મજરૂહ સુલ્તાનપુરીના ગીતોનો ખજાનો

કામનો લૉડ ખૂબ ચડી ગયો હોય શનિ-રવિની રજાઓમાં પણ ઓફિસનું કામ ખેંચવા માટે રોકાયો હતો. એકલો જ હોવાને કારણે મોબાઇલમાં ગીતો સાંભળતાં સાંભળતાં કામ કરવાનું શરૂ કર્યું.  એમાં મને મજરૂહ સુલ્તાનપુરીના ગીતોનો ખજાનો હાથ લાગી ગયો. સો ગીતોના આ સંપૂટમાં એકથી એક ચડિયાતા અને આજના દિવસે ખૂબ જ રિલેવન્ટ ગણાય તેવા કર્ણપ્રિય અને મનના તારને ઝણઝણાવી નાખે તેવાં ગીતો સાંભળી, મન ખુશ થઈ ગયું.  એટલે એવું લાગ્યું કે "ગમતું મળે તો ભાઈ ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ". તો ચાલો તમને પણ આ મજરૂહ સુલ્તાનપુરીના ગીતોની લીંક મોકલી રહ્યો છું. youtubeની આ લીંકમાં જે તે ગીતને સ્કીપ કરવું હોય તો સગવડ છે, પરંતુ જો તમે ઔરંગઝેબ નહીં હોય તો એક પણ ગીત સ્કીપ કરવાનું મન નહીં થાય એની ગેરંટી છે.

https://youtu.be/HXd4floYyjY

Comments

Popular posts from this blog

વાતોના વડાં નહિં પણ નક્કર કામગીરી

રાજકોટ સ્થળોને

આપણે આશા રાખીએ કે ડાબી તરફ ઝૂકેલાં મકાનો પાછા સીધા થઈ જાય.