મૂળ કોંગ્રેસ તો 1971માં પૂરી થઈ ગઈ હતી.

કોંગ્રેસના જે મોવડી મંડળમાં સ્થાન પામેલા તેવા ટોચના ૨૩ નેતાઓએ જમ્મુમાં જાહેરસભા યોજી પોતાની જ પાર્ટી સામે બાંયો ચડાવી છે. મોદી રાજના શાસન બાદ કોંગ્રેસ ક્રમશઃ ઘસાતી આવી છે. ક્ષીણ થતી ગઈ છે. રાજ્ય હોય કે રાષ્ટ્રીય સ્તર હોય કોંગ્રેસનું પર્ફોમન્સ સાવ તળિયે જોવા મળી રહ્યું છે. એક પછી એક ચૂંટણીઓમાં કારમી હાર જોઈને, તેમજ કાયમ ઊંધા પ્રવાહે ચાલતા રાહુલ ગાંધીને જોઈ કોંગ્રેસ પાર્ટીમાં અસંતોષનો ચરુ તો કેટલાય વખતથી ઊકળતો હતો. જે આજે સપાટી પર આવી ગયો છે. જો આમને આમ જ ચાલ્યું તો કોંગ્રેસને ભૂંસાઈ જતા વાર નહી લાગે.  એટલે જ આ કોંગ્રેસી નેતાઓએ કેસરીયો સાફો ધારણ કરી, પોતાની પાર્ટીની નેતાગીરીને પડકારી છે. 
                 આ નેતાઓ ગમે તેટલી ઉછળકૂદ કરી લે, પણ ગાંધી પરિવાર સિવાય કોઈનો ય ગજ  વાગવાનો નથી. કારણકે ૧૮૮૫માં સ્થપાયેલી મૂળ કોંગ્રેસ તો ઇન્દિરાના રાજમાં ૭૫માં આવેલી ઈમરજન્સી પછીની ૭૭ની ચૂંટણીમાં જનતા પાર્ટીએ હરાવી દીધા પછી મૂળ કોંગ્રેસ તો ખતમ થઇ ગઇ હતી. 
             કોંગ્રેસનો જો  ઇતિહાસ તપાસીએ તો જણાશે કે ૧૯૫૨થી ૧૯૭૧ સુધી મૂળ કોંગ્રેસનું  ચૂંટણી ચિન્હ હળ સાથેના બે બળદનું હતું.  ત્યારબાદ ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસ (આર) નામની નવી પાર્ટી બનાવી. જેનું ચૂંટણી ચિન્હ ગાયને ધાવતું વાછરડું હતું. ત્યાર બાદ ૧૯૭૭માં ફરી એકવાર કોંગ્રેસનું વિભાજન થયું અને કોંગ્રેસ (આઈ) નામની નવી પાર્ટી ઇન્દિરા ગાંધી દ્વારા સ્થાપવામાં આવી. જેનું ચૂંટણી ચિહ્ન પંજો હતું. જે આજ સુધી આપણે સૌ જોઈ રહ્યા છીએ
             એટલે જ ઇન્દિરા ગાંધીએ અલગ ચોકો રચી કોંગ્રેસ (આઈ) નામની નવી પાર્ટી બનાવી હતી.  જેમાં નવી બોટલમાં જુનો દારૂ ભરીને મૂળ કોંગ્રેસીઓને પોતાની કોંગ્રેસ (આઈ) પાર્ટીમાં સામેલ કરી દીધા.  ૭૮માં ફરી એક વાર સત્તા હાંસલ કરી અને આ જ ઈન્દીરા કોંગ્રેસ આગળ જતા દેશની પ્રથમ નંબરની પાર્ટી બની ગઈ. આખરે કોંગ્રેસ (આઈ)ને જ મૂળ કોંગ્રેસ તરીકેનો ખિતાબ ભારતના ઈલેકશન કમિશને ૧૯૮૪માં આપી દીધો. ઇન્દિરા ગાંધીએ રચેલી કોંગ્રેસ (આઈ) અને તેનો ચૂંટણી ચિન્હ પંજો આજ સુધી ચાલતો આવે છે. વળી ૭૮માં જીત બાદ છેક ૧૯૯૬ સુધી કોંગ્રેસ (આઈ) તરીકે જ આ પાર્ટી ઓળખાતી રહી.  આખરે કોંગ્રેસની પાછળનું ફુમતાં તરીકે લાગતો (આઈ) ૧૯૯૬ પછી ખેરવી દેવામાં આવ્યો.
            જેમ દરેક પાર્ટીનું એક બંધારણ હોય છે. નિયમો હોય છે. હવે જ્યારે ઇન્દિરા ગાંધી પોતાની અલગ પાર્ટી બનાવતી હોય તે વખતે સ્વાભાવિક છે કે પોતાનો અને પોતાના પરિવારનો હોલ્ટ કાયમ ખાતે રહે અને એટલે જ તેણે પાર્ટીના બંધારણમાં નિયમ મુક્યો હશે કે આ પાર્ટીનો મુખ્ય સંચાલક તો ગાંધી પરિવારનો હોવો જોઈએ.  એટલે જ મૂળ કોંગ્રેસીઓ ગમે તેટલા ઉછળકૂદ કરે. પરંતુ તેમને મુખ્ય સંચાલકનો હોદ્દો તો ક્યારેય મળવાનો નથી. કારણ કે આ ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ પાર્ટી છે. નહીં કે મૂળ કોંગ્રેસ..... મૂળ કોંગ્રેસ તો 1971માં પૂરી થઈ ગઈ હતી.

Comments

Popular posts from this blog

વાતોના વડાં નહિં પણ નક્કર કામગીરી

રાજકોટ સ્થળોને

આપણે આશા રાખીએ કે ડાબી તરફ ઝૂકેલાં મકાનો પાછા સીધા થઈ જાય.