freetmtemple શક્તિનાં કેન્દ્રોને પણ ખતમ કરાયા

આપણી માતા, પુત્ર, પુત્રી કે પત્નીને શું આપણે કમાણીનું સાધન ગણી શકીએ?
મુસ્લિમ આક્રાંતાઓ તો માત્ર મંદિરોના હીરા, ઝવેરાતની ધન-દોલત લુંટી ગયા,  પરંતુ અંગ્રેજો તો આપણી આસ્થા અને શક્તિનાં  કેન્દ્રોને પણ ખતમ કરી નાખ્યા.....

https://www.facebook.com/sohangdigitalanand/videos/2030421110429112/


              મંદિરો ક્યારેય માત્ર પૂજા આસ્થાના સ્થાન તરીકે મર્યાદિત નહોતા, પરંતુ તે ઊર્જા અને શક્તિના કેન્દ્રો હતા. ભારતમાં આવેલા વિવિધ મંદિરો ચોક્કસ ઉદ્દેશ સાથે બનાવવામાં આવ્યા હતા. તેની સાથે કેટલાંક વૈજ્ઞાનિક પ્રમાણો પણ જોડાયેલા છે. આ મંદિરોમાં સાધના કરવાથી વ્યક્તિમાં એક ચોક્કસ ઉર્જાનો સંચાર થતો હતો. 
           #ભારત આખા વિશ્વમાં #અગ્રેસર હતું. એ અગ્રેસરતા પાછળ ભારતનાં લોકોને ઉર્જાવાન બનાવવામાં મંદિરોનો બહુ મહત્ત્વનો ફાળો રહ્યો હતો. પરંતુ #આક્રમણકારીઓ દ્વારા અને છેલ્લે અંગ્રેજોની ગુલામીકાળ દરમિયાન તેઓએ મંદિરોની તમામ પવિત્રતા ખતમ કરી દીધી.  #મુસ્લિમ આક્રમણકારોએ માત્ર સોનું ચોરી ગયા, ધનદોલત ચોરી ગયા પરંતુ અંગ્રેજોએ ગુલામીકાળ દરમિયાન તો તેઓ બાકી બચેલા સોના, હીરા સહિત આપણી આસ્થાઓને પણ કચડી નાંખવાનું જઘન્ય કૃત્ય કર્યું છે. મધ્ય અને ઉત્તર ભારતમાં તો સૌથી વધુ નુકસાન આક્રમણકારીઓ દ્વારા થયેલું છે. જોકે #દક્ષિણ ભારતના મંદિરો આ આક્રાંતાઓથી બચી જવા પામ્યા છે. પરંતુ અંગ્રેજોએ જે આખા હિન્દુસ્તાનમાં રાજ કર્યું એ દરમિયાન તેઓએ દક્ષિણની મંદિરોની આ સાધનાનાં ધરોહરનું પણ સત્યાનાશ કરી દીધું.      

             આજે પણ મંદિરોની મૂળભૂત ઉદ્દેશ સાથેની જાળવણી કરવામાં નથી આવતી. અત્યારે આજે પણ જો માત્ર તામિલનાડુની વાત કરીએ તો 87% મંદિરો #સરકાર હસ્તક છે. આજે આઝાદીના 70 વર્ષ દરમિયાન પણ મંદિરો સરકાર હસ્તક છે. આપણે એક #ધર્મનિરપેક્ષ રાષ્ટ્રમાં રહીએ છીએ. સરકાર પાસે આ મંદિરનો વહીવટ કેમ છે? કોઈએ આ બાબતે વિચાર્યું? બસ આગુ સે ચલી આઈ રીત કી તરહ... આ મંદિરો સરકાર હસ્તક છે. 
                 પરંતુ અસલમાં ૧૮૧૭માં #અંગ્રેજ હકૂમતે મંદિરોને રેવન્યુ હેઠળ દાખલ કર્યા. તેઓને ભારતમાં આ મંદિરોની શક્તિ કે તેની #આસ્થા સાથે કોઈ લેવા-દેવા નહોતી. એમને તો માત્ર તેની આવક ઉપર જ ડોળો હતો. એટલે તેમણે આ મંદિરોને #રેવન્યુ ડિપાર્ટમેન્ટ હેઠળ રાખ્યા. 
https://www.facebook.com/sohangdigitalanand/videos/2030421110429112/


તેની આવક પણ મેળવતા રહ્યા. આજે આપણે એ જ ધારાને આગળ ચલાવી #તામિલનાડુ સરકાર આ મંદિરનો વહીવટ કરે છે. બહુ દુઃખની વાત કહેવાય. શું આપણે આપણી માતા, પુત્ર કે પત્નીને આવકનું સાધન ગણી શકીએ? એ આપણી ધરોહર ગણી શકાય... તો એવી જ રીતે શું મંદિરોને પણ રેવન્યુ ગણી શકાય? એ પણ આપણી ધરોહર જ છે. મંદિરોની મૂળભૂત ઉદ્દેશ સાથેની જાળવણી એ આજના સમયની માંગ છે. આજે સિત્તેર વર્ષ પછી પણ આ ઉર્જા કેંદ્રોને સરકારે અણઘડ વહીવટ કરીને મૃતપાય અવસ્થામાં કરી નાખ્યા છે. એ જોઈને સાચો ભારતીય કકળી ઊઠે.
           આપણું શરીર #પાંચ_મહાભૂતનું બનેલું છે. આ પાંચ મહાભૂતને શુદ્ધ કરવા માટેના પાંચ શક્તિ કેન્દ્ર સમાન મંદિરો તમિલનાડુ અને #આંધ્રપ્રદેશમાં છે. પરંતુ  તેનો સમન્વય સાથે જ એનો ઉપયોગ સાધનાની રીતે કરવામાં આવે તો તેનો ખરો ઉદ્દેશ સરે. પરંતુ એ પાંચેય મંદિરોનો અલગ અલગ વહીવટદારો દ્વારા વહીવટ થાય છે. તેમનો આંતરિક સમન્વય ન હોવાના કારણે તેનો ખરો અર્થ સરતો નથી. એનો એક દાખલો કાફી છે કે 
           જો કોઈ અમીર વ્યક્તિ પાસે રૉલ્સ રૉયસ હોય અને એના મૃત્યુ બાદ તેના પાંચ દીકરા #રૉલ્સ_રૉયસના પાંચ ભાગ પાડી અને પછી જણાવે મારી પાસે પણ રૉલ્સ રૉયસ છે. ટુકડાઓમાં વહેંચાયેલ રૉલ્સ રૉયસ ક્યારેય સાબુત ગણી શકાય? તેવું જ આ મંદિરોનું છે. આ એક એવો વિવાદાસ્પદ વિષય છે કે જ્યારે આ મંદિરોનો એના મૂળભૂત ઉદ્દેશ સાથે જાળવવાની વાત આવે ત્યારે એમાં વાંક દેખા લોકોને એવું દેખાય છે કે આ મંદિરો પાછા ભક્તોને અર્પણ કરવામાં કોઈનો લાભ હોઈ શકે. જમીન કે તેની પાછળની રેવન્યુ કમાવાનો ઉદ્દેશ હોઈ શકે. પરંતુ ખરેખર એવું નથી. મંદિરોની ધનદોલત તો અંગ્રેજો લૂંટી ગયા. હવે જે બાકી બચ્યું છે, તેના #શક્તિ કેન્દ્રોને હવે હાલની આપણી લોકશાહીવાળી સરકાર તેને ખતમ થઈ કરી રહી છે. ત્યારે સમય પહેલા હવે જાળવવાનો સમય આવી ગયો છે. 
               મંદિર બચાવવા ખૂબ જરૂરી છે. એ દરેક ભારતીયનો મૂળભૂત અધિકાર છે. જે તે સમયે #જૈન_મંદિરો #ગુરુદ્વારા કે #મસ્જિદ #દરગાહને પણ અંગ્રેજોએ પોતાના તાબા હેઠળ લેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ એ જે તે સમુદાય દ્વારા તેનો પ્રચંડ વિરોધ થયો, એના કારણે એ સમુદાયના ધાર્મિક સ્થાનો પર અંગ્રેજો કબજો જમાવી શક્યા નહીં. પરંતુ #હિન્દુઆસ્થા પર તેઓએ આધિપત્ય જમાવ્યું. હિન્દુ મંદિરોને તાબામાં રાખી અને એની આવક લૂંટી. આજે સિત્તેર વર્ષ બાદ લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર પણ એ જ ધારો અપનાવી રહી છે. ત્યારે આ મંદિરોને મુક્ત કરવામાં આવે એ જ આજના સમયની માંગ છે. 
              એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રમાં કેવી રીતે શક્ય બને કે મંદિરોનો વહિવટ સરકાર કરી હોય!!!. સરકાર તો ધર્મનિરપેક્ષ છે. મારા મત-મુજબ  ખરો ધર્મનિરપેક્ષ મત એવો કહેવાય કે... 
           "કોઇ સરકારે મંદિરોમાં દખલ ન દેવી જોઈએ અને મંદિરોએ રાજકારણમાં દખલ ન દેવી જોઈએ". બધા પોત પોતાના યોગ્ય સ્થાને રહે તે ખુબ જરૂરી છે.
#sohangbrahmbhatt #sohangdigital #mahashivratri ##beawakebeawaked #freetmtemple

Comments