ગુજરાતના સુપ્રસિદ્ધ જાણીતા કટાર લેખક
હમણાં મારે એક ગુજરાતના સુપ્રસિદ્ધ જાણીતા કટાર લેખકની વોલ ઉપર કોઈ બાબાના પડી ગયા બાબતનો રસપ્રદ લેખ વાંચવા મળ્યો. જેના કૉમેન્ટમાં કોઈ ભાઈ સાહેબે તેઓશ્રીના વિચાર સાથે મેળ ન ખાતી હોય તેવી કોમેન્ટ બાબતે એકદમ તોછડાપણું દાખવતો રીપ્લાય વાંચી... ને હું વિચારે ચડી ગયો કે આ લેખક શ્રીને હું શું કહું અને આ કઈ પહેલી વખત નહીં..... અગાઉના પણ તેમના લેખ વિષે કોમેન્ટ આપનારને ઉતારી પાડતો કે તેમના વિચારોને અનુકૂળના હોય તેવાઓને ઝાટકી નાખતો રીપ્લાય જોઈ મને એમ થતું હતું કે આટલા મોટા જ્ઞાની માણસ કેમ વિવેક-ભાન ભૂલી ગયો છે. જ્ઞાનનું અભિમાન હોવું એ એક બાબત છે. જ્ઞાનનો ફેલાવો કરવો તે બીજી બાબત છે. જ્ઞાનની સાથે વિવેકભાન પણ જાળવવું એ કદાચ બહુ અઘરી બાબત હોઈ શકે એવું મને અત્યારે આ લેખકના કોમેન્ટ બાબતના પ્રતિભાવો જોઈ લાગી રહ્યું છે. વિચાર ભેદ હોઈ શકે પણ તેનો અર્થ એવો નહીં કે કોઈને શબ્દોના ચાબુક ફટકારીને ઉતારી પાડવો. પોતાની પાસે રહેલી શક્તિઓનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ એ પણ શીખવું જોઈએ. એનું ભાન કોણ કરાવશે? કારણ કે આ જ લેખક મહાશય સાથેનો મારો એક પ્રસંગ મને અત્યારે યાદ આવી રહયો છે કે .... હું જ્યારે મળ્યો હતો ત્યારે તેઓ સૌરાષ્ટ્રના એક રજવાડી ગામમાં કહેતા હતા. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર ના મુખ્ય શહેરમાં વસવાટ કરી રહ્યા છે..... હવે તે રજવાડી ગામના તેઓશ્રીના ઘરમાં અમે મળ્યા અને વાતો કરતા-કરતા મધરાત પડી ગઈ પણ વાતો ખૂટી નહિ, અમે હવે છૂટા પડવા માટે ઉભા થયા અને ઘરની બહાર નીકળ્યા છતાં અમારી વાતો.... શાસ્ત્રાર્થની ચાલુ જ રહી. વાતોમાં અમે એવા ખોવાઈ ગયા હતા કે આસપાસના લોકોને પણ અમારી વાતોને કારણે ખલેલ પહોંચતી હશે કે કેમ તે ભૂલી ગયા હતા. ત્યારે એ રજવાડી ગામના રહેવાસી અને આ લેખક મહાશયના પડોશી રાજપુત બાપુએ ખૂબ જ શાલીનતાપૂર્વક તેઓના નામ સાથે ભાઈ શબ્દ લગાવી ખૂબજ નમ્રતાપૂર્વક અમોને જણાવ્યું ને વાતને ટૂંકાવવાનો ઇશારો કરી દીધો કે.... જેનો અર્થ એવો થાય કે હવે ભાઈ બસ કરો.... અમને ઉંઘવા દો. હવે આ પ્રસંગ મને આજના દિને એટલા માટે યાદ આવી ગયો કે એ રજવાડી ગામના એ ક્ષત્રીય જેમનો મૂળભૂત સ્વભાવ જ ક્રોધી હોય, દરબારો મોટેભાગે જોવા મળે છે કે તેઓને જો ન ગમતી વાત હોય તો તે ક્રોધે ભરાય, સામેવાળાને હતો ન હતો કરી નાખે. પોતાની શક્તિનો ઉપયોગ કરીને સામેવાળાનું દમન કરી શકે તેવા શક્તિવાન હોવા છતાં તેઓએ પોતાનો આ મૂળભૂત ગુણધર્મ છોડીને એક ખાનદાન રાજપૂતને છાજે તેમ અમોને મધરાતે ટોકનાર વ્યક્તિ.... જો ધારત તો અમને ગાળાગાળી કરીને પણ અમારી વાતચીત બંધ કરાવીને આઘાપાછા કરી શક્યા હોત. પરંતુ મહેમાનોની આગળ પાડોશી નીચા ન દેખાય તે માટે એક ખાનદાન રાજપૂતને છાજે તેમ શાલીનતાપૂર્વકનું વર્તન મને યાદ આવી રહ્યું છે. આ લેખક મહાશયનુ ગૌરવ જળવાય, પોતાના પાડોશીનું મહેમાનો આગળ ખરાબ ન દેખાય તે માટે તેઓએ પોતાના ગુસ્સા પર કંટ્રોલ રાખીને પણ અમોને વાત ટૂંકાવવાનો ઇશારો કરી દીધો. શું આ વાત લેખકના ધ્યાનમાં નહીં આવી હોય? આ ઘટના બાદ પણ શું લેખકે પોતાનું સ્વમૂલ્યાંકન ન કરવું જોઈએ? હવે આ ઘટના બાદ તેઓએ પોતાના ઉપર કોઈ ધડો લેવાને બદલે ઘરની ધોરાજી ચલાવનાર માટે હવે હું શું વધારે કહું !!!!! કારણકે આ લેખક મહાશયને કોઈ શિખામણ પચતી નથી. જો કોઈ શિખામણ આપવા જાય તો સામો જનોઈવઢ ઘા કરવામાં પોતાનું શૂરાતન દાખવે છે. જ્ઞાનનો અગાધ સાગર હોવા છતાં જો વિવેક ના હોય તો પતન નિશ્ચિત હોય છે. જેમ કે રાવણ પણ જ્ઞાની જ હતો, પણ તે વિવેક ચૂક્યો એટલે તેનું પતન થયું, પણ આ ભાઈ સાહેબને કોણ સલાહ આપે!! જો સલાહ આપવા જઈએ તો દુર્વાસા મુનિ બનીને ક્રોધિત થઈ જાય અને જો ક્રોધિત થઈને શ્રાપ આપે તો આપણે ભસ્મ થઈ જઈએ એટલે મને ભસ્મ થઈ જવાની બીક લાગે છે. ..... પણ આ લેખક મહાશયની એ જે તે વોલમાં ... જે વાત મને ના ગમી હોય તો તે કે તમણે ઘસાતું લખનારને તો શબ્દસ: ઉતારી પાડ્યો પણ જેના વિશે વખાણ કરતા હોય તેવો લેખ લખ્યો છે. તેમને તેઓએ પણ મૂળમાં તો તે કોથળામાં પાનશેરી જ મારી છે. કારણ કે મૂળ લેખક મહાશયનો જે તે બાબાનો વખાણ કરવાનો ઇરાદો દેખાતો જ નથી. જો ખરેખર વખાણ કરવાનો ઇરાદો હોય તો એમની કોમેન્ટમાં જે તે મિત્ર વર્તુળ દ્વારા બાબાને ઉતારી પાડતી, અસહજ કોમેન્ટમાં આલેખક મહાશયે પોતાની મૂક સંમતિ દેખાડી છે. ચડી-ચૂપ રહ્યા છે... તે જોઈને ચોક્કસ એવું પ્રતીત થાય કે આ લેખક મહાશય પણ બાબાની આ ઘટના બાબતે પાશવી આનંદ મેળવી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ પોતાના વિચારો વ્યક્ત કરવા માટે આઝાદ છે, પણ જો પોતાના વિશે કદાચ કોઈ ઘસાતું લખાય તો તેની સામે જનોઈવઢ ઘા કરવો.... એ જ્ઞાનનું જરા વધુ પડતું અભિમાન જણાઈ આવતું હોઈ શકે. હવે આ લેખક મહાશયનો ઘરમાં શું કોઈ કાન પકડનાર નહીં હોય? કારણ કે જ્યારે કોઈ છોકરૂ આડા પાટે જતું હોય તો જેમ માં કાન પકડીને એને સીધા પાટે ચઢાવતુ હોય છે. ત્યારે આવા આડા ફાટતા કર્મવીરોને તો ઘરના જ સીધાદોર કરી શકે બહારના લોકો માટે તો એ અનગાંઠેબલ હોય. કોઈ ને ગાંઠે જ નહીં, કોઈનું કહ્યું માને જ નહીં.... હવે એક આડ વાત .... આ બાબતે કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં.... જેમ કદાચ નમાયા છોકરાને માનું વ્હાલ ના મળ્યું હોવાથી હરાયા ઢોરની જેમ રખડતા થઈ જનારે તાબડતોબ કોઈક ખીલે બંધાઈ જવું જોઈએ.... કારણ કે ખીલે બંધાવાથી માણસ ઠરેલ બને છે... માનવસહજ નબળાઈને કારણે કેટલીક ઈન્દ્રિયો શાંત કરવી ખૂબ જરૂરી હોય છે... તે પોતાના અને સમાજના હિતમાં હોય છે... કારણ કે જેની ઈન્દ્રિયો શાંત નથી થતી તેવા લોકો પૈકી કેટલાક શારીરિક તો કેટલાક માનસિક અત્યાચાર આચરતા કીસ્સા રોજેરોજ છાપામાં વાચવા મળે છે.... પોતે બોલે તે જ બ્રહ્મવાક્ય ... બાકી બીજા બધાનો બક્વાસ .... હું જ બ્રહ્મ !!!! આવા લોકો માટે એવું કહી શકાય કે તેઓની કદાચ કેટલીક ઈન્દ્રીયો હજુ શાંત પડી નહીં હોય... ઇન્દ્રિયોને શાંત પાડવા માટે કોઈ યોગ ગુરુ બાબાનો સંપર્ક સાધવો જોઈએ. ???!!! .... @આપનો મિત્ર .... @સોહંગ બ્રહ્મભટ્ટ.
Comments
Post a Comment