Posts

The Indian Premier League (IPL) has been the most exciting and highly anticipated T20 cricket tournament in the world.

  The Indian Premier League (IPL) has been the most exciting and highly anticipated T20 cricket tournament in the world. Every year, the IPL attracts the best cricket players from around the world, who come together to showcase their skills and compete for the coveted IPL trophy. With the 2022 IPL now in the rearview mirror, fans are eagerly looking forward to the 2023 edition of the tournament. The 2023 IPL is expected to be another exciting season of cricket, with several changes and new additions to the tournament. For starters, the 2023 IPL is set to have two new teams, which will increase the total number of teams from 8 to 10. The two new teams are likely to be based in Ahmedabad and Lucknow, which will give the IPL a wider reach and help the tournament expand its fanbase. Another change that fans can expect in the 2023 IPL is the return of the traditional home and away format. The 2020 and 2021 IPLs were played entirely in the United Arab Emirates (UAE) due to the COVID-19 p...

ऑनलाइन कारोबार में उन्नति की संभावनाएं ઑનલાઇન વ્યવસાયમાં ઉન્નતિની સંભાવનાઓ

ऑनलाइन कारोबार में उन्नति की संभावनाएं "रोटी, कपड़ा और मकान" गृहस्थ मनुष्य जीवनभर अपनी आवश्यकताओंकी पूर्ति करता रहता है।  पहले के जमाने में बहुत कम चीजों से काम चल जाता था।  क्योंकि उस समय बाजार में संसाधनों की भारी कमी थी।  आजकल प्रौद्योगिकी के आगमन के साथ, बाजार न केवल रोटी और कपड़ों की बहुतायत के साथ उभर रहे हैं, बल्कि महत्वपूर्ण वस्तुएं भी हैं जो जीवन को बहुत सुविधाजनक बनाती हैं।  कहावत "एक नूर आदमी, एक हजार नूर कपड़ा"  अब साकार हो गया है।  कुछ लोग कुछ खरीदने की ललक को तोड़ने के लिए अनावश्यक चीजें भी खरीद लेते हैं, चाहे वह जीवन के लिए ज़रुरी हो या ना हो। कभी-कभी अनावश्यक चीजों के लिए, लेकिन जेब में पैसे का साथ हो तो कोई मुश्किल अपने पे काबू रख पाता है।  पुराने दिनों में खरीदारों को घर से बाजार तक पहुंचना पड़ता था।  लेकिन आज टेक्नोलॉजी के आने से जीवन की ऐसी जरूरत की चीजें खरीदना बहुत आसान हो गया है और घर में बैठे बैठे मिलना शुरु हो गई है।  अगर आप घर के लिए जरूरी और महंगी चीजें खरीदना चाहते हैं, तो घर के सभी सदस्यों बाजार में खरीदारी के लिए ब...

એવા વિભીષણ દરેક રાજ્યમાં ચુંટણી સમયે મોટા અને #કદાવર નેતાઓ ગયેલા છે.

લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, સ્વ.જશવંતસિંગ, યશવંત સિંહા આ બધા જ એક જ હરોળના ભાજપના કદાવર નેતાઓ છે. તે પૈકીના યશવંત સિંહાએ બંગાળમાં જઈ મમતા દીદીનો પાલવ કેમ ઝાલ્યો હશે? લોકોને એમ થતું હશે કે ભાઈ... "સાઠે બુદ્ધિ નાઠી" #યશવંત_સિન્હા એ ભાજપને દગો દીધો. બંગાળમાં અત્યારે ભાજપ પોતાની એડી-ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આવા ભાજપી નેતાઓ મમતા દીદીનો પાલવ કેમ ઝાલતા હશે. આ બાબતનું એક મારું નાનકડું અવલોકન.... પોતાની પાર્ટીના માણસો દ્વારા ગાળો ખાવાની.... માથા ઉપર વિભીષણનું લેબલ લાગશે... તેની જાણ હોવા છતાં...આ પ્રકારના કામ માટે તૈયાર થવું....અત્યાર સુધીની દરેક રાજ્યોની ચૂંટણીમાં #સાહેબ આવા પોતાની જાતને ન્યોછાવર કરીને પણ #પાર્ટી માટે કામ કરનારા માણસો પોતાના અંગત રાજકારણનો ભોગ આપીને પણ પાર્ટીને મજબૂત કરવા માટે કાર્ય કરતા હોય છે. સાહેબ.... એના માટે બહુ #હિંમત જોઈએ. યશવંત સિન્હા જેટલા #જનસંઘી છે ને.... એટલા બીજા કોઈ ન હોઈ શકે .. . આ #રાજકારણ છે. #દુશ્મનનો #કિલ્લો ભેદવો હોય ને તો ઘરનો #વિશ્વાસુ માણસ જ સામેના મેદાનમાં મોકલવો પડે. જેથી ત્યાંની રણનીતિઓ અને કોણ કોણ તેમની સાથે છે. એ લોકો પાર્ટી...

ભાઈ વાહ.... ચાલો મને પણ નૃત્ય કરતા આવડી ગયું..

ડિજીટલ ટેક્નોલોજીની કમાલ તો છે જ. એક આખી આભાસી દુનિયા ઉભી થઈ ગઈ છે. જે દેખાય છે, છતાં નથી. અને જે નથી, છતાં છે. ડિજીટલ દુનિયામાં એક નિર્જીવ પડેલા એક સામાન્ય ફોટોગ્રાફમાં પણ જીવ રેડી દે તેવી ટેકનોલોજી જોઈ મન ખુશ ખુશ થઈ ગયું.  આપણને આમેય કોઈ દિવસ નૃત્ય કરતાં આવડ્યું નથી અને આવડવાની હવે કોઇ ગુંજાઇશ પણ નથી. પરંતુ આ ડિજીટલ ટેકનોલોજી એ મારી તસવીરને જે રીતે નાચ નચાવ્યા છે. તે જોઈ પહેલી નજરે તો માન્યામાં જ ના આવે. પણ આ જોયા બાદ હાશકારો થયો કે... ભાઈ વાહ.... ચાલો મને પણ નૃત્ય કરતા આવડી ગયું... #sohangbrahmbhatt #sohangdigital

freetmtemple શક્તિનાં કેન્દ્રોને પણ ખતમ કરાયા

આપણી માતા, પુત્ર, પુત્રી કે પત્નીને શું આપણે કમાણીનું સાધન ગણી શકીએ? મુસ્લિમ આક્રાંતાઓ તો માત્ર મંદિરોના હીરા, ઝવેરાતની ધન-દોલત લુંટી ગયા,  પરંતુ અંગ્રેજો તો આપણી આસ્થા અને શક્તિનાં  કેન્દ્રોને પણ ખતમ કરી નાખ્યા..... https://www.facebook.com/sohangdigitalanand/videos/2030421110429112/               મંદિરો ક્યારેય માત્ર પૂજા આસ્થાના સ્થાન તરીકે મર્યાદિત નહોતા, પરંતુ તે ઊર્જા અને શક્તિના કેન્દ્રો હતા. ભારતમાં આવેલા વિવિધ મંદિરો ચોક્કસ ઉદ્દેશ સાથે બનાવવામાં આવ્યા હતા. તેની સાથે કેટલાંક વૈજ્ઞાનિક પ્રમાણો પણ જોડાયેલા છે. આ મંદિરોમાં સાધના કરવાથી વ્યક્તિમાં એક ચોક્કસ ઉર્જાનો સંચાર થતો હતો.             #ભારત આખા વિશ્વમાં #અગ્રેસર હતું. એ અગ્રેસરતા પાછળ ભારતનાં લોકોને ઉર્જાવાન બનાવવામાં મંદિરોનો બહુ મહત્ત્વનો ફાળો રહ્યો હતો. પરંતુ #આક્રમણકારીઓ દ્વારા અને છેલ્લે અંગ્રેજોની ગુલામીકાળ દરમિયાન તેઓએ મંદિરોની તમામ પવિત્રતા ખતમ કરી દીધી.  #મુસ્લિમ આક્રમણકારોએ માત્ર સોનું ચોરી ગયા, ધનદોલત ચોરી ગયા પરંતુ અંગ્રેજોએ ગુલામ...

પરંપરાગત વાદ્ય અને આધુનિક વાદ્ય

પરંપરાગત વાદ્ય અને આધુનિક વાદ્યની સંગીતમય જુગલબંધી ...  https://m.facebook.com/story.php?story_fbid=1680396532167795&id=436844186523042&sfnsn=mo #દમાદમ મસ્ત કલંદર આ ગીત માત્ર એવું છે કે તેને સાંભળતા વેંત ઝૂમી ઊઠવાનું મન થાય. આ ગીતનો ટેમ્પો જ એટલો રોચક છે કે કોઈપણ #સંગીતપ્રિય વ્યક્તિને આ ગીત ગમે જ. આ ગીતને ઘણા બધા ગાયકોએ પોતપોતાની રીતે ગાયું છે. થોડા શબ્દફેર કરીને પણ ગાયું છે. સીન્ધીઓના #આરાધ્ય_દેવ તરીકે ગણાતા #ઝુલેલાલની આરાધના કરતું આ ગીત #સીંધી સમાજને તો ગમે જ. પરંતુ ઉત્તર અને મધ્ય ભારતના તમામ સમાજમાં ખૂબ જ લોકપ્રિય છે. #હિન્દુસ્તાન હોય, #પાકિસ્તાન હોય, કે પછી #બાંગ્લાદેશ હોય ... ત્રણેય દેશોમાં સૌથી વધુ ગવાતું અને લોકપ્રિય  હોય તો આ ગીત છે. આ ગીતને સાથે #રાજસ્થાનના  કટલેખાન દ્વારા ગવાય... તે વખતે #કી_બોર્ડ_પ્લેયર  સાથે જે #જુગલબંધી જામી તે અભૂતપૂર્વ હતી. #પુરાતન #પરંપરાગત_વાદ્ય અને #આધુનિક_વાદ્યની સંગીતમય #જુગલબંધી જેણે પણ સાંભળી તે ઝૂમી ઉઠ્યો હતો... #sohangbrahmbhatt #sohangdigital #mahashivratri ##beawakebeawaked #freetmtemple #damadam_mast_kalandar #zulel...

દક્ષિણ-પશ્ચિમનો સુભગ સમન્વય

દક્ષિણ અને પશ્ચિમ ભારતનો સુભગ સમન્વય #મહાશિવરાત્રિના પર્વમાં જોવા મળ્યો. તમીલમાં #સંદિપ #નારાયણ દ્વારા એક ગીત રજૂ કરાયું હતુું. જેની સાથે આપણા ગુજરાતનું ગૌરવ એવા #પાર્થિવ_ગોહિલે #દેશી_લહેકામાં એમની સાથે એક #ગુજરાતી ગીતનું ફ્યુઝન રજૂ કરીને સૌને મોજ કરાવી હતી. #ગીત રજૂઆતના અંતે તેઓ બંન્નેની જે #જુગલબંધી જામી હતી, તે જોવાની ખૂબ #મઝા પડશે. તો લ્યો તમે પણ માણો. #sohangbrahmbhatt #sohangdigital #mahashivratri ##beawakebeawaked #freetmtemple 

નિ:શુલ્ક રુદ્રાક્ષ મેળવો

"ઘેર બેઠાં નિ:શુલ્ક રુદ્રાક્ષ મેળવો"...આજે મહાશિવરાત્રી છે. આખા વર્ષ દરમિયાનનો #શિવ_આરાધનાનો સૌથી મોટો અને પવિત્ર દિવસ ગણાય છે. આજે સાંજે છ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી #સદગુરુ દ્વારા શિવરાત્રીના #જાગરણનો રંગારંગ મહિમા સૌને ઓનલાઇન જોવા મળશે. પરંતુ સાથે સાથે જો કોઈને રુદ્રાક્ષનો મણકો #પ્રસાદી રૂપે જોઈતો હોય, તો એ પણ તમને તમારા ઘરે પહોંચતો કરવામાં આવશે. તેના માટે તમારે જે નીચે લીંક આપી છે. તેમાં જઇ તમારે તમારું નામ, સરનામું, ઇ-મેઈલ એડ્રેસ અને ફોન નંબર દાખલ કરવાથી #નિ:શુલ્ક સિદ્ધ કરેલો #રુદ્રાક્ષ નો મણકો તેમજ ત્યાંનાં યજ્ઞની ભભૂતિ તથા એક રક્ષાસૂત્ર તથા મહાયોગી શિવની એક તસવીર ભેટ સ્વરૂપે આપના ઘરે પહોંચતી કરવામાં આવશે. જેનો કોઈ પણ ચાર્જ #ઈશા_ફાઉન્ડેશન દ્વારા લેવામાં આવશે નહીં...  #હર_હર_મહાદેવ,  #ભોલે_શંભુ, #ઓમ_નમો_નારાયણ, આજના #મહાશિવરાત્રિ પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. #sohangbrahmbhatt  #sohangdigital #mahadev #mahashivratri #shivam #rudraksha #isha #isha_foundation ##isha_foundation ##mahashivratri  https://mahashivarathri.org/en/rudraksha-diksha/registration

રુદ્રાક્ષના ફાયદા

હમણાં જ થોડા સમય પહેલા સદગુરૂનો રુદ્રાક્ષના ફાયદા વિશેનો વિડિયો જોયો. જેમાં તેઓએ રુદ્રાક્ષના છ ફાયદા ગણાવ્યા હતા. આ છ ફાયદા પૈકી ત્રણ-ચાર ફાયદાનો તો મને પ્રત્યક્ષ અનુભવ થયો છે. જ્યારે તેમનું પ્રવચન સાંભળ્યું ત્યારબાદ મને પણ અહેસાસ થયો કે ખરેખર આ વાતમાં સત્ય છે. કારણકે...                આજથી પચ્ચીસ વર્ષ પહેલા અમારા કરમસદ ગામમાં બાપેશ્વર મહાદેવ દ્વારા અતિરુદ્ર યજ્ઞ થયો હતો. તે પ્રસંગે એક મહિનો ત્યાં મંદિર તરફથી વીડિયોગ્રાફરની મફત સેવા આપી હતી. સેવાના પરિપાકરૂપે હાલમાં જ શિવરૂપ થયેલા જયરામગિરી મહારાજે તેમના સ્વહસ્તે એક રુદ્રાક્ષની માળા પહેરાવી હતી. બીજી માળા અમારા ચરોતર બંધુવાળા દલસુખભાઈ પ્રજાપતિએ આખા ગુજરાતના જ્યોતિષીઓનું એક સંમેલન આણંદ ખાતે યોજ્યું હતું. આ કાર્યક્રમનું ફિલ્માંકન મારા શીરે આવ્યું હતું. આ દલસુખભાઈએ એક એવો નવતર પ્રયોગ કર્યો હતો કે જેટલા મહેમાનો આવ્યા હોય એ તમામને ફુલહાર ને બદલે દરેકને રુદ્રાક્ષની માળા પહેરાવીને સ્વાગત કર્યું હતું. છેલ્લે તેઓએ મને પણ એક રુદ્રાક્ષની માળા ભેટ આપી હતી. આ બંને માળા હું ધારણ કરતો આવ્યો છું. આવા મહાનુભાવોએ મ...

શિવ સર્જન, બચાવ અને વિનાશનું સ્વર્ગીય નૃત્

 શૈવ પરંપરાની એક દંતકથા અનુસાર, આ તે રાત છે જ્યારે શિવ સર્જન, બચાવ અને વિનાશનું સ્વર્ગીય નૃત્ય કરે છે.  સ્તોત્રોનો જાપ, શિવ ગ્રંથોનું વાંચન અને ભક્તોના સમૂહ આ વૈશ્વિક નૃત્યમાં જોડાય છે અને દરેક જગ્યાએ શિવની હાજરીને યાદ કરે છે. અન્ય દંતકથા અનુસાર, આ તે રાત છે જ્યારે શિવ અને પાર્વતીના લગ્ન થયાં. 

પાલિકાઓ નું ભાજપ તરફી પરિણામ

ગુજરાતમાં મહાનગર પાલિકાઓ નું ભાજપ તરફી પરિણામ આવ્યું એ તો સહજ રીતે સમજી શકાય એવી વાત છે કે શહેરમાં તો ભાજપનો હોલ્ટ વર્ષોથી છે જ પરંતુ તમામ ગામડાઓમાં અને એમાંય ખાસ કરીને કોંગ્રેસના ઘર ગણી શકાય તેવા અને અત્યાર સુધી અજેય રહેલી સીટો ઉપર પણ ભાજપે કબ્જો જમાવી દીધો ત્યારે કોંગ્રેસે ક્યાં કાચું કાપ્યું હંમેશા હંમેશા પાર્ટી પોતાની વિચારધારા અને પ્રજાલક્ષી સેવાને આધારે જાહેર જનતાના જનમાનસમાં પોતાની જગ્યા ધરાવતું હોય છે આખું હિન્દુસ્તાન કોંગ્રેસમાં ગુણગાન ગાતું ત્યારે અન્ય કોઇપણ રાજકીય પક્ષ માટે સત્તા હાંસલ કરવી એ એક સ્વપ્ન હતું જેમાં ધીરે ધીરે પ્રાદેશિક પક્ષો એ પોતપોતાના પ્રદેશ પંથકમાં પોતાનો દબદબો વધાર્યો અને આખરે તેઓ રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવ્યા વસરા વાગ્યા લાગ્યા કોંગ્રેસના હારના કારણો કથાનક આવ્યા નથી એક પછી એક ઊંધા ફેસલા આલે મોદીની સતત લોકપ્રિયતાની સામે સાચી કે ખોટી રીતે બસ વહુની જેવી વાતો હતી વગોવણી મેં વિગતો નિમિત જાતો mi વિભાગ સામાન્ય જન્મદિવસને જનમાનસને ડંખી ગઈ થોડી મોદીએ ગુજરાત મોડલ માં એક પછી એક એવા કદમ ભર્યા કે પાર્ટી ક્રમશઃ મજબૂત થઈ સૌથી પહેલું ઓછામાં ઓછું નાનામાં નાનો મંત્રીમંડળ બન...

શક્તિસ્વરૂપા નારીની પૂજા

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः । यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः ।। मनुस्मृति ३/५६ ।। આપણી ભારતીય સંસ્કૃતિ તો આમેય નારીઓને સન્માન આપવામાં સદીઓથી અગ્રેસર રહી જ છે. રાધાક્રિશ્ન, સીતારામ બોલવામાં પણ નારીને આગળ જ રખાઈ છે. આજના આધુનિક યુગમાં પણ નારીઓનું જ વર્ચસ્વ છે.. એ તો સર્વ વિદીત છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં એક દિવસ નારી સન્માન કરવાનો ધારો લાગુ કરવામાં પણ કદાચ જે તે સંવેદનશીલ સમાજે પહેલ કરી હોય. ભારતમાં જોકે શક્તિસ્વરૂપા નારીની પૂજા આરાધના કોઈ નવી વાત નથી... છતાં...આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સર્વ સન્નારીઓને નમસ્કાર. 

ભાષાની અશુદ્ધિ ન આવી જાય

લોકોને એક સાહિત્યકાર અને શિક્ષક પાસે શું અપેક્ષા હોય?... કે તે આપણને શુદ્ધ ભાષા દ્વારા આપણને સાચું માર્ગદર્શન  આપે. હવે જ્યારે શિક્ષક જ લોકોને અવળે ગધેડે બેસાડે, ત્યારે બહુ દુઃખ થાય છે.  જ્યારે આપણું લખેલું લાખો હજારો આપણા ચાહકો, શુભેચ્છકો તેને અનુસરતા હોય ત્યારે આપણે કરેલી ભૂલને એ લોકો સાચી માની લેતા હોય છે.  આ જ સત્ય છે એમ માનીને આ રીતે જ લખાય તેવું માનીને તેઓ પણ આ પ્રકારની ભૂલ કરી રહ્યા હોય છે. એટલે જ શિક્ષક અને સાહિત્યકારની જવાબદારી ખૂબ વધી જાય છે. કે તેણે સાચું લખવું જોઈએ. ક્યાંય ભાષાની અશુદ્ધિ ન આવી જાય, જોડણી સાથે કોઈ છેડછાડ ન થવી જોઈએ, શબ્દોમાં હસ્વઈ અને દિર્ઘઈનું ધ્યાન રાખીએ. આપણને નાની જણાતી ભૂલ... લોકોના મગજમાં એ જ સાચી હોવાનો જે ભ્રમ પેદા કરી દે છે, તે ખૂબ જ ઘાતક છે.

મૂળ કોંગ્રેસ તો 1971માં પૂરી થઈ ગઈ હતી.

કોંગ્રેસના જે મોવડી મંડળમાં સ્થાન પામેલા તેવા ટોચના ૨૩ નેતાઓએ જમ્મુમાં જાહેરસભા યોજી પોતાની જ પાર્ટી સામે બાંયો ચડાવી છે. મોદી રાજના શાસન બાદ કોંગ્રેસ ક્રમશઃ ઘસાતી આવી છે. ક્ષીણ થતી ગઈ છે. રાજ્ય હોય કે રાષ્ટ્રીય સ્તર હોય કોંગ્રેસનું પર્ફોમન્સ સાવ તળિયે જોવા મળી રહ્યું છે. એક પછી એક ચૂંટણીઓમાં કારમી હાર જોઈને, તેમજ કાયમ ઊંધા પ્રવાહે ચાલતા રાહુલ ગાંધીને જોઈ કોંગ્રેસ પાર્ટીમાં અસંતોષનો ચરુ તો કેટલાય વખતથી ઊકળતો હતો. જે આજે સપાટી પર આવી ગયો છે. જો આમને આમ જ ચાલ્યું તો કોંગ્રેસને ભૂંસાઈ જતા વાર નહી લાગે.  એટલે જ આ કોંગ્રેસી નેતાઓએ કેસરીયો સાફો ધારણ કરી, પોતાની પાર્ટીની નેતાગીરીને પડકારી છે.                   આ નેતાઓ ગમે તેટલી ઉછળકૂદ કરી લે, પણ ગાંધી પરિવાર સિવાય કોઈનો ય ગજ  વાગવાનો નથી. કારણકે ૧૮૮૫માં સ્થપાયેલી મૂળ કોંગ્રેસ તો ઇન્દિરાના રાજમાં ૭૫માં આવેલી ઈમરજન્સી પછીની ૭૭ની ચૂંટણીમાં જનતા પાર્ટીએ હરાવી દીધા પછી મૂળ કોંગ્રેસ તો ખતમ થઇ ગઇ હતી.               કોંગ્રેસનો જો  ઇતિહાસ તપાસીએ તો ...

કોગ્રેસના ત્રેવીસ નેતાઓએ કેસરિયા કર્યા.

શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી.... આજે કોગ્રેસના ત્રેવીસ ખમતીધર નેતાઓએ કેસરિયા કર્યા. આમેય જંગે-એલાનમાં કેસરીયો જ કામ લાગે.... કોગ્રેસની હાલત દિન-પ્રતિદિન તળીયે પહોંચી રહેલી જોઇ ને કોઈ પણ સાચો કોંગ્રેસી કકળી ઊઠે. નેતા વિહીન અને જાહેર જનતાનો જનાધાર ગુમાવી રહેલી પોતાની પાર્ટીને ઉગારવાની મથામણ શરૂ થઈ ગઇ છે. અત્યારે તો કોગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે તેવી જણાતી હતી.... પણ અહીંયા તો એક સાથે ત્રેવીસ તૂટયા છે...અને આ ત્રેવીસે ત્રેવીસ નેતાઓએ કેસરીયો સાફો પહેરીને હાલની નેતાગીરીને પડકાર્યા છે. આ જોઈને ભાજપીઓને તો બગાસું ખાતાં, પતાસું મોં માં આવી ગયું છે...પણ આ લોકોએ બહું હરખાવાની જરૂર નથી... કારણકે આ તમામ કેસરિયા કોંગી નેતા ભવિષ્યમાં ભાજપને જ ભારે પડશે. 

સ્ટેડિયમ નામકરણ નરેન્દ્ર મોદીના નામે

અમદાવાદ શહેરની મધ્યમાં નવરંગપુરા ખાતે ઓલરેડી સરદાર પટેલ સ્ટેડિયમ આવેલું છે. જયારે આ સ્ટેડિયમ પહેલેથી જ મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું. એનું નામકરણ નરેન્દ્ર મોદીના નામે થયું છે. એક જ શહેરમાં એકસરખા નામ ધરાવતા બબ્બે સ્ટેડિયમને કારણે કન્ફ્યુઝન  ઊભું ન થાય? જે સતાધારી પક્ષ હોય તે નક્કી કરે તે પ્રમાણે થાય. કોંગ્રેસ પણ આ પ્રકારે જ નામકરણ કરતી આવી છે ને ...!!!  જ્યારે કોંગ્રેસ રાજમાં હતી. તેમણે પણ પોતાના નેતાઓના નામ ચડાવી દીધા છે ને... એમાં કોનો શું ગરાશ લૂંટાઈ ગયો?  https://m.facebook.com/story.php?story_fbid=4291578364190092&id=100000139132573

આજે વિશ્વ માતૃભાષા દિન

 ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર – અખા ભગત. આજે વિશ્વ માતૃભાષા દિન છે અને આજે તે દિન બાબતે લખવાનું મને પણ મન થયું. તો આ પ્રસંગે મને એક અકબર-બિરબલની વાર્તા યાદ આવે છે. "એક વખત અકબરના દરબારમાં કોઈ વિદ્વાન આવ્યા અને દુનિયાભરની તમામ ભાષાઓ ઉપર તેણે પોતાની વાતો કરી. પછી દરબારમાં તેણે પડકાર ફેંક્યો... કે આ બધી ભાષાઓમાંથી મારી મૂળ માતૃભાષા કઈ છે? તે જાણી બતાવો. આખરે બીરબલે બીડું ઝડપ્યું... તેને ઓચિંતો ઊંઘમાંથી જગાડી દીધો અને બીવડાવ્યો ત્યારે તે તેની મૂળ ભાષામાં બોલી પડ્યો.  તે તેની મૂળ માતૃભાષા ગણાઈ". એટલે આ વાર્તાનો મૂળ કહેવાનો ભાવાર્થ એ છે કે સભાનપણે તો તમે શીખેલી તમામ ભાષાઓ બોલી શકો. પરંતુ જ્યારે ઓચિંતી કોઈ ઘટના ઘટે ત્યારે તમારાથી જાણે-અજાણે પણ મૂળ માતૃભાષામાં જ આપણો હાયકારો નીકળી જાય. એવી જ રીતે જ્યારે બે વ્યક્તિઓ ઝઘડતા હોય અને જ્યારે ઝઘડો તેની ચરમસીમાએ પહોંચે ત્યારે તેઓ મૂળ માતૃભાષામાં જ ગાળો બોલતા હોય છે.  મૂળ માતૃભાષામાં આપણને ગાળોનો ખજાનો ઠાલવવાની જે મજા આવે તે અન્ય શીખેલી ભાષામાં ના આવે.  આજનું જ્ઞાન... કવિતા સ્વરૂપે: “મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો...

"વિનાશકાળે વિપરીત બુદ્ધિ" જે કોંગ્રેસ

"વિનાશકાળે વિપરીત બુદ્ધિ" જે કોંગ્રેસ પાર્ટીએ અંગ્રેજોની ગુલામીમાંથી બહાર કાઢવા માટે દેશને એકજૂટ કર્યો. પોતપોતાના ક્ષેત્રમાં પાવરધા માણસોને પણ તેમના કામ ધંધા બંધ કરાવીને આંદોલનના માર્ગે ચડાવી દીધા. જેમ કે સરદાર પટેલને તેમની વકીલાતની પ્રેક્ટિસ છોડાવીને, ખાદી પહેરાવીને, દેશ માટે જોતરી દીધા. સરદાર પટેલ હોંશે હોંશે સ્વેચ્છાએ જોડાઈ પણ ગયા. અત્યારે આ બધા સ્વતંત્ર સેનાનીઓની વાત નથી કરવી, પરંતુ જે કોંગ્રેસ પોતાના ઊંચા આદર્શો માટે વખણાતી હતી. તેનું અત્યારનું હાલનું સ્તર જોઈને હસવું કે રડવું કે દયા ખાવી તે નક્કી કરી શકાતું નથી. આમ તો ગુજરાતમાં 1995 પછી કોંગ્રેસના સુપડાં સાફ થતાં જ આવ્યા છે. એટલે ગુજરાતના કોંગ્રેસીઓનો તો રાજકીય વનવાસનો ગાળો ૨૬ વર્ષનો થઇ ગયો છે. હાલની નવયુવાન પેઢીને જુના કોંગ્રેસી નેતાઓ વિશે તો ઝાઝી ખબર ના પડે. સાંભળેલી કે વાંચેલી વાતો જાણે તો ખરું. એમના માટે એક આછેરી ઝલક આપી દઉં કે કરમસદનો હોવાને કારણે જેમને હું ખૂબ જ નજીકથી ઓળખતો પણ હતો, એવા બાબુભાઈ ગીરધરભાઈ પટેલ. જેમના રાજમાં આણંદ નગરપાલિકાનું પુરાંતવાળુ બજેટ રહેતું. અમદાવાદ મહાનગરપાલિકાને પણ આર્થિક મદદ પહોંચાડતાં, તે...

મજરૂહ સુલ્તાનપુરીના ગીતોનો ખજાનો

કામનો લૉડ ખૂબ ચડી ગયો હોય શનિ-રવિની રજાઓમાં પણ ઓફિસનું કામ ખેંચવા માટે રોકાયો હતો. એકલો જ હોવાને કારણે મોબાઇલમાં ગીતો સાંભળતાં સાંભળતાં કામ કરવાનું શરૂ કર્યું.  એમાં મને મજરૂહ સુલ્તાનપુરીના ગીતોનો ખજાનો હાથ લાગી ગયો. સો ગીતોના આ સંપૂટમાં એકથી એક ચડિયાતા અને આજના દિવસે ખૂબ જ રિલેવન્ટ ગણાય તેવા કર્ણપ્રિય અને મનના તારને ઝણઝણાવી નાખે તેવાં ગીતો સાંભળી, મન ખુશ થઈ ગયું.  એટલે એવું લાગ્યું કે "ગમતું મળે તો ભાઈ ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ". તો ચાલો તમને પણ આ મજરૂહ સુલ્તાનપુરીના ગીતોની લીંક મોકલી રહ્યો છું. youtubeની આ લીંકમાં જે તે ગીતને સ્કીપ કરવું હોય તો સગવડ છે, પરંતુ જો તમે ઔરંગઝેબ નહીં હોય તો એક પણ ગીત સ્કીપ કરવાનું મન નહીં થાય એની ગેરંટી છે. https://youtu.be/HXd4floYyjY

પપ્પુ તરીકે વધુ જાણીતા કોંગ્રેસના નેતાના સ્ટેટમેન્ટ

છેલ્લા કેટલાય સમયથી રાહુલ ગાંધી તરીકે ઓછા ઓળખાતા પરંતુ પપ્પુ તરીકે વધુ જાણીતા કોંગ્રેસના નેતાના સ્ટેટમેન્ટ... ભારતનો એક સામાન્ય સમજવાળો નાગરિક પણ જો સાંભળે ને તો તેને ચીડ જ ચડે. તે રાહુલ ગાંધીથી નફરત કરતો થઇ જાય. કોંગ્રેસથી દૂર થતો જાય. આ બધું છતી આંખે દેખાતું હોવા છતાં રાહુલ ગાંધીએ પોતાનું સ્ટેન્ડ આ પ્રકારનું કેમ હજુ સુધી જાળવી રાખ્યું છે? તો એ બાબતનું મારું નાનકડું અવલોકન.          આ પપ્પુભાઈ સમજી ગયા છે કે ભણેલા ગણેલા તો કોંગ્રેસને હવે ક્યારેય વોટ આપવાના નથી જ. પરંતુ તે જાણી જોઈને એટલા માટે અવળા ચાલે છે. કારણ કે દેશમાં જેટલા મોદી વિરોધીઓ છે, તેમને તેની વાણી ગોળ જેવી મીઠી લાગે છે. એ ગોળ વોટમાં પરિવર્તન થાય એવી આશા રાખીને પપ્પુભાઈના સ્ટેટમેન્ટ હોય છે.  આવા લોકોની પણ સંખ્યા કંઈ નાનીસૂની નથી. છેવાડાના જે અમૂક લોકોનો જે આખો સમૂહ છે. તેઓને આજે પણ આ પપ્પુભાઇની વાણી જ બ્રહ્મવાક્ય સમાન લાગી રહી છે. આવા સમાજને તમે ક્યારેય સમજાવી ન શકો, પણ આવા પ્રયાસો થકી કે આવા સમાજના ટેકાથી કોંગ્રેસ ક્યારેય સત્તા તો નહીં હાંસલ કરી શકે. એ હકીકત છે. આ સમાજ કે સમૂહમાં શતરંજના ઊંટ જે...