એવા વિભીષણ દરેક રાજ્યમાં ચુંટણી સમયે મોટા અને #કદાવર નેતાઓ ગયેલા છે.

લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, સ્વ.જશવંતસિંગ, યશવંત સિંહા આ બધા જ એક જ હરોળના ભાજપના કદાવર નેતાઓ છે. તે પૈકીના યશવંત સિંહાએ બંગાળમાં જઈ મમતા દીદીનો પાલવ કેમ ઝાલ્યો હશે? લોકોને એમ થતું હશે કે ભાઈ... "સાઠે બુદ્ધિ નાઠી" #યશવંત_સિન્હા એ ભાજપને દગો દીધો. બંગાળમાં અત્યારે ભાજપ પોતાની એડી-ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આવા ભાજપી નેતાઓ મમતા દીદીનો પાલવ કેમ ઝાલતા હશે. આ બાબતનું એક મારું નાનકડું અવલોકન....

પોતાની પાર્ટીના માણસો દ્વારા ગાળો ખાવાની.... માથા ઉપર વિભીષણનું લેબલ લાગશે... તેની જાણ હોવા છતાં...આ પ્રકારના કામ માટે તૈયાર થવું....અત્યાર સુધીની દરેક રાજ્યોની ચૂંટણીમાં #સાહેબ આવા પોતાની જાતને ન્યોછાવર કરીને પણ #પાર્ટી માટે કામ કરનારા માણસો પોતાના અંગત રાજકારણનો ભોગ આપીને પણ પાર્ટીને મજબૂત કરવા માટે કાર્ય કરતા હોય છે. સાહેબ.... એના માટે બહુ #હિંમત જોઈએ.

યશવંત સિન્હા જેટલા #જનસંઘી છે ને.... એટલા બીજા કોઈ ન હોઈ શકે .. . આ #રાજકારણ છે. #દુશ્મનનો #કિલ્લો ભેદવો હોય ને તો ઘરનો #વિશ્વાસુ માણસ જ સામેના મેદાનમાં મોકલવો પડે. જેથી ત્યાંની રણનીતિઓ અને કોણ કોણ તેમની સાથે છે. એ લોકો પાર્ટી ને કઈ રીતે વિચારી રહ્યા છે. એની ગતિવિધિઓની જાણકારી પોતાના ખેમામાં મોકલ્યા કરે એટલા માટે મોકલ્યા છે. તમે દરેક ચૂંટણીમાં જો જો.... એક ઘરનો માણસ સામે જતો જ હોય છે. આને જ #રાજકારણ કહેવાય. કહો તો ..... #ઉદાહરણ આપું?

ચૂંટણી માત્ર #સુફિયાણી વાતોથી નથી જીતાતી... કે માત્ર #વિકાસની વાતોથી જીતાતી નથી. એના માટેની ચોક્કસ રણનીતિઓ પણ અપનાવવામાં આવે છે. આવા જ પ્રકારની એક #રણનીતિનો ભાગ તમને જણાવું  કે... #૨૦૧૨ની ગુજરાત #વિધાનસભાની ચૂંટણી વખતે આપણા કેશુબાપાએ ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી હતી. અને ખૂબ જ ટૂંકા ગાળામાં તેમણે ભાજપની જેમ જ એનું પણ પ્રચાર તંત્ર સમગ્ર ગુજરાતમાં ગણતરીની મિનિટોમાં ગોઠવાઈ ગયું હતું. એનું કારણ શું? કારણ કે .... ભાજપે જેને ટિકિટ નથી આપી તેવા દૂણાયેલા પોતાના પાર્ટીના ઉમેદવારો કોંગ્રેસ કે અન્ય કોઈ પાર્ટીમાં સામેલ ના થઈ જાય, એટલા માટે આવા બળવાખોરોને સાચવી લેવા માટે ગુજરાત #પરિવર્તન પાર્ટીનું નિર્માણ કેશુ બાપાના નેતૃત્વ હેઠળ થયું. પટેલો ભયભીત છે તથા અન્ય મનભરીને ભાજપને ગાળો ભાંડી. એમને ખબર હતી કે આ પાર્ટીનો ઉમેદવાર જીતવાનો નથી. પરંતુ કમસેકમ પોતાની મૂળ પાર્ટીને મજબૂત કરવા માટે તેમણે આ નવો રાજકીય પક્ષ સ્થાપ્યો અને એના કારણે #કોંગ્રેસ એ #બળવાખોર મજબુત ઉમેદવારોને પણ પોતાના પડખે ના લઈ શક્યા. અને એના કારણે કોંગ્રેસને પોતાના જે હતાં તે જ એમના ઉમેદવારો સાથે કામ ચલાવવું પડ્યું.  આખરે #ભાજપ #ચૂંટણી જીત્યુ અને તમને ખબર હોય તો #નરેન્દ્ર_મોદી પહેલા #કેશુ_બાપાને મળવા ગયા હતા. થોડા સમય બાદ કેશુબાપાએ પોતાની ખરાબ તબિયતનું બહાનું કાઢી અને આ પાર્ટીના #અધ્યક્ષ પદેથી #રાજીનામું આપ્યું અને આખરે #ગુજરાત પરિવર્તન પાર્ટીનું ભાજપમાં #વિલીનીકરણ કરવામાં આવ્યું. એટલે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. આ બધા .... સાહેબ ચૂંટણીના #ખેલ હોય છે. અને આજે તમે જેને #દગાખોર #વિભીષણ કહો છો ને એવા વિભીષણ દરેક રાજ્યમાં ચુંટણી સમયે મોટા અને #કદાવર નેતાઓ ગયેલા છે.

https://www.facebook.com/436844186523042/posts/1682151438658971/?sfnsn=wiwspmo
#sohangbrahmbhatt #sohangdigital

Comments