ચરોતરમાં વડીલને "દાજી" તરીકે ઓળખવાનો રિવાજ છે

આપણા ચરોતરમાં વડીલને "દાજી" તરીકે ઓળખવાનો રિવાજ છે...ઘરના કે ગામના વડીલોને "દાજી" તરીકે સંબોધન કરવામાં આવે છે... આવા જ એક "દાજી" તરીકે ઓળખાતા કમલેશભાઈ પટેલને સાંભળવાનો મોકો મળી રહ્યો છે... ત્યારે માનવમનને ખુશ રાખવાની બિલકુલ સરળ અને આસાન વાત તેમણે આ વિડીયોમાં જણાવી છે.... જેમાંથી હું જેટલું સમજ્યો... તેનો ભાવાનુવાદ આ મુજબ છે...
જેમ આપણે નાના બાળકોએ ત્યારે રમકડાંથી આપણું મન પ્રફુલ્લિત થઇ જતું હોય છે. થોડા મોટા થઈએ એટલે મિત્રોની વચ્ચે આપણે આનંદિત રહેતા હોઈએ છીએ. હજુ વધુ મોટા થતા પોતાની કારકિર્દી વિ. અને ભૌતિક સુખોની આપૂર્તિ કરવા માટે દોડાદોડ કરતાં હોઈએ છે. ત્યારે બધું જ મેળવી લેવા છતાંય ક્યાંક ક્યાંક કશુંક અંદરથી ખૂટતું હોય એવું લાગે. તેને માણવાનો કે  મૂળભૂત આનંદ ક્યારેક આ બધી જ જદ્દોજહદમાં ભુલાઈ જતો હોય. ત્યારે મને એવી રીતે કેળવવું જોઈએ કે...આપણી આશા અને આકાંક્ષાઓને આપણે એટલી બધી વધારી મૂકી છે. જેના કારણે તે પૂરી ના થાય અને તેના કારણે માણસ તેની પૂરી કરવા માટે ઝઝૂમતો રહે અને એમાં ખરેખર નિષ્ફળતા મળે ત્યારે હાથે કરીને દુઃખી થાય... આ પ્રણાલી લગભગ અત્યારે દરેકને સતાવી રહી છે. પજવી રહી છે, ત્યારે ઓછામાં ઓછી જરૂરિયાત અને ઓછામાં ઓછી આશા અપેક્ષાઓ સાથે મનને આનંદિત કેવી રીતે રાખી શકાય... કોઈની પાસેથી મેળવવા કરતાં, કોઈકને આપવાની જો ભાવના કેળવાય તો તમને મનનો આનંદ એટલે કે સુખની પ્રાપ્તિ થઇ શકે છે.

Comments

Popular posts from this blog

વાતોના વડાં નહિં પણ નક્કર કામગીરી

રાજકોટ સ્થળોને

આપણે આશા રાખીએ કે ડાબી તરફ ઝૂકેલાં મકાનો પાછા સીધા થઈ જાય.