શટર હેપ્પી દ્વારા હેટ્રિક
આજે એક ફોટોગ્રાફીના વિષય ઉપર બનેલા "શટર હેપ્પી" ફેસબુક ગ્રુપ દ્વારા ખુશીઓની હેટ્રિક મને આપી દીધી. હમણાં ગત અઠવાડિયે લાગલગાટ મેં સાસણગીરના પ્રવાસ દરમિયાન લીધેલી કેટલીક તસવીરો તથા તેની છણાવટ સાથેની વિગતો પોસ્ટ કરી હતી. જે પૈકી કાળી પણ કામણગારી કોયલના ફોટાને best photo of the week અને બાળ ચિતલના ફોટાને photo of the week માં સ્થાન મળ્યું, અને ખુશીઓના છોગા રૂપ બાળ ચિતલના ફોટાને "શટર હેપ્પી ગ્રુપ"ના cover photo રૂપે મારા નામની ક્રેડિટ સાથે મૂકીને મને ત્રણ ગણી ખુશીઓની હેટ્રિક આપી દીધી છે. જોકે આ બાબતે એટલું સાચું છે કે આ બધામાં " પ'ઈની પેદાશ નહિ ને ઘડીની નવરાશ નહી" જેવું ગણાય, પણ છતાંય લાઈક, કોમેન્ટ અને ઉપરાંત આ રીતે ગ્રુપના સભ્યોને એક પ્રકારનું પ્રોત્સાહન પણ મળે છે અને એડમીન પોતાના ગ્રુપ પ્રત્યે કેટલો જાગૃત છે, તેનો પડઘો પણ આવા પ્રકારના સાપ્તાહિક શ્રેષ્ઠ ફોટાનું એક સંકલન કરીને પોસ્ટ મૂકે છે તેના દ્વારા જણાઈ આવે છે.
Comments
Post a Comment