મોર પિંછાથી રળિયામણો
કૃષ્ણ કાનુડાને મોરપીંછ એટલાં બધા ગમતાં કે કનૈયાએ તેને પોતાના મુગટમાં સ્થાન આપી દીધું. કનૈયાના ચિત્રમાં જો મુગટમાં મોરપીંછ ના હોય તો તે ચિત્ર અધૂરું ગણાય. એટલે જ કૃષ્ણ ભક્તિના સુપ્રસિદ્ધ મંદિરોની બહાર તમને આ મોરપીંછનો વેપલો કરતા વ્યાપારીઓ અને ફેરિયાઓ ઢગલાબંધ જોવા મળશે. મોરપીંછથી બનાવેલી વિવિધ વસ્તુઓ, વીંઝણો કે અન્ય એવી ઘણી સાજ સજાવટની વસ્તુઓ વેચાતી જોવા મળે છે. આમ જોવા જઈએ તો પક્ષીના પીંછા એ આપણા નખ જેવું કામ કરે છે, જે કાળક્રમે જુના થતા પીંછાઓ ખરતા જાય, નવા નવા આવતા જાય. પરંતુ તે તેના શરીરનાં અભિન્ન અંગ તો હોય જ છે. કૃષ્ણને પ્રિય છે તેટલા માટે તેના પીંછાનો આ રીતનો વેપાર કરવો... આમ જોવા જાવ તો ગેરકાયદે પણ ગણાય. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તેની જાળવણી માવજત એ આપણા સૌની ફરજ છે. પરંતુ મોટે ભાગે લોકો આવી બાબતો પ્રત્યે આંખ આડા કાન કરતા હોય છે. જેટલી સજાગતા સિંહ કે અન્ય જાનવરોને કનડગત કે તેના શરીરના અંગો માટે તેની હત્યા પણ કરી નાખનારા પ્રત્યે કાયદો લાલ આંખ કરે છે, એટલી સજાગતા તંત્ર દ્વારા આ મોરના પીંછાનો વેપલો કરનારાને નાથવા માટે જોવા મળતી નથી. તેનો એક પ્રસંગ હું તમને જણાવું કે અમારા આણંદ જિલ્લાનું મિતલી ગામ મોર પક્ષીની બહોળી હાજરી માટે પ્રખ્યાત છે. આણંદ થી મીતલી જતી સરકારી બસના અગ્રભાગ ઉપર મોરનું cutout પણ મૂકેલું છે. જેના દ્વારા દૂરથી જ ખબર પડી જાય કે મિતલી ગામની બસ આવી રહી છે. પરંતુ મને યાદ છે કે થોડાક વર્ષો પહેલા આ મિતલી ગામમાં ૮ થી ૧૦ મોરના ટપોટપ મૃત્યુ થવા માંડ્યા હતા. જેનો થોડાક સમય સુધી ઉહાપોહ થયો, પરંતુ છેલ્લે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. મોર પણ સમયાંતરે પોતાના પીંછા બદલતો હોય છે અને એવા પડેલા પીંછા વીણવામાં કોઈ વાંધો ન હોઈ શકે. પરંતુ તેનું મોટાપાયે વેચાણ કરવા માટે મોરને આખે આખો બાંડો કરી દેવાનો? અને એને બાંડા કરવા દરમિયાન પીંછા ખેંચતી વખતે એ મોરને શું દર્દ નહીં થતું હોય? અને આવા નિર્દયતાપૂર્વક ખેંચેલા પીંછાંથી બનાવેલા વિંઝણા કે અન્ય કોઈ ચીજથી કયો કનૈયો કે કાનુડો રાજી થવાનો છે!!! ...... અને એટલે જ હું કહું છું કે ...... મોર તેના પીંછાથી રળિયામણો .... પણ બધા પીંછા તો કૃષ્ણ ભક્તિમાં વપરાઈ ગયા .... અને વન ખાતું વાંસળી વગાડતું રહી ગયું.... બોલો .... શ્રી દ્વારકાધિશની જય......
સોહંગ બ્રહ્મભટ્ટ ના સૌને જય શ્રીકૃષ્ણ.
Lord Krishna liked the peacock feather so much that Lord Kanaiya gave it a place in his crown. In Lord Kanaiya's picture, if there is not a peacock feather in the crown, that picture is considered incomplete. That's why outside the famous temples of Lord Krishna devotion, you will see heaps of traders and hawkers waving this peacock feather. A variety of items made from peacock feathers, wings or other decorative items are sold. If we look at it like this, the feathers of a bird act like our nails, which over time get older, the feathers fall off and new ones come. But it is an integral part of his body. Trading of peacock's feathers this way for as much as the Krishna's loves? ...it is also considered illegal. The peacock is our national bird. Keeps preserving and keeping well maintain in proper manner is the duty of all of us. But most of peoples turn a blind eye to such matters. As much as the law turns a blind eye to those who harass or even kill a lion or other animal for its body parts, so much vigilance is not seen by the system to curb the peacock's feathers. On one occasion, let me tell you that Mitli village in our Anand district is famous for its wide presence of peacocks. A peacock cutout is also placed on the front of the government bus going from Anand to Mitli. Through which it is known from a distance that the bus of Mitli village has arrived. But I remember a few years ago, 8 to 10 peacocks started dying in this Mitli village. Which was "uhapoh" for a while, but finally nothing takes action about that incident. Peacocks also change their feathers from time to time and there is no problem in weaving such fallen feathers. But to sell it all at once? And why doesn't the peacock feel pain while pulling the feathers while binding it? And which Lord Krishna or kanudo is going to be happy with such a cruelly drawn feather or something else ...... and that's why I say that ...... peacock is looks beautiful with its feathers .... but all feathers are used in devotion to Lord Krishna .... and the forest department kept playing the flute .... so please speak .... "Dwarkadhish" long live ......
Sohang Brahmbhatt Karamsad.
कृष्ण भगवान को मयूर का पंख इतना पसंद था कि कनैयाने इसे अपने मुकुट में जगह दी। कनैया की तस्वीर में, अगर मुकुट में मयूर का पंख नहीं होता है, तो उस तस्वीर को अधूरा माना जाता है। यही कारण है कि कृष्ण भक्ति के प्रसिद्ध मंदिरों के बाहर, आप इस मयूर पंख को लहराते हुए व्यापारियों और फेरीवालों के ढेर देखेंगे। मोर के पंखों, या अन्य सजावटी वस्तुओं से बने विभिन्न प्रकार के आइटम बेचे जाते हैं। अगर हम इसे इस तरह देखें, तो एक पक्षी के पंख हमारे नाखूनों की तरह काम करते हैं, जो समय के साथ बड़े हो जाते हैं, पंख गिर जाते हैं और नए आते जातें हैं। लेकिन यह उनके शरीर का अभिन्न अंग तो होता ही है। मयूर के पंखों का इस तरह से व्यापार करना कृष्ण को प्रिय है ... अगर आप इसे इस तरह से देखते हैं, तो इसे अवैध भी माना जाता है। मयूर हमारा राष्ट्रीय पक्षी है। इसे बनाए रखना हम सभी का कर्तव्य है। लेकिन ज्यादातर लोग ऐसे मामलों से मुंह मोड़ लेते हैं। जितना कानून किसी और वन्य शरीर के अंगों के लिए किसी शेर या किसी अन्य जानवर को परेशान करने या यहां तक कि मारने वालों के लिए एक कानून के रखवाले नज़र रखता है, उतना ही सतर्कता मयूर के पंखों को बेचने पर रोकथाम के लिए प्रणाली तन्त्र द्वारा नहीं देखी जाती है। एक अवसर पर, मैं आपको बता दूं कि हमारे आणंद जिले का मितली गाँव मयूर की व्यापक उपस्थिति के लिए प्रसिद्ध है। आनंद से मितली जाने वाली सरकारी बस के आगे मयूर का कटआउट भी लगाया गया है। जिसके माध्यम से दूर से ही पता चल जाता है कि मितली गाँव की बस आ रही है। लेकिन मुझे याद है कुछ साल पहले, इस मितली गाँव में 8 से 10 मोर अचानक मरने लगे थे। जो थोड़े समय के लिए वो मामला गरमाया था, लेकिन आखिर में वो मामला शांत हो गया था। मोर समय-समय पर अपने पंख भी बदलते रहते हैं और ऐसे गिरे हुए पंखों को बुनने में कोई समस्या नहीं होती है। लेकिन मयूरपंख को पूरा बंधन बनाने के लिए इसे थोक में बेचना? और जब बैंडिंग के दौरान पंख कोई जबरदस्ती खींचता है तो क्या मोर को दर्द क्या नहीं होता होगा? और कौन से कनैया या लाला को ऐसी बेरहमी से खींचे गए पंखों से बनी किसीभी चिजों से खुश होने वाले है ...... और इसीलिए मैं कहता हूं ...... मोर अपने पंखों से सुन्दर दीखता हैं ...... लेकिन सारे पंख तो कृष्ण भक्ति में उपयोग हो गये .... और वन विभाग बांसुरी बजाते रह गये .... इस लिए बोलिये .... श्री द्वारकाधीश की जय ......
सोहँग ब्रह्मभट्ट का जय श्री कृष्ण
Comments
Post a Comment