Human vision of Chital
એવું કહેવાય છે કે કોયલ ક્યારેય પોતાના ઈંડા ને સેવતી નથી. તે પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકી જાય છે.... અને નર કોયલનો પહાડી અવાજ પરોઢિયે ચાર વાગ્યે અચૂક સાંભળવા મળે... પરોઢિયે તેનો અવાજ સાંભળી તમે ઘડિયાળ પણ સેટ કરી શકો છો. જેના ઘરની આસપાસ કોયલનો માળો હોય તેઓને આ માલુમ હશે. વળી નર કોયલ કાળો પણ કામણગારો હોય અને તેની લાલ આંખ જોતાં જ ગમી જાય. જ્યારે માદા કોયલ કાબર ચિતરી. નરના મુકાબલે તેનું રૂપ થોડું ઓછું તો કહેવાય. માનવી સિવાય અન્ય તમામ પ્રજાતિઓમાં નર રૂડો રૂપાળો જયારે માદા એના પ્રમાણમાં થોડીક ઓછી રૂપાળી હોય. પ્રકૃતિએ નિયમ જ એવો ઘડ્યો છે કે માદાને આકર્ષવા માટે રૂપ અને અવાજ બંને નરને છૂટે હાથે આપ્યા હોય છે. ફક્ત માનવીઓમાં બધુ જ ઉંધુ જોવા મળે છે.
Photo taken on 23-12-2017
Nikon D90, 70-300mm lens.
Location: On way Tulsi Shyam Dham, Gir forest, Gujarat.
Comments
Post a Comment