રાજીવ દીક્ષિતની વિશેષતા
હમણાંનું કેટલાક રાષ્ટ્રવાદી લોકો સામેનુ અભિયાન ચાલી રહ્યું છે. ક્યાંક તો એમને ઉતારી પાડવા અથવા તો એમની વાતો ને મજાકમાં લેવી... તેઓ પૈકીના એક એવા રાજીવ દીક્ષિતની વાતને કેટલાક લોકો મજાકમાં ખપાવી રહ્યા છે. આજે મારે ફક્ત એટલું જ કહેવું છે કે રાજીવ દીક્ષિતની જે વાતોની મજાક ઉડાવાય રહી છે, તે લોકોએ કદાચ રાજીવ દીક્ષિતને પૂરેપૂરા વાંચ્યા સાંભળ્યા કે સમજ્યા લાગતા નથી. રાજીવ દીક્ષિત એક એવી વ્યક્તિ છે કે જ્યારે કોઈ સ્વદેશીની વાત કરવા માટે પણ તૈયાર નહોતું ત્યારે આ વ્યક્તિએ સ્વદેશીનો પરચમ લહેરાવવા ગામેગામ પોતાના કાર્યક્રમો દ્વારા લોકોમાં જનજાગૃતિ કેળવવાનું કાર્ય કર્યું હતું વળી તેઓની વાતો માત્ર હવામાં ગપગોળા નહીં પરંતુ આપણા શાસ્ત્રોનો આધાર લઈ જે તે મૂલ્યોનું સીધી અને સરળ ભાષામાં અને વળી રોચક રીતે સામાન્ય જન માનસને પણ સમજાય તેવી રીતે કરી રહ્યા હતા. દુનિયાભરની મલ્ટીનેશનલ કંપનીઓ પોતાનો માલ વેચવા માટે જાહેરાતના જોરે જે કચરો આપણા દેશમાં ઠાલવી રહી હતી, તેની સામે તેમણે એક સરસ મજાનું વિશિષ્ટ અભિયાન ચલાવ્યું હતું અને એક રૂપિયાનો ખર્ચો કર્યા વગર આપણા રસોડામાંની જ વસ્તુઓનો ઉપયોગ કરીને પોતાનું સ્વાસ્થ્ય કેવી રીતે સારું કેવી રીતે થાય વળી સ્વાસ્થ્ય જ સારું નહીં પરંતુ આપણે માંદા જ ન પડીએ તે માટે કેવા ઉપાયો કરવા જોઈએ.... શું ખાવું જોઈએ.... શું પીવું જોઈએ તેની સરસ મજાની જ્ઞાનવર્ધક વાતો તે ફેલાવી રહ્યા હતા. વળી તેઓ એ લોકોનું આરોગ્ય સુધારવા માટે ભાગવતજી ના હોય કે અન્ય શાસ્ત્રોનો વાંચ્યા પરખવા માટે ...તેને લોકો સુધી પહોંચાડતા પહેલા તેઓ આ તત્થોને કેટલાક વૈજ્ઞાનિકો સાથે તેનો સંશોધન કર્યું તેના પરિણામો મેળવ્યા. જાત અનુભવ અને એના કેટલાક દર્દીઓ પર કરેલા પ્રયોગોના અનુભવના આધારે તેમણે લોકોને આ બાબતે જાગૃતિ કેળવવાનો સરસ મજાનું કામ કર્યું હતું તેમના સમયના આ અભિયાન ની વાત કરીએ તો એ સામા વહેણે તરવાની વાત કહી શકાય તેમ છે. તે સમયનો રાજકીય માહોલ પણ સ્વદેશી તરફી ન હતો અને મલ્ટિનેશનલ કંપનીઓના તાબા હેઠળ કામ કરતા રાજકીય આગેવાનો વિરુદ્ધ પોતાની વાત મક્કમતાથી કહેવી... એના માટે જીગરમાં ભારે હામ પણ જોઈએ. અને એની કિંમત પણ તેમણે ચૂકવી દીધી. પરંતુ આ દુનિયા કરતા પહેલા તેમણે કરેલા કાર્યો અને તેઓના પ્રવચન દ્વારા જે જ્યોત જગાવી છે તેના માટે માત્ર એટલું જ કહી શકાય કે....ॐ सर्वे भवन्तु सुखिनः
सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु
मा कश्चिद्दुःखभाग्भवेत् ।
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
Comments
Post a Comment