આપણા ગુજરાતમાં આવેલા જેટલા પ્રાકૃતિક સ્થળો છે, તેના રખ-રખાવ માટે પ્રકૃતિપ્રેમીઓએ આગળ આવવું જોઈએ. આ સ્થળોને વધુ સુંદર કેવી રીતે બનાવી શકાય તેવા પ્રયાસો કરવા માટેના આયોજન ગોઠવી શકાય, તેમજ આ સ્થળોએ વધુ ને વધુ પ્રવાસીઓ એટલે કે પ્રકૃતિપ્રેમીઓ મુલાકાત લે, તે માટે તેના પ્રચાર-પ્રસારનું વ્યવસ્થિત આયોજન ગોઠવી પ્રકૃતિપ્રેમીઓની એક ટીમ બનાવી નક્કર આયોજન ગોઠવી શકાય. દાખલા તરીકે હિંમતનગર પાસેનો પોળો ફોરેસ્ટમાં હજારો મુલાકાતીઓ પ્રવાસીઓ તેમજ પ્રકૃતિપ્રેમીઓ આવતા-જતા હોય છે. પરંતુ મેં જોયું છે કે ત્યાંનાં ફોરેસ્ટ ખાતા વાળા માત્ર ઓફિસમાં બેસી રહેવાની કામગીરી બજાવતા હોય છે. તેથી વધુ કોઇ કામગીરી તેઓની મેં જોઈ નથી. તો આવી જગ્યાને પ્રકૃતિ પ્રેમીઓની સંસ્થાઓ દ્વારા દત્તક લેવામાં આવે, એટલે કે સરકારને સંસ્થા દ્વારા પ્રપોઝલ આપીને જે તે સ્થળને રખ-રખાવ માટેની તેમજ તેની સુંદરતા બરકરાર રાખવા માટે એક કરાર કરી શકાય. જેના દ્વારા તે સ્થળ તેની નૈસર્ગિક અવસ્થા જાળવી રખાય. દાખલા તરીકે એ પોળો ફોરેસ્ટનો વિસ્તાર જો પ્રકૃતિ પ્રેમીઓના હસ્તક આવ્યો તો એ વિસ્તારને પ્લાસ્ટિક ફ્રી ઝોન બનાવી, ત્યાંના નાના દુકાનદારો, ઠેલાવાળા, લારીવાળા...
Comments
Post a Comment