ऑनलाइन कारोबार में उन्नति की संभावनाएं ઑનલાઇન વ્યવસાયમાં ઉન્નતિની સંભાવનાઓ

ऑनलाइन कारोबार में उन्नति की संभावनाएं

"रोटी, कपड़ा और मकान" गृहस्थ मनुष्य जीवनभर अपनी आवश्यकताओंकी पूर्ति करता रहता है।  पहले के जमाने में बहुत कम चीजों से काम चल जाता था।  क्योंकि उस समय बाजार में संसाधनों की भारी कमी थी।  आजकल प्रौद्योगिकी के आगमन के साथ, बाजार न केवल रोटी और कपड़ों की बहुतायत के साथ उभर रहे हैं, बल्कि महत्वपूर्ण वस्तुएं भी हैं जो जीवन को बहुत सुविधाजनक बनाती हैं।  कहावत "एक नूर आदमी, एक हजार नूर कपड़ा"  अब साकार हो गया है।  कुछ लोग कुछ खरीदने की ललक को तोड़ने के लिए अनावश्यक चीजें भी खरीद लेते हैं, चाहे वह जीवन के लिए ज़रुरी हो या ना हो। कभी-कभी अनावश्यक चीजों के लिए, लेकिन जेब में पैसे का साथ हो तो कोई मुश्किल अपने पे काबू रख पाता है।


 पुराने दिनों में खरीदारों को घर से बाजार तक पहुंचना पड़ता था।  लेकिन आज टेक्नोलॉजी के आने से जीवन की ऐसी जरूरत की चीजें खरीदना बहुत आसान हो गया है और घर में बैठे बैठे मिलना शुरु हो गई है।  अगर आप घर के लिए जरूरी और महंगी चीजें खरीदना चाहते हैं, तो घर के सभी सदस्यों बाजार में खरीदारी के लिए बाहर जाते थे।  साथ ही घर के मुखिया के सामने पूरे गांव में घूमने के बाद आपको किस दुकान में अच्छी वस्तु मिलती है?  किस दुकानदार का क्रेडिट अच्छा है?  साथ ही, तीन या चार दुकानों में कीमतों की तुलना करना, उस ब्रांड के लिए पूछताछ करना, यह पता लगाना कि कौन सा खरीदार बिक्री के बाद बेहतर सेवाएं प्रदान करेगा, कुछ ऐसी व्यावहारिक लेकिन आवश्यक बातों का ध्यान रखना पड़ता था।  इसलिए कभी-कभी एक चिज को पाने के लिए पूरा दिन बर्बाद हो जाता था।  लेकिन आज के आधुनिक युग में ऑनलाइन मार्केट शॉपिंगने पूरा माहौल ही बदल कर रख दिया है।


       हमने देखा होगा कि ऑनलाइन बिक्री वाले ई-कॉमर्स प्लेटफॉर्म पर, हम उस वस्तु के एक से अधिक विक्रेता देखते हैं। जिसे हम खरीदना चाहते हैं, जो हमारे लिए एक ही क्लिक में उपलब्ध है।  साथ ही उस वस्तु के चारों ओर से प्रदान की गई तस्वीरों को देखकर, हम यह भी देख सकते हैं कि हम क्या खरीदना चाहते हैं।  और वह कौन सा ब्रांड है?  यह क्या विशेषता है!  साथ ही इन्हें पिछले खरीदारों ने ऊस पर कैसी प्रतिक्रिया दी है!  इसके बारे में पढ़कर हम यह तय कर सकते हैं, कि इस वस्तु को खरीदना है या नहीं।  यही ऑनलाइन बिजनेस का सबसे बड़ा फायदा है और यही वजह है कि ज्यादा से ज्यादा लोग ऑनलाइन शॉपिंग की तरफ रुख कर रहे हैं।  इसलिए आज का ऑनलाइन कारोबार फलफूल रहा है।

 

      ऑनलाइन कारोबार में कुछ बहुराष्ट्रीय कंपनियों का दबदबा है।  सबसे लोकप्रिय नामों में से एक अमेज़न है।  दूसरा है फ्लिपकार्ट।  इसके अलावा कई अन्य भारतीय कंपनियां भी अपने-अपने तरीके से बाजार में ग्राहकों को अपने उत्पाद पेश कर रही हैं।  यहां तक ​​कि भारत के सबसे प्रतिष्ठित व्यापारिक समूहों में से एक 'टाटा' ने भी अब टाटाक्लिक के जरिए ऑनलाइन कारोबार में कदम रखा है।  वहीं रिलायंस जियोमार्ट के जरिए बाजारमें अपनी  हिस्सेदारी, अपने तरीके से बढ़ा रही है।


        उपभोक्ताओं के लिए स्थानीय बाजारों की तुलना में ऑनलाइन बाजार में कम कीमत और घर बैठे पसंदीदा वस्तुओं मिल रही है। ऑनलाइन में  सामान की गुणवत्ता का पता लगाना बहुत अधिक सुविधाजनक और आसान हो गया है।  परंपरागत रूप से अपना खुद का व्यवसाय चलाने वाले भी अब इस ऑनलाइन व्यवसाय में उतरने की सोच रहे हैं, इसलिए जिन्होंने ऑनलाइन व्यवसाय शुरू किया है, वे इसका मीठा फल चख रहे हैं।  आज, कई स्थानीय व्यवसायिक स्थानीय और ऑनलाइन दोनों तरह से अपना माल बेच रहे हैं और अपनी बिक्री और राजस्व बढ़ाने की पहल कर रहे हैं।  इसके लिए आवश्यक ई-कॉमर्स प्लेटफॉर्म भी ऐसे छोटे बड़े व्यापारियों की जरूरतों को ध्यान में रखते हुए सेवाएं प्रदान कर रहा है।  ऑनलाइन सेलर्स के लिए एक ई-कॉमर्स प्लेटफॉर्म भी उपलब्ध है।  बहुराष्ट्रीय कंपनियों के अलावा, भारतीय ई-कॉमर्स प्लेटफॉर्म भी विक्रेताओं को अपना माल बेचने के लिए एक सुविधाजनक मंच प्रदान करता है।  इनमें से कौन सा प्लेटफॉर्म चुनना है, यह कई बार भ्रमित करने वाला भी होता है।  तो सबसे पहली बात एक विक्रेता को ध्यान में रखनी चाहिए कि ई-कॉमर्स प्लेटफॉर्म हमें क्या सुविधाएं दे रहा है और साथ ही बिक्री के दौरान कमीशन का कितना प्रतिशत काटा जाएगा क्योंकि हम ग्राहक को बाजार में बिक्री के लिए जो आइटम हो उसके मूल्य के अलावा उन कंपनियोंका कमीशन राशि जोड़ने के बाद ही बिक्री की किंमत तय कर सकते हैं। हमारे उत्पादों को ई-कॉमर्स प्लेटफॉर्म पर बिक्री के लिए उपलब्ध होने के आधार पर कम कमीशन के साथ बिक्री के लिए अधिक लाभदायक हो सकता है।  साथ ही हमारे माल की बिक्री बढ़ाने के लिए उन प्लेटफार्मों के माध्यम से विज्ञापन और अन्य प्रयासों से भी लाभ उठा सकते हैं।  ई-कॉमर्स प्लेटफॉर्म पर हमारे द्वारा बिक्री के लिए रखी जाने वाली वस्तुओं का प्रदर्शन और अन्य लेआउट एक बहुत ही महत्वपूर्ण हिस्सा है।  उस प्लेटफॉर्म पर आकर्षक रूप से व्यवस्थित तरीके से वस्तुओं के विवरण जब ग्राहक इसे देखता है तो वह खरीदने के लिए ललचाता है।  इसके अलावा, अगर हम अन्य चीजों के बारे में बात करते हैं, तो क्या हम ई-कॉमर्स प्लेटफॉर्म पर बिक्री के लिए ऐसी वस्तुओं को और कहां और कैसे बेच सकते हैं, इस पर तरीके या मार्गदर्शन प्राप्त कर सकते हैं?  कौन देता है यह जानना भी जरूरी है।  क्योंकि ग्राहक अपनी मर्जी से खरीदता है।  फिर ग्राहक को अपनी दुकान पर लाना भी एक कला है।  इसके लिए हमें न केवल ई-कॉमर्स प्लेटफॉर्म, बल्कि अन्य माध्यमों तक भी पहुंच बनाने की आवश्यकता है।  उसके लिए एक बहुत ही प्रभावी माध्यम है, सोशयल मीडिया।  जब सोशयल मीडिया की बात आती है, तो सबसे पहले जो नाम दिमाग में आता है वह है फेसबुक, इसके बाद इंस्टाग्राम और गूगल का नाम आता है।  इसके अलावा और भी कई ऐसे बड़े और छोटे मीडिया हैं, जिसके माध्यम से हमारे उत्पादों को ऑनलाइन बिक्री के लिए प्रदर्शित किया जा सकता है, इन उत्पादों के व्यापक प्रचार और प्रसार के कारण से इन सभी माध्यमों से ग्राहक हम तक पहुंचते हैं। जिससे आखिरकार हमारा कारोबार बढ़ता है।


ઑનલાઇન વ્યવસાયમાં ઉન્નતિની સંભાવનાઓ

रोटी कपड़ा और मकान માણસ પોતાની જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ પોતાના સમગ્ર માનવ જીવન દરમ્યાન ખરીદતો રહેતો હોય છે. પહેલાના જમાનામાં બહુ ઓછી વસ્તુઓથી કામ ચલાવી લેવામાં આવતું હતું. કારણકે તે વખતે બજારમાં સંશાધનોની ભારે કમી હતી. અત્યારે હાલના જમાનામાં ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થવાથી માત્ર રોટી કપડા ઓર મકાન જ નહીં, પરંતુ મહત્વની હાલના જીવનને ખૂબ જ અનુકૂળ આસાન બનાવી દે તેવી ચીજવસ્તુઓની ભરમારથી બજારો ઉભરાઈ રહ્યા છે. "એક નૂર આદમી, હજાર નૂર કપડાં" એ કહેવત હવે સાચા અર્થમાં સાર્થક થઇ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. જીવનજરૂરી અને ક્યારેક બિનજરૂરી કામની હોય કે ન હોય, પરંતુ ખિસ્સામાં નાણાં હોય એટલે કંઈક ને કંઈક ખરીદવાની જે ચળ ઉપડી હોય, તે ચળ ભાંગવા માટે કેટલાક લોકો બિનજરૂરી ચીજો પણ ખરીદી લેતા હોય છે.

         ખરીદદારો માટે પહેલાના જમાનામાં ઘરેથી નીકળીને બજાર સુધી આંટો મારવો પડતો હતો. પરંતુ હાલની ટેકનોલોજીના માધ્યમથી આજે આવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવી એ ખૂબ જ આસાન અને ઘરબેઠા આંગળીના ટેરવા ઉપર આવીને અટકી ગઈ છે. ચીજ વસ્તુઓ ખરીદવી હોય અને તેમાંય ઘર માટે જરૂરી અને મોંઘી ચીજવસ્તુ લેવાની હોય તો આખા ઘરના બધા જ સભ્યો બજારમાં ખરીદી કરવા નીકળી પડે. વળી ઘરનાં વડીલ પહેલા આખા ગામમાં ફરીને કઈ દુકાનમાં સારી ચીજ મળે છે? કયા દુકાનદારની શાખ સારી છે? વળી ત્રણ ચાર દુકાનોમાં કિંમતની સરખામણી કરવાની, જે તે બ્રાન્ડ માટે પૂછપરછ કરવાની, વેચાણ પછીની સેવાઓ કયો દુકાનદાર સારી રીતે આપશે, તેની જાણકારી મેળવવાની, આવી કેટલીક વ્યવહારું પરંતુ જરૂરી એવી બાબતોની ધ્યાન રાખવું પડતું. એટલે જ એકાદ વસ્તુ લેવા માટે ક્યારેક આખો દિવસ વેડફાઇ જતો. ત્યારે આજના આધુનિક જમાનામાં ઓનલાઈન માર્કેટ ખરીદીએ આખો માહોલ જ બદલી નાખ્યો છે.

              આપણે જોયું હશે કે ઓનલાઇન વેચાણ ધરાવતા ઇ-કોમર્સના પ્લેટફોર્મ પર આપણે ખરીદવા માટે માગતા જે તે ચીજ વેચનારા એક કરતાં અનેક, એક સાથે આપણને ઉપલબ્ધ દેખાય છે. સાથે સાથે તે વસ્તુના ચારે બાજુથી પાડેલા ફોટા જોઈ, આપણે ખરીદવા માંગતી ચીજને આભાસી રીતે પણ નજીકથી જોઈ શકીએ છીએ. વળી એ ચીજ કઈ બ્રાન્ડની છે! તેની શું વિશેષતા છે! તેમજ આ અગાઉ ખરીદનારાઓએ આ ચીજ માટે કેવા પ્રતિભાવ આપ્યા છે! તે વિશે વાંચીને આ વસ્તુ ખરીદવી કે ન ખરીદવી તેનો નિર્ણય આપણે લઈ શકીએ છીએ. આ ઓનલાઈન વ્યવસાયનો સૌથી મોટો ફાયદો છે, અને એટલે જ ક્રમશઃ લોકો ઓનલાઇન ખરીદી તરફ વળી રહ્યા છે. એટલે જ આજનો ઓનલાઇન વ્યવસાયનો ઉદ્યોગ હરણફાળ ભરી રહ્યો છે.
    ઓનલાઇન વ્યવસાયમાં કેટલીક બહુરાષ્ટ્રીય કંપનીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી વધુ લોકમુખે ચડેલું કોઈ નામ હોય તો તે એમેઝોન છે. બીજા નંબરે ફલીપકાર્ટનું આવે છે. આ સિવાય પણ અન્ય નાની મોટી ઘણી ભારતીય કંપનીઓ પણ બજારમાં પોતપોતાની રીતે ગ્રાહકોને ઓનલાઇન ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવાની સેવા આપી રહી છે. આપણા ભારતના સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ જૂથ ટાટા પણ હવે ઑનલાઇન વ્યવસાયમાં ઊતરી ચૂક્યા છે. સાથે સાથે રિલાયન્સ પણ જીયોમાર્ટ દ્વારા પોતાની રીતે માર્કેટ શેર વધારી રહી છે.

     સ્થાનિક બજારો કરતા ઓનલાઈન બજારમાં જે તે ચીજવસ્તુઓની ગુણવત્તા તેમજ તેની કિંમત અને પોતાને મનગમતી ચીજવસ્તુ ઘેર બેઠા મળી રહે, એ બાબત ગ્રાહકો માટે ખૂબ જ અનુકૂળ અને આસાન બની ગઈ છે. ત્યારે માત્ર પરંપરાગત રીતે પોતાનો ધંધો ચલાવનારા પણ હવે આ ઓનલાઇન બિઝનેસમાં ઝંપલાવવા માટે વિચારી રહ્યા છે, તો જેણે ઝંપલાવ્યું છે તેઓ તેના મીઠા ફળ ચાખી રહ્યા છે. આજે કેટલાય સ્થાનિક દુકાનદારો પોતાની ચીજ-વસ્તુઓ સ્થાનિક તેમજ ઓનલાઇન બંને રીતે વેચાય અને પોતાનું વેચાણ વધારી આવક વધારવાના પ્રયાસોમાં પહેલ કરી રહ્યા છે. આ માટે જરૂરી ઈ-કોમર્સ પ્લેટફોર્મ પણ આવા નાનામોટા વેપારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સેવાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. ઓનલાઇન વેચાણકારો માટે ઈ-કોમર્સનું પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ ઉપરાંત ભારતીય ઈ-કોમર્સ પ્લેટફોર્મ પોતપોતાની રીતે વેચાણકારોને પોતાની ચીજ વસ્તુઓ વેચવા માટેની સગવડ અને એક સારું પ્લેટફોર્મ પુરૂં પાડે છે. આ પ્લેટફોર્મ પૈકી કોની પસંદગી કરવી એ પણ ક્યારેક મુંઝવણ ઊભી કરી દે છે. તો આ અંગે વેચાણ કરનારે સૌથી પહેલી એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જેતે કોમર્સ પ્લેટફોર્મ આપણને કઈ કઈ સગવડ આપી રહ્યું છે તેમજ વેચાણ દરમિયાન કેટલા ટકા કમિશન કાપશે કારણ કે આપણે વેચાણ કિંમત ઉપરાંત તેઓના કમિશનની પણ રકમ ઉમેર્યા બાદ જ આપે એ ચીજને બજારમાં વેચાણ માટે ગ્રાહકને ઉપલબ્ધ કરાવાય હો એ મુજબ જેનું કમિશન ઓછું હોય જેવા  ઈ કોમર્સ પ્લેટફોર્મ પર આપણી ચીજવસ્તુઓ વેચાણ માટે મૂકીએ તો તે વધારે નફાકારક બની શકે છે. સાથે સાથે આપણે ચીજવસ્તુઓના વેચાણને વધારવા માટે જે તે પ્લેટફોર્મ દ્વારા જાહેરાત અને અન્ય પ્રયાસના લાભ પણ આપણને મળી શકે છે. ઈ-કોમર્સના પ્લેટફોર્મ પર આપણે વેચવા માટે મુકેલી ચીજવસ્તુઓનું ડિસ્પ્લે અને અન્ય લેઆઉટ ખૂબ અગત્યનો ભાગ છે. કારણ કે જે તે પ્લેટફોર્મ પર આકર્ષક રીતે ગોઠવાયેલી ચીજો જ્યારે ગ્રાહક જુએ છે ત્યારે તે ખરીદવા માટે લલચાય છે. ઉપરાંત અન્ય બાબતમાં પણ જો વાત કરીએ તો આવા માત્ર ઈ-કોમર્સના પ્લેટફોર્મ પર વેચાણ માટે મુકેલી ચીજવસ્તુઓ અન્ય કયાં અને કેવી રીતે વેચી શકાય એના રસ્તાઓ કે માર્ગદર્શન મળી શકે છે? કોણ આપે છે, એ પણ જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે ગ્રાહક તેની મનમરજીથી ખરીદ કરતો હોય છે. ત્યારે એક ગ્રાહકને આપણી દુકાન સુધી લાવવો એ પણ એક કળા છે. તે માટે માત્ર ઈ-કોમર્સ પ્લેટફોર્મ નહીં, પરંતુ અન્ય માધ્યમો સુધી પણ આપણી પહોંચ હોવી ખુબ જરૂરી છે. એ માટે ખૂબ જ અસરકારક માધ્યમ છે, સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયાની વાત કરીએ તો સૌથી પહેલું નામ યાદ આવે ફેસબુક ત્યાર બાદ ત્રીજા ક્રમે ઈન્ટાગ્રામ અને ત્રીજું નામ આવે ગુગલ. આ સિવાય પણ આવા અન્ય નાના-મોટા કેટલાય માધ્યમો છે. જેના દ્વારા ઑનલાઇન વેચાણ માટે આપણી ચીજવસ્તુઓ પ્રદર્શિત કરી શકાય છે આ ચીજવસ્તુઓનો બહોળો પ્રચાર અને પ્રસાર થવાથી આ તમામ માધ્યમો મારફતે ગ્રાહકો આપણા સુધી પહોંચે છે. આખરે આપણો વ્યાપાર વધે છે. 


Comments