ડિઝાઇન"માં માત્ર અઢાર હજારમાં ઉપલબ્ધ થઇ શકે તેમ છે. આ ઉપરાંત વિરાટ કોહલીએ પોતાના રિસેપ્શનમાં  જે શૉલ ઓઢી હતી, જેનો ઉપયોગ માન્યવર બ્રાન્ડમાં પણ મોટા મોટા પોસ્ટર સ્વરૂપે જોવા મળે છે. તેવા મટિરિયલમાંથી બનાવેલો બ્રાઈડલ લહેંગો આ પ્રદર્શનની વિશિષ્ટતા બની રહેશે.
     જામનગરના દિપાલી વ્યાસને વર્ષોથી વસ્ત્રોમાં અવનવું કરવાનું ગમતું આવ્યું છે અને એટલે જ તેઓએ કેટલાક નવીન વિચારો દ્વારા કોઈએ વિચાર્યું પણ ન હોય તેવા ચીકનકારી, લખનવી અને કાશ્મીરી ભરતકામનો ઉપયોગ કરી, જે તે પ્રદેશ-પંથકના કારીગરો પાસે તૈયાર થયેલ કાચા માલનો ઉપયોગ કરી બ્રાઈડલ વૅયર તૈયાર કર્યું છે. કચ્છી અજરખ પ્રિન્ટ કે જેમાં કાપડને રેતી પર પાથરીને બ્લોક પ્રિન્ટ કરાય છે, તેનો ઉપયોગ કરી બાંધણીમાં તેનું ફ્યુઝન એટલે કે મિશ્રણ કરી એક અલગ જ ભાત ઉપસાવે એવું કામ કરેલ છે. વળી મરાઠી પૈઠણી સાડી ઉપર બાંધણીની ભાત ઉપસાવી પોતાનો આગવો ચીલો ચાતર્યો છે. ગજી સિલ્ક બાંધણી, બનારસી, હાથ ભરત, આભલા અને ટીલડીનું કામ, મોતીનું ભરત, જરદોશી કામ કચ્છના બન્ની પ્રદેશનું આગવું ભરતકામ, કુંદન- જડતર કામ માટે કચ્છના ભૂજોડી, અંજાર ઉપરાંત જામનગર, કાલાવડ, રાજકોટના હાથવણાટના કારીગરો પાસેથી કાચો માલ મંગાવી, પોતાના દરજીઓ પાસે અંગત દેખરેખ રાખી કામ કરાવે છે.    
       જામનગરની બાંધણીમાં શિકારા બંધેજની કળા બહુ મુશ્કેલ કહેવાય છે. આમ તો બાંધણીમાં જે તે કાપડને દોરાથી બાંધવા એ જ કળા છે. આ કળામાં દિપાલીએ મહારત હાંસલ કરેલ છે. તેમાં તેઓ બાંધણી પ્રિન્ટ કર્યા પછી કુંદન અને જડતરનું  અઘરું કામ કરે છે. વળી ગજીનું કાપડ ખૂબ મોંઘું હોય એમાં હાથ-ભરતના ઘરચોળા બનાવવામાં આવે છે.   
          કોરોના મહામારીના સમયમાં લોકડાઉનમાં મળેલા ફુરસદના સમયનો સદુપયોગ કરીને ભરતકામના અને હાથ-વણાટના કારીગરોને પાસે બાંધણી અને ભરતકામવાળા "વેડિંગ માસ્ક" બનાવવાનું કામ સોંપી તેઓના ઘર-પરિવારને સાચવી લીધા છે.
             પટોળાની વિશેષતા જણાવતા દિપાલીએ કહ્યું કે ડબલ વણાટના ઈકત પટોળા ખૂબ જ મોંઘા હોય, એની લાખોમાં કિંમત હોય તેવા પટોળા તેમજ બાંધણી ઉપર હાથ-ભરત કરેલું હોય તેવા વસ્ત્રો અકલ્પ્ય ઓછા ભાવે વિદ્યાનગરના ભાઈકાકા સ્ટેચ્યુ પાસે આવેલા "હીરાબા મહિલા મંડળ" ખાતે આગામી ૨૩-૨૪-જાન્યુઆરી દરમ્યાન યોજાનારા પ્રદર્શનમાં ઉપલબ્ધ છે ઘરચોળા વિના નવવધૂના સોળ શણગાર અધૂરા ગણાય અને રાજકોટના પટોળા વિના લગ્ન પ્રસંગ અધૂરો ગણાય. હાલની યુવાપેઢીને પાનેતરને બદલે દુલ્હન સ્પેશ્યલ "બ્રાઈડલ લહેંગા"નું ઘેલુ લાગ્યું હોય, ત્યારે વિદ્યાનગરમાં હીરાબા મહિલા મંડળ ખાતે યોજાનાર "દિપાલી'ઝ ડીઝાઈન" એક્ઝિબિશનની મુલાકાત લઇ શકો છો.
      આ એક્ઝિબિશનમાં પટોળા, સાડી, ચણિયા-ચોળી, લહેંગા, જામનગરની બાંધણી, રાજકોટના પટોળા, પૈઠણી સાડીની સાથે સાથે કુર્તી, લેગીંગ, પ્લાઝો, શરારા સહિતના ઉડીને આંખે વળગે તેવા વસ્ત્રો પરિધાનનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે.
         દુનિયાભરમાં પાટણના પટોળા જગવિખ્યાત છે અને એટલે જ શુધ્ધ રેશમથી રાજકોટમાં બનાવેલા પટોળા પાટણ જાય,  એટલે તેની કિંમત લાખોમાં થઇ જાય. કચ્છના જાણીતા અને પ્રખ્યાત ડિઝાઇનરો જે વસ્ત્રો પંચાવન થી સાઠ હજારમાં વેચાણ કરે, તેવા વસ્ત્રો જામનગર સ્થિત "દિપાલી'ઝ ડિઝાઇન"માં છથી સાત હજારમાં આસાનીથી મળી શકે છે. આમ જણાવતા દિપાલી વ્યાસે વધુમાં જણાવ્યું છે કે બ્રાઈડલ લહેંગામાં હિન્દુસ્તાનના ખ્યાતનામ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા અને પ્રિયંકા ચોપરાના લગ્નના વસ્ત્રો જેણે ડિઝાઇન કર્યા હતા તે સબ્યા સાચીના સ્ટુડિયોમાં જે અઢારલાખની કિંમતમાં મળે તેવા ડિઝાઇનર વસ્ત્રો જેવા હૂબહૂ વસ્ત્રો તમે "દિપાલી'ઝ ડિઝાઇન"માં માત્ર અઢાર હજારમાં ઉપલબ્ધ થઇ છે. આ ઉપરાંત વિરાટ કોહલીએ પોતાના રિસેપ્શનમાં  જે શૉલ ઓઢી હતી, જેનો ઉપયોગ માન્યવર બ્રાન્ડમાં પણ મોટા મોટા પોસ્ટર સ્વરૂપે જોવા મળે છે. તેવા મટિરિયલમાંથી બનાવેલો બ્રાઈડલ લહેંગો આ પ્રદર્શનની વિશિષ્ટતા છે.
       આ પ્રસંગે આણંદના સંગીતક્ષેત્રમાં પ્રખ્યાત એવા સંગીતકાર બ્રીજ જોષી અને આણંદ નગરપાલિકાના પૂર્વઉપપ્રમુખ અમીબેન દણાક તથા જાણીતા આર્કિટેક્ટ કમલ પટેલ અને આણંદના ફેશન આઈકન અને નિવેદીતા ફાઉન્ડેશનના ચેરપર્સન નિપાબહેન પટેલના હસ્તે 23-જાન્યુઆરીના રોજ સવારે 10:00 કલાકે જાહેર જનતા માટે ખુલ્લું મુક્યું હતું. જેનો રવિવાર સુધી લાભ આણંદ, વિદ્યાનગર, કરમસદ અને આસપાસના વિસ્તારની જનતા લાભ લઇ રહી છે.
        જામનગરના દિપાલી વ્યાસને વર્ષોથી વસ્ત્રોમાં અવનવું કરવાનું ગમતું આવ્યું છે અને એટલે જ તેઓએ કેટલાક નવીન વિચારો દ્વારા કોઈએ વિચાર્યું પણ ન હોય તેવા ચીકનકારી, લખનવી અને કાશ્મીરી ભરતકામનો ઉપયોગ કરી, જે તે પ્રદેશ-પંથકના કારીગરો પાસે તૈયાર થયેલ કાચા માલનો ઉપયોગ કરી બ્રાઈડલ વૅયર તૈયાર કર્યું છે. કચ્છી અજરખ પ્રિન્ટ કે જેમાં કાપડને રેતી પર પાથરીને બ્લોક પ્રિન્ટ કરાય છે, તેનો ઉપયોગ કરી બાંધણીમાં તેનું ફ્યુઝન એટલે કે મિશ્રણ કરી એક અલગ જ ભાત ઉપસાવે એવું કામ કરેલ છે. વળી મરાઠી પૈઠણી સાડી ઉપર બાંધણીની ભાત ઉપસાવી પોતાનો આગવો ચીલો ચાતર્યો છે. ગજી સિલ્ક બાંધણી, બનારસી, હાથ ભરત, આભલા અને ટીલડીનું કામ, મોતીનું ભરત, જરદોશી કામ કચ્છના બન્ની પ્રદેશનું આગવું ભરતકામ, કુંદન- જડતર કામ માટે કચ્છના ભૂજોડી, અંજાર ઉપરાંત જામનગર, કાલાવડ, રાજકોટના હાથવણાટના કારીગરો પાસેથી કાચો માલ મંગાવી, પોતાના દરજીઓ પાસે અંગત દેખરેખ રાખી કામ કરાવે છે.    
       જામનગરની બાંધણીમાં શિકારા બંધેજની કળા બહુ મુશ્કેલ કહેવાય છે. આમ તો બાંધણીમાં જે તે કાપડને દોરાથી બાંધવા એ જ કળા છે. આ કળામાં દિપાલીએ મહારત હાંસલ કરેલ છે. તેમાં તેઓ બાંધણી પ્રિન્ટ કર્યા પછી કુંદન અને જડતરનું  અઘરું કામ કરે છે. વળી ગજીનું કાપડ ખૂબ મોંઘું હોય એમાં હાથ-ભરતના ઘરચોળા બનાવવામાં આવે છે.   
          કોરોના મહામારીના સમયમાં લોકડાઉનમાં મળેલા ફુરસદના સમયનો સદુપયોગ કરીને ભરતકામના અને હાથ-વણાટના કારીગરોને પાસે બાંધણી અને ભરતકામવાળા "વેડિંગ માસ્ક" બનાવવાનું કામ સોંપી તેઓના ઘર-પરિવારને સાચવી લીધા છે.
             પટોળાની વિશેષતા જણાવતા દિપાલીએ કહ્યું કે ડબલ વણાટના ઈકત પટોળા ખૂબ જ મોંઘા હોય, એની લાખોમાં કિંમત હોય તેવા પટોળા તેમજ બાંધણી ઉપર હાથ-ભરત કરેલું હોય તેવા વસ્ત્રો અકલ્પ્ય ઓછા ભાવે વિદ્યાનગરના ભાઈકાકા સ્ટેચ્યુ પાસે આવેલા "હીરાબા મહિલા મંડળ" ખાતે આગામી ૨૩-૨૪-જાન્યુઆરી દરમ્યાન  પ્રદર્શનનો લોકોએ મનભરીને લાભ લીધો હતો. 

Comments

Popular posts from this blog

The Indian Premier League (IPL) has been the most exciting and highly anticipated T20 cricket tournament in the world.

પરંપરાગત વાદ્ય અને આધુનિક વાદ્ય

એવા વિભીષણ દરેક રાજ્યમાં ચુંટણી સમયે મોટા અને #કદાવર નેતાઓ ગયેલા છે.