Posts

Showing posts from March, 2021

એવા વિભીષણ દરેક રાજ્યમાં ચુંટણી સમયે મોટા અને #કદાવર નેતાઓ ગયેલા છે.

લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, સ્વ.જશવંતસિંગ, યશવંત સિંહા આ બધા જ એક જ હરોળના ભાજપના કદાવર નેતાઓ છે. તે પૈકીના યશવંત સિંહાએ બંગાળમાં જઈ મમતા દીદીનો પાલવ કેમ ઝાલ્યો હશે? લોકોને એમ થતું હશે કે ભાઈ... "સાઠે બુદ્ધિ નાઠી" #યશવંત_સિન્હા એ ભાજપને દગો દીધો. બંગાળમાં અત્યારે ભાજપ પોતાની એડી-ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આવા ભાજપી નેતાઓ મમતા દીદીનો પાલવ કેમ ઝાલતા હશે. આ બાબતનું એક મારું નાનકડું અવલોકન.... પોતાની પાર્ટીના માણસો દ્વારા ગાળો ખાવાની.... માથા ઉપર વિભીષણનું લેબલ લાગશે... તેની જાણ હોવા છતાં...આ પ્રકારના કામ માટે તૈયાર થવું....અત્યાર સુધીની દરેક રાજ્યોની ચૂંટણીમાં #સાહેબ આવા પોતાની જાતને ન્યોછાવર કરીને પણ #પાર્ટી માટે કામ કરનારા માણસો પોતાના અંગત રાજકારણનો ભોગ આપીને પણ પાર્ટીને મજબૂત કરવા માટે કાર્ય કરતા હોય છે. સાહેબ.... એના માટે બહુ #હિંમત જોઈએ. યશવંત સિન્હા જેટલા #જનસંઘી છે ને.... એટલા બીજા કોઈ ન હોઈ શકે .. . આ #રાજકારણ છે. #દુશ્મનનો #કિલ્લો ભેદવો હોય ને તો ઘરનો #વિશ્વાસુ માણસ જ સામેના મેદાનમાં મોકલવો પડે. જેથી ત્યાંની રણનીતિઓ અને કોણ કોણ તેમની સાથે છે. એ લોકો પાર્ટી

ભાઈ વાહ.... ચાલો મને પણ નૃત્ય કરતા આવડી ગયું..

ડિજીટલ ટેક્નોલોજીની કમાલ તો છે જ. એક આખી આભાસી દુનિયા ઉભી થઈ ગઈ છે. જે દેખાય છે, છતાં નથી. અને જે નથી, છતાં છે. ડિજીટલ દુનિયામાં એક નિર્જીવ પડેલા એક સામાન્ય ફોટોગ્રાફમાં પણ જીવ રેડી દે તેવી ટેકનોલોજી જોઈ મન ખુશ ખુશ થઈ ગયું.  આપણને આમેય કોઈ દિવસ નૃત્ય કરતાં આવડ્યું નથી અને આવડવાની હવે કોઇ ગુંજાઇશ પણ નથી. પરંતુ આ ડિજીટલ ટેકનોલોજી એ મારી તસવીરને જે રીતે નાચ નચાવ્યા છે. તે જોઈ પહેલી નજરે તો માન્યામાં જ ના આવે. પણ આ જોયા બાદ હાશકારો થયો કે... ભાઈ વાહ.... ચાલો મને પણ નૃત્ય કરતા આવડી ગયું... #sohangbrahmbhatt #sohangdigital

freetmtemple શક્તિનાં કેન્દ્રોને પણ ખતમ કરાયા

આપણી માતા, પુત્ર, પુત્રી કે પત્નીને શું આપણે કમાણીનું સાધન ગણી શકીએ? મુસ્લિમ આક્રાંતાઓ તો માત્ર મંદિરોના હીરા, ઝવેરાતની ધન-દોલત લુંટી ગયા,  પરંતુ અંગ્રેજો તો આપણી આસ્થા અને શક્તિનાં  કેન્દ્રોને પણ ખતમ કરી નાખ્યા..... https://www.facebook.com/sohangdigitalanand/videos/2030421110429112/               મંદિરો ક્યારેય માત્ર પૂજા આસ્થાના સ્થાન તરીકે મર્યાદિત નહોતા, પરંતુ તે ઊર્જા અને શક્તિના કેન્દ્રો હતા. ભારતમાં આવેલા વિવિધ મંદિરો ચોક્કસ ઉદ્દેશ સાથે બનાવવામાં આવ્યા હતા. તેની સાથે કેટલાંક વૈજ્ઞાનિક પ્રમાણો પણ જોડાયેલા છે. આ મંદિરોમાં સાધના કરવાથી વ્યક્તિમાં એક ચોક્કસ ઉર્જાનો સંચાર થતો હતો.             #ભારત આખા વિશ્વમાં #અગ્રેસર હતું. એ અગ્રેસરતા પાછળ ભારતનાં લોકોને ઉર્જાવાન બનાવવામાં મંદિરોનો બહુ મહત્ત્વનો ફાળો રહ્યો હતો. પરંતુ #આક્રમણકારીઓ દ્વારા અને છેલ્લે અંગ્રેજોની ગુલામીકાળ દરમિયાન તેઓએ મંદિરોની તમામ પવિત્રતા ખતમ કરી દીધી.  #મુસ્લિમ આક્રમણકારોએ માત્ર સોનું ચોરી ગયા, ધનદોલત ચોરી ગયા પરંતુ અંગ્રેજોએ ગુલામીકાળ દરમિયાન તો તેઓ બાકી બચેલા સોના, હીરા સહિત આપણી આસ્થાઓને પણ કચડી નાંખવાનું જઘન્ય

પરંપરાગત વાદ્ય અને આધુનિક વાદ્ય

પરંપરાગત વાદ્ય અને આધુનિક વાદ્યની સંગીતમય જુગલબંધી ...  https://m.facebook.com/story.php?story_fbid=1680396532167795&id=436844186523042&sfnsn=mo #દમાદમ મસ્ત કલંદર આ ગીત માત્ર એવું છે કે તેને સાંભળતા વેંત ઝૂમી ઊઠવાનું મન થાય. આ ગીતનો ટેમ્પો જ એટલો રોચક છે કે કોઈપણ #સંગીતપ્રિય વ્યક્તિને આ ગીત ગમે જ. આ ગીતને ઘણા બધા ગાયકોએ પોતપોતાની રીતે ગાયું છે. થોડા શબ્દફેર કરીને પણ ગાયું છે. સીન્ધીઓના #આરાધ્ય_દેવ તરીકે ગણાતા #ઝુલેલાલની આરાધના કરતું આ ગીત #સીંધી સમાજને તો ગમે જ. પરંતુ ઉત્તર અને મધ્ય ભારતના તમામ સમાજમાં ખૂબ જ લોકપ્રિય છે. #હિન્દુસ્તાન હોય, #પાકિસ્તાન હોય, કે પછી #બાંગ્લાદેશ હોય ... ત્રણેય દેશોમાં સૌથી વધુ ગવાતું અને લોકપ્રિય  હોય તો આ ગીત છે. આ ગીતને સાથે #રાજસ્થાનના  કટલેખાન દ્વારા ગવાય... તે વખતે #કી_બોર્ડ_પ્લેયર  સાથે જે #જુગલબંધી જામી તે અભૂતપૂર્વ હતી. #પુરાતન #પરંપરાગત_વાદ્ય અને #આધુનિક_વાદ્યની સંગીતમય #જુગલબંધી જેણે પણ સાંભળી તે ઝૂમી ઉઠ્યો હતો... #sohangbrahmbhatt #sohangdigital #mahashivratri ##beawakebeawaked #freetmtemple #damadam_mast_kalandar #zulelal #jugalbandhi

દક્ષિણ-પશ્ચિમનો સુભગ સમન્વય

દક્ષિણ અને પશ્ચિમ ભારતનો સુભગ સમન્વય #મહાશિવરાત્રિના પર્વમાં જોવા મળ્યો. તમીલમાં #સંદિપ #નારાયણ દ્વારા એક ગીત રજૂ કરાયું હતુું. જેની સાથે આપણા ગુજરાતનું ગૌરવ એવા #પાર્થિવ_ગોહિલે #દેશી_લહેકામાં એમની સાથે એક #ગુજરાતી ગીતનું ફ્યુઝન રજૂ કરીને સૌને મોજ કરાવી હતી. #ગીત રજૂઆતના અંતે તેઓ બંન્નેની જે #જુગલબંધી જામી હતી, તે જોવાની ખૂબ #મઝા પડશે. તો લ્યો તમે પણ માણો. #sohangbrahmbhatt #sohangdigital #mahashivratri ##beawakebeawaked #freetmtemple 

નિ:શુલ્ક રુદ્રાક્ષ મેળવો

"ઘેર બેઠાં નિ:શુલ્ક રુદ્રાક્ષ મેળવો"...આજે મહાશિવરાત્રી છે. આખા વર્ષ દરમિયાનનો #શિવ_આરાધનાનો સૌથી મોટો અને પવિત્ર દિવસ ગણાય છે. આજે સાંજે છ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી #સદગુરુ દ્વારા શિવરાત્રીના #જાગરણનો રંગારંગ મહિમા સૌને ઓનલાઇન જોવા મળશે. પરંતુ સાથે સાથે જો કોઈને રુદ્રાક્ષનો મણકો #પ્રસાદી રૂપે જોઈતો હોય, તો એ પણ તમને તમારા ઘરે પહોંચતો કરવામાં આવશે. તેના માટે તમારે જે નીચે લીંક આપી છે. તેમાં જઇ તમારે તમારું નામ, સરનામું, ઇ-મેઈલ એડ્રેસ અને ફોન નંબર દાખલ કરવાથી #નિ:શુલ્ક સિદ્ધ કરેલો #રુદ્રાક્ષ નો મણકો તેમજ ત્યાંનાં યજ્ઞની ભભૂતિ તથા એક રક્ષાસૂત્ર તથા મહાયોગી શિવની એક તસવીર ભેટ સ્વરૂપે આપના ઘરે પહોંચતી કરવામાં આવશે. જેનો કોઈ પણ ચાર્જ #ઈશા_ફાઉન્ડેશન દ્વારા લેવામાં આવશે નહીં...  #હર_હર_મહાદેવ,  #ભોલે_શંભુ, #ઓમ_નમો_નારાયણ, આજના #મહાશિવરાત્રિ પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. #sohangbrahmbhatt  #sohangdigital #mahadev #mahashivratri #shivam #rudraksha #isha #isha_foundation ##isha_foundation ##mahashivratri  https://mahashivarathri.org/en/rudraksha-diksha/registration

રુદ્રાક્ષના ફાયદા

હમણાં જ થોડા સમય પહેલા સદગુરૂનો રુદ્રાક્ષના ફાયદા વિશેનો વિડિયો જોયો. જેમાં તેઓએ રુદ્રાક્ષના છ ફાયદા ગણાવ્યા હતા. આ છ ફાયદા પૈકી ત્રણ-ચાર ફાયદાનો તો મને પ્રત્યક્ષ અનુભવ થયો છે. જ્યારે તેમનું પ્રવચન સાંભળ્યું ત્યારબાદ મને પણ અહેસાસ થયો કે ખરેખર આ વાતમાં સત્ય છે. કારણકે...                આજથી પચ્ચીસ વર્ષ પહેલા અમારા કરમસદ ગામમાં બાપેશ્વર મહાદેવ દ્વારા અતિરુદ્ર યજ્ઞ થયો હતો. તે પ્રસંગે એક મહિનો ત્યાં મંદિર તરફથી વીડિયોગ્રાફરની મફત સેવા આપી હતી. સેવાના પરિપાકરૂપે હાલમાં જ શિવરૂપ થયેલા જયરામગિરી મહારાજે તેમના સ્વહસ્તે એક રુદ્રાક્ષની માળા પહેરાવી હતી. બીજી માળા અમારા ચરોતર બંધુવાળા દલસુખભાઈ પ્રજાપતિએ આખા ગુજરાતના જ્યોતિષીઓનું એક સંમેલન આણંદ ખાતે યોજ્યું હતું. આ કાર્યક્રમનું ફિલ્માંકન મારા શીરે આવ્યું હતું. આ દલસુખભાઈએ એક એવો નવતર પ્રયોગ કર્યો હતો કે જેટલા મહેમાનો આવ્યા હોય એ તમામને ફુલહાર ને બદલે દરેકને રુદ્રાક્ષની માળા પહેરાવીને સ્વાગત કર્યું હતું. છેલ્લે તેઓએ મને પણ એક રુદ્રાક્ષની માળા ભેટ આપી હતી. આ બંને માળા હું ધારણ કરતો આવ્યો છું. આવા મહાનુભાવોએ મને આ રુદ્રાક્ષ ભેટ ધર્યો છે. એટલે તેને

શિવ સર્જન, બચાવ અને વિનાશનું સ્વર્ગીય નૃત્

 શૈવ પરંપરાની એક દંતકથા અનુસાર, આ તે રાત છે જ્યારે શિવ સર્જન, બચાવ અને વિનાશનું સ્વર્ગીય નૃત્ય કરે છે.  સ્તોત્રોનો જાપ, શિવ ગ્રંથોનું વાંચન અને ભક્તોના સમૂહ આ વૈશ્વિક નૃત્યમાં જોડાય છે અને દરેક જગ્યાએ શિવની હાજરીને યાદ કરે છે. અન્ય દંતકથા અનુસાર, આ તે રાત છે જ્યારે શિવ અને પાર્વતીના લગ્ન થયાં. 

પાલિકાઓ નું ભાજપ તરફી પરિણામ

ગુજરાતમાં મહાનગર પાલિકાઓ નું ભાજપ તરફી પરિણામ આવ્યું એ તો સહજ રીતે સમજી શકાય એવી વાત છે કે શહેરમાં તો ભાજપનો હોલ્ટ વર્ષોથી છે જ પરંતુ તમામ ગામડાઓમાં અને એમાંય ખાસ કરીને કોંગ્રેસના ઘર ગણી શકાય તેવા અને અત્યાર સુધી અજેય રહેલી સીટો ઉપર પણ ભાજપે કબ્જો જમાવી દીધો ત્યારે કોંગ્રેસે ક્યાં કાચું કાપ્યું હંમેશા હંમેશા પાર્ટી પોતાની વિચારધારા અને પ્રજાલક્ષી સેવાને આધારે જાહેર જનતાના જનમાનસમાં પોતાની જગ્યા ધરાવતું હોય છે આખું હિન્દુસ્તાન કોંગ્રેસમાં ગુણગાન ગાતું ત્યારે અન્ય કોઇપણ રાજકીય પક્ષ માટે સત્તા હાંસલ કરવી એ એક સ્વપ્ન હતું જેમાં ધીરે ધીરે પ્રાદેશિક પક્ષો એ પોતપોતાના પ્રદેશ પંથકમાં પોતાનો દબદબો વધાર્યો અને આખરે તેઓ રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવ્યા વસરા વાગ્યા લાગ્યા કોંગ્રેસના હારના કારણો કથાનક આવ્યા નથી એક પછી એક ઊંધા ફેસલા આલે મોદીની સતત લોકપ્રિયતાની સામે સાચી કે ખોટી રીતે બસ વહુની જેવી વાતો હતી વગોવણી મેં વિગતો નિમિત જાતો mi વિભાગ સામાન્ય જન્મદિવસને જનમાનસને ડંખી ગઈ થોડી મોદીએ ગુજરાત મોડલ માં એક પછી એક એવા કદમ ભર્યા કે પાર્ટી ક્રમશઃ મજબૂત થઈ સૌથી પહેલું ઓછામાં ઓછું નાનામાં નાનો મંત્રીમંડળ બન

શક્તિસ્વરૂપા નારીની પૂજા

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः । यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः ।। मनुस्मृति ३/५६ ।। આપણી ભારતીય સંસ્કૃતિ તો આમેય નારીઓને સન્માન આપવામાં સદીઓથી અગ્રેસર રહી જ છે. રાધાક્રિશ્ન, સીતારામ બોલવામાં પણ નારીને આગળ જ રખાઈ છે. આજના આધુનિક યુગમાં પણ નારીઓનું જ વર્ચસ્વ છે.. એ તો સર્વ વિદીત છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં એક દિવસ નારી સન્માન કરવાનો ધારો લાગુ કરવામાં પણ કદાચ જે તે સંવેદનશીલ સમાજે પહેલ કરી હોય. ભારતમાં જોકે શક્તિસ્વરૂપા નારીની પૂજા આરાધના કોઈ નવી વાત નથી... છતાં...આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સર્વ સન્નારીઓને નમસ્કાર. 

ભાષાની અશુદ્ધિ ન આવી જાય

લોકોને એક સાહિત્યકાર અને શિક્ષક પાસે શું અપેક્ષા હોય?... કે તે આપણને શુદ્ધ ભાષા દ્વારા આપણને સાચું માર્ગદર્શન  આપે. હવે જ્યારે શિક્ષક જ લોકોને અવળે ગધેડે બેસાડે, ત્યારે બહુ દુઃખ થાય છે.  જ્યારે આપણું લખેલું લાખો હજારો આપણા ચાહકો, શુભેચ્છકો તેને અનુસરતા હોય ત્યારે આપણે કરેલી ભૂલને એ લોકો સાચી માની લેતા હોય છે.  આ જ સત્ય છે એમ માનીને આ રીતે જ લખાય તેવું માનીને તેઓ પણ આ પ્રકારની ભૂલ કરી રહ્યા હોય છે. એટલે જ શિક્ષક અને સાહિત્યકારની જવાબદારી ખૂબ વધી જાય છે. કે તેણે સાચું લખવું જોઈએ. ક્યાંય ભાષાની અશુદ્ધિ ન આવી જાય, જોડણી સાથે કોઈ છેડછાડ ન થવી જોઈએ, શબ્દોમાં હસ્વઈ અને દિર્ઘઈનું ધ્યાન રાખીએ. આપણને નાની જણાતી ભૂલ... લોકોના મગજમાં એ જ સાચી હોવાનો જે ભ્રમ પેદા કરી દે છે, તે ખૂબ જ ઘાતક છે.

મૂળ કોંગ્રેસ તો 1971માં પૂરી થઈ ગઈ હતી.

કોંગ્રેસના જે મોવડી મંડળમાં સ્થાન પામેલા તેવા ટોચના ૨૩ નેતાઓએ જમ્મુમાં જાહેરસભા યોજી પોતાની જ પાર્ટી સામે બાંયો ચડાવી છે. મોદી રાજના શાસન બાદ કોંગ્રેસ ક્રમશઃ ઘસાતી આવી છે. ક્ષીણ થતી ગઈ છે. રાજ્ય હોય કે રાષ્ટ્રીય સ્તર હોય કોંગ્રેસનું પર્ફોમન્સ સાવ તળિયે જોવા મળી રહ્યું છે. એક પછી એક ચૂંટણીઓમાં કારમી હાર જોઈને, તેમજ કાયમ ઊંધા પ્રવાહે ચાલતા રાહુલ ગાંધીને જોઈ કોંગ્રેસ પાર્ટીમાં અસંતોષનો ચરુ તો કેટલાય વખતથી ઊકળતો હતો. જે આજે સપાટી પર આવી ગયો છે. જો આમને આમ જ ચાલ્યું તો કોંગ્રેસને ભૂંસાઈ જતા વાર નહી લાગે.  એટલે જ આ કોંગ્રેસી નેતાઓએ કેસરીયો સાફો ધારણ કરી, પોતાની પાર્ટીની નેતાગીરીને પડકારી છે.                   આ નેતાઓ ગમે તેટલી ઉછળકૂદ કરી લે, પણ ગાંધી પરિવાર સિવાય કોઈનો ય ગજ  વાગવાનો નથી. કારણકે ૧૮૮૫માં સ્થપાયેલી મૂળ કોંગ્રેસ તો ઇન્દિરાના રાજમાં ૭૫માં આવેલી ઈમરજન્સી પછીની ૭૭ની ચૂંટણીમાં જનતા પાર્ટીએ હરાવી દીધા પછી મૂળ કોંગ્રેસ તો ખતમ થઇ ગઇ હતી.               કોંગ્રેસનો જો  ઇતિહાસ તપાસીએ તો જણાશે કે ૧૯૫૨થી ૧૯૭૧ સુધી મૂળ કોંગ્રેસનું  ચૂંટણી ચિન્હ હળ સાથેના બે બળદનું હતું.  ત્યારબાદ ઇન્દિરા ગાંધ

કોગ્રેસના ત્રેવીસ નેતાઓએ કેસરિયા કર્યા.

શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી.... આજે કોગ્રેસના ત્રેવીસ ખમતીધર નેતાઓએ કેસરિયા કર્યા. આમેય જંગે-એલાનમાં કેસરીયો જ કામ લાગે.... કોગ્રેસની હાલત દિન-પ્રતિદિન તળીયે પહોંચી રહેલી જોઇ ને કોઈ પણ સાચો કોંગ્રેસી કકળી ઊઠે. નેતા વિહીન અને જાહેર જનતાનો જનાધાર ગુમાવી રહેલી પોતાની પાર્ટીને ઉગારવાની મથામણ શરૂ થઈ ગઇ છે. અત્યારે તો કોગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે તેવી જણાતી હતી.... પણ અહીંયા તો એક સાથે ત્રેવીસ તૂટયા છે...અને આ ત્રેવીસે ત્રેવીસ નેતાઓએ કેસરીયો સાફો પહેરીને હાલની નેતાગીરીને પડકાર્યા છે. આ જોઈને ભાજપીઓને તો બગાસું ખાતાં, પતાસું મોં માં આવી ગયું છે...પણ આ લોકોએ બહું હરખાવાની જરૂર નથી... કારણકે આ તમામ કેસરિયા કોંગી નેતા ભવિષ્યમાં ભાજપને જ ભારે પડશે. 

સ્ટેડિયમ નામકરણ નરેન્દ્ર મોદીના નામે

અમદાવાદ શહેરની મધ્યમાં નવરંગપુરા ખાતે ઓલરેડી સરદાર પટેલ સ્ટેડિયમ આવેલું છે. જયારે આ સ્ટેડિયમ પહેલેથી જ મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું. એનું નામકરણ નરેન્દ્ર મોદીના નામે થયું છે. એક જ શહેરમાં એકસરખા નામ ધરાવતા બબ્બે સ્ટેડિયમને કારણે કન્ફ્યુઝન  ઊભું ન થાય? જે સતાધારી પક્ષ હોય તે નક્કી કરે તે પ્રમાણે થાય. કોંગ્રેસ પણ આ પ્રકારે જ નામકરણ કરતી આવી છે ને ...!!!  જ્યારે કોંગ્રેસ રાજમાં હતી. તેમણે પણ પોતાના નેતાઓના નામ ચડાવી દીધા છે ને... એમાં કોનો શું ગરાશ લૂંટાઈ ગયો?  https://m.facebook.com/story.php?story_fbid=4291578364190092&id=100000139132573

આજે વિશ્વ માતૃભાષા દિન

 ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર – અખા ભગત. આજે વિશ્વ માતૃભાષા દિન છે અને આજે તે દિન બાબતે લખવાનું મને પણ મન થયું. તો આ પ્રસંગે મને એક અકબર-બિરબલની વાર્તા યાદ આવે છે. "એક વખત અકબરના દરબારમાં કોઈ વિદ્વાન આવ્યા અને દુનિયાભરની તમામ ભાષાઓ ઉપર તેણે પોતાની વાતો કરી. પછી દરબારમાં તેણે પડકાર ફેંક્યો... કે આ બધી ભાષાઓમાંથી મારી મૂળ માતૃભાષા કઈ છે? તે જાણી બતાવો. આખરે બીરબલે બીડું ઝડપ્યું... તેને ઓચિંતો ઊંઘમાંથી જગાડી દીધો અને બીવડાવ્યો ત્યારે તે તેની મૂળ ભાષામાં બોલી પડ્યો.  તે તેની મૂળ માતૃભાષા ગણાઈ". એટલે આ વાર્તાનો મૂળ કહેવાનો ભાવાર્થ એ છે કે સભાનપણે તો તમે શીખેલી તમામ ભાષાઓ બોલી શકો. પરંતુ જ્યારે ઓચિંતી કોઈ ઘટના ઘટે ત્યારે તમારાથી જાણે-અજાણે પણ મૂળ માતૃભાષામાં જ આપણો હાયકારો નીકળી જાય. એવી જ રીતે જ્યારે બે વ્યક્તિઓ ઝઘડતા હોય અને જ્યારે ઝઘડો તેની ચરમસીમાએ પહોંચે ત્યારે તેઓ મૂળ માતૃભાષામાં જ ગાળો બોલતા હોય છે.  મૂળ માતૃભાષામાં આપણને ગાળોનો ખજાનો ઠાલવવાની જે મજા આવે તે અન્ય શીખેલી ભાષામાં ના આવે.  આજનું જ્ઞાન... કવિતા સ્વરૂપે: “મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે.... ભ

"વિનાશકાળે વિપરીત બુદ્ધિ" જે કોંગ્રેસ

"વિનાશકાળે વિપરીત બુદ્ધિ" જે કોંગ્રેસ પાર્ટીએ અંગ્રેજોની ગુલામીમાંથી બહાર કાઢવા માટે દેશને એકજૂટ કર્યો. પોતપોતાના ક્ષેત્રમાં પાવરધા માણસોને પણ તેમના કામ ધંધા બંધ કરાવીને આંદોલનના માર્ગે ચડાવી દીધા. જેમ કે સરદાર પટેલને તેમની વકીલાતની પ્રેક્ટિસ છોડાવીને, ખાદી પહેરાવીને, દેશ માટે જોતરી દીધા. સરદાર પટેલ હોંશે હોંશે સ્વેચ્છાએ જોડાઈ પણ ગયા. અત્યારે આ બધા સ્વતંત્ર સેનાનીઓની વાત નથી કરવી, પરંતુ જે કોંગ્રેસ પોતાના ઊંચા આદર્શો માટે વખણાતી હતી. તેનું અત્યારનું હાલનું સ્તર જોઈને હસવું કે રડવું કે દયા ખાવી તે નક્કી કરી શકાતું નથી. આમ તો ગુજરાતમાં 1995 પછી કોંગ્રેસના સુપડાં સાફ થતાં જ આવ્યા છે. એટલે ગુજરાતના કોંગ્રેસીઓનો તો રાજકીય વનવાસનો ગાળો ૨૬ વર્ષનો થઇ ગયો છે. હાલની નવયુવાન પેઢીને જુના કોંગ્રેસી નેતાઓ વિશે તો ઝાઝી ખબર ના પડે. સાંભળેલી કે વાંચેલી વાતો જાણે તો ખરું. એમના માટે એક આછેરી ઝલક આપી દઉં કે કરમસદનો હોવાને કારણે જેમને હું ખૂબ જ નજીકથી ઓળખતો પણ હતો, એવા બાબુભાઈ ગીરધરભાઈ પટેલ. જેમના રાજમાં આણંદ નગરપાલિકાનું પુરાંતવાળુ બજેટ રહેતું. અમદાવાદ મહાનગરપાલિકાને પણ આર્થિક મદદ પહોંચાડતાં, તે

મજરૂહ સુલ્તાનપુરીના ગીતોનો ખજાનો

કામનો લૉડ ખૂબ ચડી ગયો હોય શનિ-રવિની રજાઓમાં પણ ઓફિસનું કામ ખેંચવા માટે રોકાયો હતો. એકલો જ હોવાને કારણે મોબાઇલમાં ગીતો સાંભળતાં સાંભળતાં કામ કરવાનું શરૂ કર્યું.  એમાં મને મજરૂહ સુલ્તાનપુરીના ગીતોનો ખજાનો હાથ લાગી ગયો. સો ગીતોના આ સંપૂટમાં એકથી એક ચડિયાતા અને આજના દિવસે ખૂબ જ રિલેવન્ટ ગણાય તેવા કર્ણપ્રિય અને મનના તારને ઝણઝણાવી નાખે તેવાં ગીતો સાંભળી, મન ખુશ થઈ ગયું.  એટલે એવું લાગ્યું કે "ગમતું મળે તો ભાઈ ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ". તો ચાલો તમને પણ આ મજરૂહ સુલ્તાનપુરીના ગીતોની લીંક મોકલી રહ્યો છું. youtubeની આ લીંકમાં જે તે ગીતને સ્કીપ કરવું હોય તો સગવડ છે, પરંતુ જો તમે ઔરંગઝેબ નહીં હોય તો એક પણ ગીત સ્કીપ કરવાનું મન નહીં થાય એની ગેરંટી છે. https://youtu.be/HXd4floYyjY

પપ્પુ તરીકે વધુ જાણીતા કોંગ્રેસના નેતાના સ્ટેટમેન્ટ

છેલ્લા કેટલાય સમયથી રાહુલ ગાંધી તરીકે ઓછા ઓળખાતા પરંતુ પપ્પુ તરીકે વધુ જાણીતા કોંગ્રેસના નેતાના સ્ટેટમેન્ટ... ભારતનો એક સામાન્ય સમજવાળો નાગરિક પણ જો સાંભળે ને તો તેને ચીડ જ ચડે. તે રાહુલ ગાંધીથી નફરત કરતો થઇ જાય. કોંગ્રેસથી દૂર થતો જાય. આ બધું છતી આંખે દેખાતું હોવા છતાં રાહુલ ગાંધીએ પોતાનું સ્ટેન્ડ આ પ્રકારનું કેમ હજુ સુધી જાળવી રાખ્યું છે? તો એ બાબતનું મારું નાનકડું અવલોકન.          આ પપ્પુભાઈ સમજી ગયા છે કે ભણેલા ગણેલા તો કોંગ્રેસને હવે ક્યારેય વોટ આપવાના નથી જ. પરંતુ તે જાણી જોઈને એટલા માટે અવળા ચાલે છે. કારણ કે દેશમાં જેટલા મોદી વિરોધીઓ છે, તેમને તેની વાણી ગોળ જેવી મીઠી લાગે છે. એ ગોળ વોટમાં પરિવર્તન થાય એવી આશા રાખીને પપ્પુભાઈના સ્ટેટમેન્ટ હોય છે.  આવા લોકોની પણ સંખ્યા કંઈ નાનીસૂની નથી. છેવાડાના જે અમૂક લોકોનો જે આખો સમૂહ છે. તેઓને આજે પણ આ પપ્પુભાઇની વાણી જ બ્રહ્મવાક્ય સમાન લાગી રહી છે. આવા સમાજને તમે ક્યારેય સમજાવી ન શકો, પણ આવા પ્રયાસો થકી કે આવા સમાજના ટેકાથી કોંગ્રેસ ક્યારેય સત્તા તો નહીં હાંસલ કરી શકે. એ હકીકત છે. આ સમાજ કે સમૂહમાં શતરંજના ઊંટ જેવી ચાલ ધરાવતા શાંતિદૂતોની ગણત

એક સ્ત્રી ભારત અને ચીન વચ્ચે પણ હતી.

જર, જમીન ને જોરું એ ત્રણેય કજિયાના છોરું. દુનિયામાં મોટાભાગના યુદ્ધો આ ત્રણ વસ્તુઓ માટે થયા છે. તેના દાખલા ઇતિહાસમાં જોવા પણ મળી રહ્યા છે. અખંડ ભારતની જો કોઈએ સૌથી ખોટી ઘોર ખોદી હોય તો એ કોઈ સ્ત્રીએ જ છે.             જેમ પાકિસ્તાનના નિર્માણમાં ઝીણા અને નહેરુ વચ્ચે એડવિના હતી. તેવી જ એક સ્ત્રી ભારત અને ચીન વચ્ચે પણ હતી. આ ચીની યુવતીએ ભારત તરફથી વિષ્ટિ કરવા આવેલા ભારતીય અધિકારી બી.એન. કૌલને પોતાની મોહજાળમાં ફસાવીને પોતાનું ધાર્યું કરાવી, આખેઆખો તિબેટ પ્રદેશ ચાઇનાના ખોળામાં ધરવી દીધો. જેમ પેલું ફિલ્મી ગીત યાદ છે ને...!!!  એક ચુમ્મા તું મુજકો ઉધાર દઈ દે, ઔર બદલે મેં...  ઔર બદલે મેં યુપી બિહાર લઈ લે...  એક સ્ત્રી દ્વારા ધાર્યું કરાવી લેવાને કારણે જ તિબેટ આપણે ખોઈ બેઠા. ચાઇના સાથે આજે આપણે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. જેના માઠા પરિણામ પણ અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ.             અત્યારે એ પણ યાદ રાખવું પડે કે ભલે આપણે બ્રિટીશરાજને પેટ ભરીને ગાળો આપીએ. પરંતુ બ્રિટિશરો ખૂબ શાણા હતા. તેઓને ખબર હતી કે ચાઇનાનો ડોળો તિબેટ ઉપર છે. એટલે તેઓ જ્યાં સુધી ભારતમાં રહ્યા, ત્યાં સુધી તેઓએ પોતાનું લશ્કરી થાણું

"પ્રેમ કરવા માટે પોતાના અહંકારને ઓગાળવો પડે છે.

"The relationship between a Guide and a Seeker begins with Friendship. This friendship must ripen into love, love must ripen into adoration, adoration into worship, worship into surrender and then the extinction of the self, the death of the little ‘me’." – Daaji Heartfulness "પ્રેમ કરવા માટે પોતાના અહંકારને ઓગાળવો પડે છે. પ્રેમ કરવા માટે અહંકારની અભિવ્યક્તિથી પોતાને દૂર રાખવા જોઈએ, તે એક પ્રકારનો વિનાશ છે. મિત્રતા જયારે પ્રેમમાં પરિણમે અને તે પ્રેમ પૂજા બની જાય ત્યારે સાચી શરણાગતિ દ્વારા જ એકબીજામાં આત્મસમર્પણનો ભાવ પેદા થાય છે. ખરેખર, જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ, ત્યારે આપણે ફક્ત પ્રિયજનને શોધીએ છીએ, આપણે ફક્ત પ્રિયજનવિશે જ વિચારીએ છીએ. " - દાજી. હાર્ટફુલનેસ बाहों में चले आओ,    हो ... हमसे सनम कया परदा,  हो ... हमसे सनम कया परदा।   ये आज का नहिं मिलन,  ये संग है उमर भर का....  शी शी शी श श श....  बाहों में चले आओ.... प्यार में सब कुछ भुलाए बैठे हैं, चिराग यादों के जलाये बैठे है, हम तो मरेंगे उनकी ही बाहों में, ये मौत से शर्त लगाये बैठे हैं। માત્ર એક વ્યક્તિ સાથે પ

ચરોતરમાં વડીલને "દાજી" તરીકે ઓળખવાનો રિવાજ છે

આપણા ચરોતરમાં વડીલને "દાજી" તરીકે ઓળખવાનો રિવાજ છે...ઘરના કે ગામના વડીલોને "દાજી" તરીકે સંબોધન કરવામાં આવે છે... આવા જ એક "દાજી" તરીકે ઓળખાતા કમલેશભાઈ પટેલને સાંભળવાનો મોકો મળી રહ્યો છે... ત્યારે માનવમનને ખુશ રાખવાની બિલકુલ સરળ અને આસાન વાત તેમણે આ વિડીયોમાં જણાવી છે.... જેમાંથી હું જેટલું સમજ્યો... તેનો ભાવાનુવાદ આ મુજબ છે... જેમ આપણે નાના બાળકોએ ત્યારે રમકડાંથી આપણું મન પ્રફુલ્લિત થઇ જતું હોય છે. થોડા મોટા થઈએ એટલે મિત્રોની વચ્ચે આપણે આનંદિત રહેતા હોઈએ છીએ. હજુ વધુ મોટા થતા પોતાની કારકિર્દી વિ. અને ભૌતિક સુખોની આપૂર્તિ કરવા માટે દોડાદોડ કરતાં હોઈએ છે. ત્યારે બધું જ મેળવી લેવા છતાંય ક્યાંક ક્યાંક કશુંક અંદરથી ખૂટતું હોય એવું લાગે. તેને માણવાનો કે  મૂળભૂત આનંદ ક્યારેક આ બધી જ જદ્દોજહદમાં ભુલાઈ જતો હોય. ત્યારે મને એવી રીતે કેળવવું જોઈએ કે...આપણી આશા અને આકાંક્ષાઓને આપણે એટલી બધી વધારી મૂકી છે. જેના કારણે તે પૂરી ના થાય અને તેના કારણે માણસ તેની પૂરી કરવા માટે ઝઝૂમતો રહે અને એમાં ખરેખર નિષ્ફળતા મળે ત્યારે હાથે કરીને દુઃખી થાય... આ પ્રણાલી લગભગ અત્યારે દરેકને

हादसा बनकर कोई ख्वाब बिखर जाए तो क्या हो.. वक्त कभी जज्बात को तब्दील नहीं कर सकता

हादसा बनकर कोई ख्वाब बिखर जाए तो क्या हो.. वक्त कभी जज्बात को तब्दील नहीं कर सकता.. दूर हो जाने से एहसास नहीं दब सकता.. ये मुहब्बत है, दिलों का रिश्ता.. ऐसा रिश्ता जो जमीनों की तरह सरहदों में तकसिम नहीं हो सकता.. तू किसी और की रातों का हसीन चांद ही सही.. मेरी दुनिया के हर रंग में शामिल तू है.. तुझसे रोशन हैं मेरे ख्वाब मेरी उम्मीदें.. मैं किसी राह से गुजरूं, मेरी मंजिल तू है. ढूंढे थे सातो आस्मां, लाखों सितारे थे हैरान, खोया था प्यार मिल गया, देखो जी देखो मेहरबा। कितना हसीं है ये जहाँ, आँखों से बरसे मस्तियां, बरसो की प्यास बुझी है, उल्फत भी नाच उठी है, देखा तुम्हे जो मेरी जान, कितना हसीं है ये जहाँ.

લગ્ન જીવનનું રજત જયંતિ વર્ષ

આજે અમારા લગ્ન જીવનનું રજત જયંતિ વર્ષ પૂર્ણ થયું.... આ પચીસ વર્ષમાં ભગવાનનો આભાર માનવો રહ્યો કે આ દરમિયાન અમારી વચ્ચે કયારેય સૂર ... બેસૂરો બન્યો નથી અને સંગીતની સુરાવલી હરદમ રેલાતી રહી .. જેના કારણે ઘરમાં ચાર દિશાઓ ઝગમગી ઉઠી છે.  અમારા સંસાર રથને કયારેક બેફિકરાઈથી કે ગફલતભરી રીતે હંકારવા છતાંય કોઇનેય હડફેટે લેવાયા ન હોવાથી કોઈ છાપા-અખબાર કે ચેનલને મસાલો મળી શક્યો નથી...  સુખ-દુ:ખ આવ્યા હોવા છતાં જીવનને કયારેય આઉટ ઑફ ફોકસ થવા દીધું નથી... કે જીવતરની તસવીર ઝાંખી થવા દીધી નથી...સમગ્ર ભારતભ્રમણના ઇરાદે સડસડાટ દોડ્યે જતી ગાડીને વિના કારણે બ્રેકો મારીને થોભાવી નથી... જીવનની કિતાબ કાના-માત્રાની ભૂલ વિનાની એવી સરસ લખાઇ કે પ્રૂફરીડીંગના સો ટકા માર્કસ્ આપવા પડે... આજના સમયમાં પણ ભલેને પ્રોગ્રામીંગ ખોટું થઈ જાય કે સર્વર હેંગ થઈ જાય...પરંતુ ઘરની વેબસાઈટ પર કોઈ અસર નથી થવા દીધી... અને હવે... જેમ ઉતરેલી બૅટરીને, ચાર્જર ચાર્જ કરી દે છે... તેવી રીતે મન-મસ્તિકને તરોતાજા કરી દેનારની પૂજા  કરવાનો સમય આવી ગયો છે...

આપણે આશા રાખીએ કે ડાબી તરફ ઝૂકેલાં મકાનો પાછા સીધા થઈ જાય.

જીગર ભાઈ તમારી વાત બિલકુલ સાચી છે. રાજકીય ટેકટોનિક પ્લેટો જે પહેલા ડાબી તરફ સરકી રહી હતી, તે ૨૦૧૪ પછી જમણી બાજુ સરકવાનું શરૂ થયું છે. એનો જ આ ઘર્ષણ સ્વરૂપે રાજકીય ભૂકંપો આવ્યા કરે છે.  જ્યાં સુધી એ જમણી તરફ સરકતી રહેશે, ત્યાં સુધી આ રાજકીય ભૂકંપો ચાલુ જ રહેવાના છે.  એના ઝટકામાં કોના મકાનો પડે છે, એ આપણે હવે તો જોવું રહ્યું. આપણે આશા રાખીએ કે ડાબી તરફ ઝૂકેલાં મકાનો પાછા સીધા થઈ જાય.

લતા મંગેશકર

સુર સામ્રાજ્ઞી કોકિલ કંઠી લતા દીદી એટલે કે આપણા બધાના લતા મંગેશકર સાથેના સંસ્મરણો તાજા કરવાનો મોકો આજે ઉર્વીશભાઈએ મને આપ્યો છે, એ તમે સૌ.... મારી કોમેન્ટમાં પણ વાંચી શકો છો.... Urvishbhai લતા મંગેશકર સાથેનો તમારો લેખ વાંચ્યો અને તેમાં મૂકેલી તસવીર જોઈ મને ખૂબ જ આનંદ થયો કે ચાલો મારા દ્વારા લેવાયેલી તસવીરનો ફરી એકવાર સદ્ઉપયોગ થયો છે. હા એ વાત ખરી છે કે એ બધા ફોટા મેં જે તે સમયે ઠક્કર સાહેબના કહેવાથી અને એમના દ્વારા મને કાર્યક્રમમાં અંદર ઘુસાડવાથી પ્રાપ્ત થઈ હતી અને એના કારણે જ લતા મંગેશકરની નજીક જવાનો અને તેઓની તસવીરો ખેંચવાનો મોકો મળ્યો હતો. એટલે આ તસવીરો ઉપર પહેલો હક એમનો જ ગણાય. ઉર્વીષભાઈ, જનક પટેલના સુર મંદિરના નવીનતમ સ્ટુડિયોના ઉદ્ઘાટનમાં લતા મંગેશકર આવવાના છે અને તેમની સાથે કાર્યક્રમની સભામાં ઠક્કર સાહેબ એટલે કે આપણા સલીલ દલાલ, હરીશ ભીમાણી સાથે મંચ પર ઉપસ્થિત રહેવા રહેનાર હોઇ, તેઓએ મને બોલાવ્યો હતો અને કહ્યું હતું કે અહીંયા મારી સાથે જ રહેજે. તારે મારી સાથે ફોટા પાડવા આવવાનું છે. હવે જનકભાઈએ ખૂબ જ લિમિટેડ આમંત્રિતોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાખવાના આગ્રહને કારણે મારી એન્ટ્રી કરવા મ

Anchor: આણંદ જિલ્લાના વિદ્યાનગર ખાતે

Anchor:     આણંદ જિલ્લાના વિદ્યાનગર ખાતે જામનગરના પ્રખ્યાત બાંધણીના કલાકારો દ્વારા બનાવવામાં આવેલી અને લગ્ન પ્રસંગે ઉપયોગમાં લઈ શકાય તેવા વસ્ત્રો પરિધાનનું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનના તમામ વસ્ત્રો કોરોના કાળમાં નવરા પડેલા કારીગરો પાસેથી તૈયાર કરાવડાવી, નહીં નફો, નહીં નુકસાનના ધોરણે વેચાણ અર્થે મૂકી કારીગરોને સાચવી લેવાનું ઉમદા કામ કર્યું છે.   V.O.-1         જામનગરના ઘરચોળા વિના નવવધૂના સોળ શણગાર અધૂરા ગણાય અને રાજકોટના પટોળા વિના લગ્ન પ્રસંગ અધૂરો ગણાય. હાલની યુવાપેઢીને પાનેતરને બદલે દુલ્હન સ્પેશ્યલ "બ્રાઈડલ લહેંગા"નું ઘેલુ લાગ્યું હોય, ત્યારે વિદ્યાનગરમાં હીરાબા મહિલા મંડળ ખાતે યોજાનાર "દિપાલી'ઝ ડીઝાઈન" શા પ્રદર્શનમાં અવનવી ડિઝાઇનના વસ્ત્રો જોવા મળી રહ્યા છે.   Bite: 1   દિપાલી વ્યાસ સંચાલિકા, દિપાલી'ઝ ડિઝાઇન, જામનગર.  V.O.: 2             આ એક્ઝિબિશનમાં પટોળા, સાડી, ચણિયા-ચોળી, લહેંગા, જામનગરની બાંધણી, રાજકોટના પટોળા, પૈઠણી સાડીની સાથે સાથે કુર્તી, લેગીંગ, પ્લાઝો, શરારા સહિતના ઉડીને આંખે વળગે તેવા વસ્ત્રો પરિધાનનું પ્રદર્શન જોવા મળ્યું હતું.  દુનિય

અરવિંદ જોષી શર્મન જોષી

જેને તમે દિલથી યાદ કરો... તેનું આયુષ્ય સો વર્ષનું થાય છે. પરંતુ અરવિંદ જોશીની બાબતમાં હું ખોટો પડ્યો છું. કારણકે હજુ ગત રવિવારે જ એક સહેલીના કાર્યક્રમ પ્રસંગે સહેલીના પતિદેવ સાથે તેઓ જયાં ભણ્યા હતા, તે કોલેજ વલ્લભ વિદ્યાનગરની આર્કિટેક કોલેજમાં અરવિંદ જોશી આવ્યા હતા અને તે પ્રસંગની કેટલીક વાતોની યાદ તાજી કરી હતી. અને આજે તેઓના દુઃખદ અવસાન સાંભળીને મને ખૂબ દુઃખ થયું છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે.

દિપાલી'ઝ ડિઝાઇન યોજાયું

જામનગરના ઘરચોળા વિના નવવધૂના સોળ શણગાર અધૂરા ગણાય અને રાજકોટના પટોળા વિના લગ્ન પ્રસંગ અધૂરો ગણાય. હાલની યુવાપેઢીને પાનેતરને બદલે દુલ્હન સ્પેશ્યલ "બ્રાઈડલ લહેંગા"નું ઘેલુ લાગ્યું હોય, ત્યારે વિદ્યાનગરમાં હીરાબા મહિલા મંડળ ખાતે યોજાનાર "દિપાલી'ઝ ડીઝાઈન" એક્ઝિબિશનની મુલાકાત લેવી પડે.       આ એક્ઝિબિશનમાં પટોળા, સાડી, ચણિયા-ચોળી, લહેંગા, જામનગરની બાંધણી, રાજકોટના પટોળા, પૈઠણી સાડીની સાથે સાથે કુર્તી, લેગીંગ, પ્લાઝો, શરારા સહિતના ઉડીને આંખે વળગે તેવા વસ્ત્રો પરિધાનનું પ્રદર્શન જોવા મળશે.        આ પ્રસંગે આણંદના સંગીતક્ષેત્રમાં પ્રખ્યાત એવા સંગીતકાર બ્રીજ જોષી અને આણંદ નગરપાલિકાના પૂર્વઉપપ્રમુખ અમીબેન દણાકના હસ્તે 23-જાન્યુઆરીના રોજ સવારે 10:00 કલાકે જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે.       દુનિયાભરમાં પાટણના પટોળા જગવિખ્યાત છે અને એટલે જ શુધ્ધ રેશમથી રાજકોટમાં બનાવેલા પટોળા પાટણ જાય,  એટલે તેની કિંમત લાખોમાં થઇ જાય. કચ્છના જાણીતા અને પ્રખ્યાત ડિઝાઇનરો જે વસ્ત્રો પંચાવન થી સાઠ હજારમાં વેચાણ કરે, તેવા વસ્ત્રો જામનગર સ્થિત "દિપાલી'ઝ ડિઝાઇન"માં છથી સાત હજારમાં

દિપાલી ડિઝાઇન યોજાશે

જામનગરના ઘરચોળા વિના નવવધૂના સોળ શણગાર અધૂરા ગણાય અને રાજકોટના પટોળા વિના લગ્ન પ્રસંગ અધૂરો ગણાય. હાલની યુવાપેઢીને પાનેતરને બદલે દુલ્હન સ્પેશ્યલ "બ્રાઈડલ લહેંગા"નું ઘેલુ લાગ્યું હોય, ત્યારે વિદ્યાનગરમાં હીરાબા મહિલા મંડળ ખાતે યોજાનાર "દિપાલી'ઝ ડીઝાઈન" એક્ઝિબિશનની મુલાકાત લેવી પડે.       આ એક્ઝિબિશનમાં પટોળા, સાડી, ચણિયા-ચોળી, લહેંગા, જામનગરની બાંધણી, રાજકોટના પટોળા, પૈઠણી સાડીની સાથે સાથે કુર્તી, લેગીંગ, પ્લાઝો, શરારા સહિતના ઉડીને આંખે વળગે તેવા વસ્ત્રો પરિધાનનું પ્રદર્શન જોવા મળશે.        આ પ્રસંગે આણંદના સંગીતક્ષેત્રમાં પ્રખ્યાત એવા સંગીતકાર બ્રીજ જોષી અને આણંદ નગરપાલિકાના પૂર્વઉપપ્રમુખ અમીબેન દણાકના હસ્તે 23-જાન્યુઆરીના રોજ સવારે 10:00 કલાકે જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે.       દુનિયાભરમાં પાટણના પટોળા જગવિખ્યાત છે અને એટલે જ શુધ્ધ રેશમથી રાજકોટમાં બનાવેલા પટોળા પાટણ જાય,  એટલે તેની કિંમત લાખોમાં થઇ જાય. કચ્છના જાણીતા અને પ્રખ્યાત ડિઝાઇનરો જે વસ્ત્રો પંચાવન થી સાઠ હજારમાં વેચાણ કરે, તેવા વસ્ત્રો જામનગર સ્થિત "દિપાલી'ઝ ડિઝાઇન"માં છથી સાત હજારમાં

કેવડીયા સુધીની રેલવે સેવા

સ્ટેચ્યુ ઓફ યુનિટી જે નિયત સમયમર્યાદા બની ગયો બાબતે મને કોઈ આશ્ચર્ય કે બાયો કારણકે એલ એન્ડ ટી વી જેવી ઈજનેરી ક્ષેત્રમાં બાહોશ કહી શકાય તેવી કંપનીના હાથમાં તે કામ હતો અને તે પ્રાઇવેટ કંપની હોય નિયત સમયમર્યાદામાં કામ પૂરું કરે તેમાં કંઇ નવાઇ ન ગણાય પરંતુ જ્યારે વડોદરા થી કેવડીયા સુધીની godrej લાઈન અને તે પછી ઈલેક્ટ્રીક વારી શરૂ પણ થઈ ગઈ ટ્રેનો દોડતી થઈ ગઈ તે જોઈને મને ખરેખર ખૂબ જ આશ્ચર્ય થયું કે શું ખરેખર આપણા ભારતમાં બની શકે એમ છે કારણકે મેં જોતો આવ્યો છું કે એ જ પ્રદેશના વડોદરા થી ડભોઈ છોટાઉદેપુર જતી નેરોગેજ ટ્રેનને બ્રોડગેજ મા રૂપાંતર કરવામાં તેમજ સાંસદ નારણભાઈ રાઠવાના updating લેવી પડી બબ્બે તાપમાન તારામાં તારામાં લેવી પડી નારણભાઈ રાખવા ખુદ રેલવે રાજ્યમંત્રી હોવા છતાં તેમણે પણ પોતાના hometown માટે લાઈન જલ્દી માં જલ્દી બની શકે તે માટે તેમણે પણ એડીચોટીનું જે તે વખતે જોર લગાવી જશે પરંતુ રેલવેનો તંત્ર આજે બાપુ ગાડી ની રફતાર દોડતું હોય ત્યાં તેમણે હાથ હેઠા મૂકી દીધા હોય તે ભરી શકે અને આજે એ જ તંત્ર બુલેટ ટ્રેનની ગતિ એ જ દોડવા લાગે પશુ કરતાં લાગો સ્વાભાવિક છે તો સુખદ આંખો આચકો લાગો લાગવો સ

બંદિશ બેન્ડિટસ્

આદિ, મધ્ય અને આધુનિક યુગના સંગીત ઉત્સવનો ઉત્તમ સંગમ જોવો હોય તો "બંદિશ બેન્ડીટસ્" જોવી પડે. જેમ મહાસાગરની કદાચ ઊંડાઈ આપણે માપી ન શકીએ તેવો જ આપણો અગાધ મહાસાગર ભારતીય સંગીતનો રહેલો છે. તેની ઉત્તમ કોટી સુધી પહોંચવાની કે તેને માણવાનું દરેકનું ગજું નથી. અત્યારના ઘોંઘાટિયા સંગીતના તાલે કદાચ લોકોમાં શાસ્ત્રીય સંગીત ભુલાઈ ગયેલું લાગે.પરંતુ એ શાશ્વત તો છે જ. મોટાભાગના લોકો જેને શાસ્ત્રીય સંગીતના આરોહ અવરોહને એક રાગડા તરીકે જાણતા હોય છે અને આવા રાગડા તાણતા ગાયકને જોઈને લોકો નાકનું ટીચકું ચડાવી દેતા હોય છે. જોકે તેનું મુખ્ય કારણ એ હોઈ શકે કે તેની સમજ ન હોવી. જેમ કૂતરાને ઘી પચતું નથી, તેવી જ રીતે શાસ્ત્રીય સંગીત પણ દરેકને પચી જાય એ શક્ય નથી. છતાંય આજની તારીખમાં વેબ સીરીઝોનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. તેમાં જેમ શેરબજારની એક ટકો પણ સમજણ ન પડતી હોય, પરંતુ જેમ "સ્કેમ 1992" જુઓ એટલે શેરબજારની આંટીઘૂંટી તમને સમજમાં આવી જાય. તેમ તમને ભલે સંગીતમાં ટપ્પો પડતો ન હોય, શાસ્ત્રીય સંગીત ખૂબીઓ માથા ઉપરથી સીધેસીધી પસાર થઈ જતી હોય, તેવા લોકો પણ જો એક વખત "બંદિશ બેન્ડીટસ્" જોઈ નાખે તો

અલ્લડ યુવતીનું શબ્દચિત્ર દોરતું આ ગીત,

 ગુજરાતી ગીત સંગીતનો વારસો તો ઘણો ભવ્ય છે. એ વારસા પૈકીનું એક ખુબ જ સુંદર મઝાનું કર્ણપ્રિય અને મનને મોજ કરાવી દે તેવું... એક અલ્લડ યુવતીનું શબ્દચિત્ર દોરતું આ ગીત, જેના શબ્દો, સંગીત અને લહેકો સાંભળીને તમને ચોક્કસ મઝા તો આવશે જ, પરંતુ સાથે સાથે મારે તમને પુછવું છે કે... આ ગીતના રચયિતા કોણ છે? ગાયિકા કોણ છે? કઈ ફિલ્મનું હોઈ શકે એમ છે? તો ચાલો આ બધું શોધવાનું શરૂ કરીએ તે પહેલાં એને માણી તો લઈએ...

આપણા યાત્રાધામો તેમજ પ્રકૃતિના ખોળે

આપણા યાત્રાધામો તેમજ પ્રકૃતિના ખોળે આવેલા ફળો મંદિરો અને તેમાંય ખાસ કરીને વાત કરું તો ગિરનારના વિસ્તારમાં ગંદકી બાબતે કેટલાક પ્રકૃતિપ્રેમીઓ વિવિધ પ્રકારની રજૂઆતો પ્રકૃતિનું નિકંદન કાઢવા ની વાતો અને પ્રવાસીઓને બેફિકરાઈ ની વાતો મૂકવામાં આવે છે કરવામાં આવે છે તો આવા દેજો એનો કોઈ નક્કર ઉકેલ લાવવો હોય તો રીતે મંદિરમાં વ્યવસ્થાપનનો એ મંદિરના વ્યવસ્થાપક ઓએ મેં વે ને રજૂઆત કરવાની તાતી જરૂરિયાત છે કારણકે કંકુબેન ગંદકી ની માત્ર વાતો કરવાથી કંઈ વળવાનું નથી જીતે મંદિરના વ્યવસ્થાપક કો એવા માણસોને નિયુક્ત કરે જે પ્રકૃતિ પ્રેમી પણ હોય અને તેને ઘર ચલાવવા માટે આજીવિકા ની જરૂર પણ હોય એવા લોકોને નોકરી પર નિયુક્ત કરવામાં આવે હવે તેઓને કોઈ થેન્ક્યુ ગંદકી ઉપાડવાની પાડવાની વાત નથી કરતો કે ગંદકી સાફ કરવાની વાત નથી કરતો તેઓ માત્ર પ્રવાસીઓના હરવા ફરવાની જગ્યાઓ ઉપર આટા ફેરા મારતા જાય અને કોઈ ગમતી ગંદકી કરતું હોય તો તેને રોકતા જાય કાલે જે તે વ્યક્તિ જાતા કચરો ફેંકવા જતું હોય તે સમયે તેને rocky rocky કચરો ડસ્ટ બીનમાં જ નિકાલ કરે તેવી સૂચના આપતો જાય તે માટે વ્યવસ્થાપકો તેને એક ખાસ ગણે વે શ આપે કે જેથી તેઓ બીજા કરતા

વાતોના વડાં નહિં પણ નક્કર કામગીરી

આપણા ગુજરાતમાં આવેલા જેટલા પ્રાકૃતિક સ્થળો છે, તેના રખ-રખાવ માટે પ્રકૃતિપ્રેમીઓએ આગળ આવવું જોઈએ. આ સ્થળોને વધુ સુંદર કેવી રીતે બનાવી શકાય તેવા પ્રયાસો કરવા માટેના આયોજન ગોઠવી શકાય, તેમજ આ સ્થળોએ વધુ ને વધુ પ્રવાસીઓ એટલે કે પ્રકૃતિપ્રેમીઓ મુલાકાત લે, તે માટે તેના પ્રચાર-પ્રસારનું વ્યવસ્થિત આયોજન ગોઠવી પ્રકૃતિપ્રેમીઓની એક ટીમ બનાવી નક્કર આયોજન ગોઠવી શકાય. દાખલા તરીકે હિંમતનગર પાસેનો પોળો ફોરેસ્ટમાં હજારો મુલાકાતીઓ પ્રવાસીઓ તેમજ પ્રકૃતિપ્રેમીઓ આવતા-જતા હોય છે. પરંતુ મેં જોયું છે કે ત્યાંનાં ફોરેસ્ટ ખાતા વાળા માત્ર ઓફિસમાં બેસી રહેવાની કામગીરી બજાવતા હોય છે. તેથી વધુ કોઇ કામગીરી તેઓની મેં જોઈ નથી. તો આવી જગ્યાને પ્રકૃતિ પ્રેમીઓની સંસ્થાઓ દ્વારા દત્તક લેવામાં આવે, એટલે કે સરકારને સંસ્થા દ્વારા પ્રપોઝલ આપીને જે તે સ્થળને રખ-રખાવ માટેની તેમજ તેની સુંદરતા બરકરાર રાખવા માટે એક કરાર કરી શકાય. જેના દ્વારા તે સ્થળ તેની નૈસર્ગિક અવસ્થા જાળવી રખાય. દાખલા તરીકે એ પોળો ફોરેસ્ટનો વિસ્તાર જો પ્રકૃતિ પ્રેમીઓના હસ્તક આવ્યો તો એ વિસ્તારને પ્લાસ્ટિક ફ્રી ઝોન બનાવી, ત્યાંના નાના દુકાનદારો, ઠેલાવાળા, લારીવાળા

રાજકોટ સ્થળોને

આપણા ગુજરાતમાં આવેલા જેટલા પ્રાકૃતિક સ્થળો છે તેના ખાવા માટે લાખાવાડ રાખ રખાવ માટે પ્રકૃતિ પ્રેમીઓએ આગળ આવવું જોઈએ આ સ્થળોને વધુ સુંદર કેવી રીતે બનાવી શકાય તેના પ્રયાસો કરવા માટેના આયોજન ગોઠવી શકાય તેમજ આ સ્થળોએ વધુ ને વધુ પ્રવાસીઓ એટલે કે પ્રકૃતિપ્રેમીઓ મુલાકાત લે તે માટે તેના પ્રચાર-પ્રસાર નો વ્યવસ્થિત આયોજન ગોઠવી પ્રેમીઓ ની એક ટીમ બનાવી નક્કર આયોજન ગોઠવી શકાય દાખલા તરીકે હિંમતનગર પાસેનો પોળો ફોરેસ્ટ માં હજારો મુલાકાતીઓ પ્રવાસીઓ તેમજ પ્રકૃતિપ્રેમીઓ આવતા જતા હોય છે પરંતુ મેં જોયું છે કે ત્યાં આગળ ફોરેસ્ટ ખાતા વાળા માત્ર ઓફિસમાં બે સિક્યોરીટી બજાવતા હોય છે તેથી વધુ કોઇ કામગીરી તેઓની મેં જોઈ નથી તો આવી જગ્યા ને પ્રભુ પ્રકૃતિ પ્રેમીઓની wow દ્વારા સોફા ઓ દ્વારા સંસ્થા ઓ દ્વારા દત્તક લેવામાં આવે એટલે કે સરકાર દ્વારા પ્રપોઝલ આપીને જે તે સ્થળને કલા ખાવા માટેની તેમજ તેને સુંદરતા બરકરાર રાખવા માટે એકરાર કરી શકાય જેના દ્વારા તે સ્થળ તેની સગીર નૈસર્ગિક અવસ્થા જાળવી રાખે દાખલા તરીકે એ જોન પોલો ફોરેસ્ટ નો વિસ્તાર જો પકૃતિ તેમના હસ્તક આવ્યો તો એ વિસ્તારમાં પ્લાસ્ટિક ફ્રી ઝોન બનાવી ત્યાં આગળ ના ના ન

The plight of tourist destinations

When it comes to the development of any tourist destination by the government or a tourist lover, the first cry is that the brother should leave these tourist destinations as they are.  Tourists will come and do dirt, tamper with nature .... etc .... so I want to put some points with some clarifications in this regard that we should all think about.  The filth seen in most of our tourist spots is a sight to behold in the eyes of every tourist, citizen and nature lover passing by and the reason is the absence of cleaners to clean it !!!  You may have noticed that garbage throwers do not move around throwing garbage anywhere.  People start dumping where there is already a little bit of garbage and then the pile grows there.  My first point about dirt is that almost everyone likes cleanliness.  We built big palaces, but the toilets are unattended.  And where is the dirt?  If you look at it like this, no matter how many government places there are ... whether it is a tourist place, governm

પ્રવાસન સ્થળોની દુર્દશા

જ્યારે કોઈપણ પ્રવાસન સ્થળોને વિકસાવવાની વાત સરકાર દ્વારા કે કોઈ પ્રવાસી પ્રેમી દ્વારા કરવામાં આવે છે, ત્યારે સૌથી પહેલી કાગારોળ એવી મચાવવામાં આવે છે કે ભાઈ આ પ્રવાસન સ્થળોને જેવા છે તેવા રહેવા દો. પ્રવાસીઓ આવશે એટલે ગંદકી કરશે, પ્રકૃતિ સાથે છેડછાડ થશે.... વિગેરે વિગેરે.... મને તમે લોકો એ જણાવો  કે શું પ્રકૃતિની નજીક જવાથી,  પ્રકૃતિ અભડાઈ જશે?... માણસ જેટલો પ્રકૃતિથી દૂર ગયો છે ને તેટલું જ તેણે પ્રકૃતિનું નખ્ખોદ વાળ્યું છે.  દુર્દશા કરી છે. જે તે પ્રાકૃતિક સ્થળોને પર્યટન સ્થળ તરીકે વિકસાવાય, તો તેને મોટું મન રાખી આવકારવાની જરૂર છે.  કારણ કે આજની નવી જનરેશનને જેટલી પ્રકૃતિની નજીક લાવશો,  તેટલું જ તે તેને સમજશે અને એના કારણે તેને સાચવવા માટેની સમજ પણ કેળવાશે... જે તે પ્રાકૃતિક સ્થળોને તેની પ્રાકૃતિક સુંદરતા જાળવી રાખવાની સાથે સાથે તેની મુલાકાત લેનારા મુલાકાતીઓને પ્રવાસીઓના માટે ઇકો ફ્રેન્ડલી ચીજવસ્તુઓનો જ ઉપયોગ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા માટેનો આગ્રહ આપણે સેવવો જોઈએ. પ્રવાસીઓ પ્રત્યે સૂગ કેળવવી કે તેઓની સાથે આભડછેટ રાખવાને બદલે થોડી ઘણી પાયાની સુવિધાઓ અપાય તો  ઘણી બધી આ અંગેની ફરિયાદો દૂર થ